SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા ૧૬૩ ઉદારવિંજા-ઉચારવિંજા, શમી, હ૨ડા, ઈત્યાદિ અનેક વન-વૃક્ષનો સમૂહ જ્યાં છે, તેવા પહાડને વર્ણવા અમારા જેવો ક્યાંથી સમર્થ હોય ? ૫૪૭, ૪૮, ૪૯લા વળી, વિવિધજાતના પંખીઓના અવાજથી ગગનના વિસ્તારોને ભરનાર, ભોગ પરાયણ જાદવ યુગલો જ્યાં ક્રીડા કરી રહ્યા છે, નૈત્રને ગમે એવી કિન્નર યુવતિઓ જેમાં મધુરગીત ગાઈ રહી છે, સંગીતના અવાજને સાંભળવાથી જેમાં હરિણ કુલો નિશ્વલ-લયલીન થયેલા દેખાય છે. 114911 જેની મેખલા ઉપર સિંહ - નોળીયા વગેરે ભયંકર જંગલી જાનવરો ફરી રહ્યા છે, મેખલામાંથી નીકળતા તેની અંદરની શિલામાં વહેતા ઝરતાં-ઝરણાં જેમાં, ઝરણાંના અવાજથી ભરાયેલી ગુફાઓમાંથી પડઘાઓ પડી રહ્યા છે, પડઘાથી રીંછ, વાનર, સિંહ બુત્કાર પાડી રહ્યા છે. પા એ પ્રમાણે ઈત્યાદિ અનેક સેંકડો અચરજોથી વ્યાપ્ત અને રમણીય તે ગિરનાર ગિરિરાજ ઉપર ત્રણે જગત જેના ચરણ ચૂમી રહ્યું છે એવા નેમિજિનેશ્વર સમોસર્યા ।।૫૪॥ ત્યારે વર્ધાપકે કૃષ્ણને વધામણી આપી કે હે દેવ ! પ્રીતિથી દ્રઢ રીતે વૃદ્ધિ પામો. ગિરનાર પર્વતના શિખર ઉપર દેવોથી રમણીય એવા સહસામ્ર વનમાં અરિષ્ઠ નેમિજિનેશ્વર સમોસમાં છે. ॥૫॥ કૃષ્ણ પણ તેને નિયુક્તવૃત્તિથી અધિક દાન આપે છે. ।।૫૬॥ ત્યાર પછી, તે જિનેશ્વરને વાંદવા માટે સમસ્ત વાસુદેવના પરિવારથી સંપન્ન થઇ નીકળ્યા. જિનેશ્વરને વાંદી પોતાના સ્થાને બેઠા ||૫૭ || ઈંદ્ર વગેરે અને દેવો - વિદ્યાધર - મનુષ્ય (પુરુષો) તિર્યંચ અને માણસો જિનેન્દ્રને વાંદી, બેસીને પોતાની શંકાઓ પૂછે છે. ૫૮॥ ભગવાન પણ તેઓને ભવસાગરથી તારવામાં સમર્થ એવા ધર્મને કહે છે,તે સાંભળી ત્યાં ઘણાં પ્રાણીઓ બોધ પામ્યા. ॥૫॥ કૃષ્ણાદિ હરિપરિવાર જિનેશ્વરના ચરણ કમળને વાંદી દ્વારિકામાં ગયા, અને પોત પોતાના કામમાં લાગી ગયા ||૬|| આ બાજુ અરિષ્ઠ નેમિના ગુણનાં ભંડાર છ શિષ્યો સમાન વય અને રૂપવાળા સાક્ષાત્ જાણે દેવકુમારો દ્વારિકામાં ઇર્યાસમિતિવાળા ત્રણે સંઘાટે ઘરની પરંપરાથી અનુક્રમે ગોચરી માટે વિચરી રહ્યા છે. ।।૬૨ા અનુક્રમે પહેલું યુગલ ગ્રહણ ઉદ્ગમ ઉત્પાદનના સર્વ દોષોને છોડવા પૂર્વક વસુદેવ-દેવકીના ઘેર પહોંચ્યું. દેવકુમારની ઉપમાવાળા શ્રેષ્ઠ તે યુગલને જાણે પોતે માતા ન હોય' તેમ દેખીને વિસ્મય પામેલી આનંદ પામતી જેનું જમણું નેત્ર ફરકી રહ્યું છે એવી તે રોહિણીને એમ કહે છે કે બળદેવ કૃષ્ણને ઠગવા માટે મુનિવેશે આ દુર્ધર્ષ, વિકસિત શ્રેષ્ઠ કમલ સરખા નૈત્રવાળું, બળરૂપ ગુણથી યુક્ત અનુપમ દેવયુગલ આવેલું છે. કારણ કે આવા રૂપવાળા સાધુઓ મેં અહીં જોયા નથી, તેથી સાચેજ આ માયાથી દેવો આવ્યા છે. ।।૬ા હવે દેવકીને રોહિણી પણ કહે દેવો ભૂમિને સ્પર્શ કરતા નથી, ઉન્મેષનિમેષ કરતા નથી, તેમના દેહ-વસ્ત્રોમાં મેલ હોતો નથી, આ કારણોથી હે દેવકી ! આ સાધુ દેવ નથી. એઓ લક્ષણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy