SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૩૫ પુણ્ય ક્ષીણ થઈ ગયું છે એમ માની નાશી ગયા. ૧૭૨ તેઓને ભાગેલા દેખીને પોતાના બળ સાથે જલ્દી ચેડારાજા નિજનગરમાં પ્રવેશી ગયા. રોધકથી-સુરક્ષાથી સુસજ્જ થઈને ત્યાં રહ્યાં ||૧૭૩. કોણિકરાજાએ પણ કોઈ પણ સંચાર ન કરી શકે તેમ આખાયે નગરને ઘેરી લીધું, ત્યારે દિવસે દિવસે તેઓનું યુદ્ધ થાય છે. ૧૭૪ || તે હલ્લવિહલ્લ પણ સેચનકાહાથી ઉપર ચઢી નિત નિત રાત્રે (કોણિકની) છાવણીમાં ધાડ પાડે છે-હુમલો કરે છે. ૧૭પો. દરરોજ આમ કરવાથી આખું સૈન્ય તેઓથી હેરાન પરેશાન થઈ ગયું, પરંતુ સેચનકતાથી ઉપર બેસેલા હોવાથી કોઈ પણ હિસાબે પકડાતા નથી. ૧૭૬ll ત્યારે કોણિક વિચારે છે; “આ બંને કુમારોને કેવી રીતે મારી શકાશે ? કારણ કે એમને તો પ્રાયઃકરી આખા સૈન્યને હેરાન કરી નાખ્યું ૧૭૭ | ત્યારે મંત્રીવર્ગે કહ્યું હે રાજન્ ! હાથી જીવતા છતા, એઓ મહાપ્રચંડ પ્રભાવવાળા મારી શકાશે નહી. ૧૭૮. ત્યારે કોણિક રાજા કહે છે “જો આમ છે તો હાથીને પણ મારીનાખો, રખેને આપણો થોડા દિવસોમાં નાશ કરી જાય” ૧૭૩ ત્યારે મંત્રીઓએ તે હાથીના માર્ગમાં ખેરના અંગારાથી ભરેલો ખાડો બનાવ્યો જે ઉપરથી ફરી ઓળખી પણ ન શકાય તે રીતે ઢાંકી દીધો. ૧૮૦ || જ્યારે રાત્રે હાથી તે સ્થાને આવ્યો ત્યારે વિર્ભાગજ્ઞાનથી ખાડો જાણી હંકારવા છતાં આગળ જતો નથી. ૫૧૫ ત્યારે તેઓએ કડવા વચનોથી ઠપકો આપ્યો, તે પાપી ! તારી ખાતર અમે આ નાનાજીને આપત્તિના મહાસાગરમાં નાખ્યા. એટલામાં તું પણ થાક્યો એ પ્રમાણે કહેતા હાથી કુમારોને પોતાના પીઠ દેશથી નીચે ઉતારે છે અને દુસહ એવા સ્વામીના વચનને સહન નહી કરતો તે હાથી ખાડામાં એકાએક ઝંપલાવે છે, અને મરીને પહેલી નરકમાં ગયો, આનાથી કુમારો પણ વિચારે છે ... અકૃતજ્ઞ એવા અમારા વચનોથી અમારું રક્ષણ કરી હાથીવડે જાતનો વિનાશ કરાયો તેવા અમારા જીવનથી શું ? |૧૮૫ || સૈન્ય યુક્ત ૧૮ રાજાઓ સાથે શરણાગત વત્સલ મહારાજા ચેટકને આપત્તિમાં નાંખ્યા. ૧૮૬ll , કુલમાનથી ગર્વિષ્ઠ એવા કરોડો માણસોને ઘોડાઓ સાથે દૂર-ખૂબ અશુદ્ધભાવવાળા અમોએ મરાવ્યા. ૧૮૭ | ઇંદ્રના ગજેંદ્રનો વિભ્રમક-વિભ્રમ કરાવનારા લાખો હાથીઓ ને રથોની સાથે અને પોતાની સમાન દેહવાળા રાજાઓને યમરાજના ઘેર મોકલ્યા છે૧૮૮ | અભયકુમારને ધન્ય છે કે જેમણે રાજય છોડી દીક્ષા લીધી. અમે પણ દીક્ષા લઈશું. પાપકારી રાજ્યથી સર્યું. ૧૮૯ |
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy