SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મૂળશુદ્ધિ ભાગ-૨ છે, તે નવા ઉદ્ભટ યૌવનવાળી, સર્વ ઉત્તમરૂપ, લાવણ્ય કાંતિવાળી સ્ત્રીઓના સાંનિધ્યમાં સો વ૨સ વસે તો પણ મનથી પણ સ્ત્રીની ઈચ્છા કરતા નથી. એથી તેઓ માટે તેનાથી વિપરીત સ્વરૂપ પણ સંભવે છે. ૧૭૩।। શું આ દોષની લંગાર નારીઓને જ કહેવામાં આવે છે કે પુરુષોને પણ ? એવો પ્રશ્ન ઊભો થતા ગ્રંથકાર શ્લોકને કહે છે. तं च तुल्लं नराणं पि, जं इत्थीणं सवित्थरं । दंसित्ता दोसजालं तु, दंसियं समए समं ॥ १७४॥ ગાથાર્થ → પૂર્વોક્ત સ્ત્રીદોષની જાળ પુરુષોને પણ સમાન છે, જે સ્ત્રીઓનો દોષસમૂહને સવિસ્તાર દર્શાવ્યો છે, તે જ પુરુષોને માટે પણ સમાન રીતે સિદ્ધાંતમાં દર્શાવ્યો છે. ।।૧૭૪॥ जिणागमाणुसारेण, वज्जेयव्वा सुदूरओ । सभूमियानिओगेण, कायव्वमुचियं तहा ॥१७५॥ ગાથાર્થ → જિનસિદ્ધાંતના કથનના અનુસારે સ્ત્રીઓ (દોષો) દૂરથી વર્જવી જોઈએ, તથા પોતાની ભૂમિકાના સામર્થ્યથી જે યોગ્ય હોય તે તેઓનું કરવું જોઈએ. એટલે જેમ છોડવાનું કહ્યું, તેમ ઉચિત કાર્ય કરવું પણ જોઈએ. આ શ્લોકનો ભાવાર્થ છે. ૧૭૫ પહેલા તો મોટા વિસ્તારથી-દલિલથી તેઓને છોડવાનું કહ્યું, તો હવે કેવી રીતે તેમનું ઉચિત કરવાનું કહો છો ? એમ પ્રશ્ન થતા શ્લોક કહે છે... पुव्वं तित्थंकरेणाऽवि, कयं तित्थं चउव्विहं । न तं पुण्ण विणा ताहिं, पहाणंगमिणं पि हु ॥ १७६॥ ગાથાર્થ → શરૂઆતમાં તીર્થંકરોએ પણ ચાર પ્રકારનું સંઘરૂપતીર્થનું નિર્માણ કર્યું હતું, સ્ત્રીઓ વિના તે તીર્થ પૂર્ણતા પામી શકતું નથી, કારણ કે સ્ત્રી પણ તીર્થનું પ્રધાન અંગ છે. આ પ્રમાણે શ્લોકાર્થ થયો ।।૧૭૬॥ चाउव्वण्णस्स संघस्स, मज्झे सुव्वंति साविया । सद्दंसणेण नाणेण, जुत्ता सीलव्वएहि य ॥ १७७॥ ગાથાર્થ → કારણ કે ચાર પ્રકારના = સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, લક્ષણ=સ્વરૂપ, સંઘતીર્થની મધ્યે પ્રધાન સમ્યક્ત્વથી, શ્રુતજ્ઞાનાદિથી અને શીલવ્રત–ચારિત્રથી યુક્ત શ્રાવિકાઓ સંભળાય છે. II૧૭૭ણા કેઈ તે શ્રાવિકા સંઘમધ્યે સંભળાય છે, એનું પ્રતિપાદન કરવા શ્લોકને કહે છે.... रेवई देवई सीया, नंदा भद्दा मणोरमा । सुभद्दा सुलसाईया, पायडा तियसाण वि ॥१७८॥ ગાથાર્થ → રેવતી-દેવકી સીતા, નંદા, ભદ્રા, મનોરમા, સુભદ્રા, સુલસા વગેરે દેવતાઓમાં પણ પ્રસિદ્ધ છે. ત્યાં રેવતી = ભગવાન મહાવીરને ઔષધ - કોલાપાક આપનાર, દેવકી - વાસુદેવ-કૃષ્ણની માતા,
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy