SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વિદારનારકેશરી સમાન કેવી રીતે થઈ શકે ? ।।૨૨૬ા અભિમાનથી અક્કડ બનેલ દેડકો શું અત્યુદ્ભટ વિસ્તૃત ફણાના આસ્ફાલન વડે મહત્ત્વ અને પરાક્રમથી યુક્ત એવા સાપને સમાન બની શકે ? ।।૨૨૭ના જો -પોતે રૂપ કાંતિ યૌવન કળા કલાપનું અતુલ્ય મંદિર હોય તો પણ સામાન્ય રાજા ઈંદ્રની ઉપમા કેવી રીતે પામી શકે ? ।।૨૨૮૫ ૧૪૦ મનોહર જિનાલયથી સુશોભિત ભુવનમાં સુપ્રસિદ્ધ એવો મેરુગિરિની સરખામણી ક્ષુદ્ર નાનકડો ડુંગરો ક્યારેય કરી શકતો નથી. ૨૨૯॥ એ પ્રમાણે જોકે તું પણ હે કોણિક ! પોતાની ઋદ્ધિ અને બળથી ગર્વે ચઢેલો ભમે છે, તો પણ મહાનુભાવ ચક્રવર્તીને તુલ્ય ન થઈ શકે'. I૨૩૦ના એમ કહેવા છતાં ઘોડે ચઢેલો જ્યારે ઊભો રહેતો નથી ત્યારે ઉત્પન્ન થયેલ અમર્ષના વશથી (કૃતમાલે) પ્રતોળી કપાટ ઉઘાડ્યા તેથી તેના ઉષ્મા - ગર્મીથી તે દાઝયો કારણકે મહાચક્રવર્તીના ઘોડા પાછળ ૧૨ યોજન સરકે છે, તેમ તેનો ઘોડો પાછળ સરકી ન શક્યો, તેથી બળીને મરીને તમા નામની છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થયો. ઉત્કૃષ્ટ આયુવાળો મહાના૨ક થયો. અને શેષ રાજાઓએ તેના પુત્ર ઉદાયીને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, તે રાજાધિરાજ થયો. એ પ્રમાણે તે રાજા કોણિક અને હલ્લ વિહલ્લ ભાઈઓના પણ સ્નેહનો ક્ષય થયો, અને જે અતિદારુણ વે૨નો હેતુ બન્યો. ૫૨૩૧| ચેટક અને કોણિક રાજાઓ અતિ સ્નેહાળુ બાંધવ હોવા છતાં પણ જે કાલાદિરાજાઓના નાશ ના હેતુભૂત વેરાનુબંધ થયો. I૨૩૨ બીજા પણ ઘણા રાજાઓ વચ્ચે પરસ્પર સુંદર ભાઈચારાપણું હતું, શ્રેષ્ઠ ક્રોડો સુભટોનો નાશ કરનાર સંગ્રામ થયો. ।।૨૩। અહીં તેબધાનું કારણ રત્નો માંગવા દ્વારા મહાપાપી પદ્માવતી રાણી થઈ, શેષ સ્ત્રીઓની પણ આવી જ ગતિ છે ॥ ઇતિ પદ્માવતી કથા સમાપ્ત || જ્વાલાવલી કથા અત્યારે જ્વાલાવલીની કથા કહેવાય છે આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના ગંધિલાવતી રાજ્યમાં જયપુરનામે નગર છે. ત્યાં જયશ્રીનું સંકેત સ્થાન એવો શ્રીચંદ્રનામે રાજા છે. તેને આખાયે રાણીવાસમાં પ્રધાન ભાનુમતી નામે રાણી છે, તે સંતાન વગરની હોવાથી માનતા કરે છે, મંડલો આલેખાવે છે, સ્નાન વગેરે કરે છે, ઔષધોનું પાન કરે છે, રક્ષક લખાવે છે, મંત્ર તંત્ર જાત્રા કરાવે છે, મૂળ બંધાવે છે, સર્વ દેવર્તીઓની પૂજા કરાવે છે ઘણું શું ? પુત્રાર્થી તેણીએ જગતમાં તે કંઈ નથી જે આણે ન કર્યું હોય, અથવા આશા પિશાચિકા દ્વારા બધાને નાચ કરાવાય છે. ॥૧॥ આશાપિશાચથી ગ્રસ્ત થયેલી (ભૂઆભલ્લા / રાક્ષસ) તાંત્રિક માંત્રિક લોકોના ભક્ષણસ્થાને તે બિચારી રહે છે, આ એ પ્રમાણે જ છે, કારણ કે આ કહ્યું છે... હોરા હાથ જોવો, મંત્રવશીકરણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy