SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૩૩ છે, ચિત્રની શોભા (વાળી ધ્વજાઓ) છેદાઈ રહી છે. ૧૩ણા. ભાલા અને બરછી ફેંકાઈ રહ્યા છે, અનેકશસ્ત્રોથી વ્યાપ્ત ભટો-સૈનિક નામ ગોત્રની ઘોષણા કરી રહ્યા છે. ભટ્ટ દ્વારા સૂક્તિઓ ભણાઈ રહી છે, અનેક શીર્ષો છેદાઈ રહ્યાં છે, બિંદાયેલા ઘોડાઓ હષારવ કરી રહ્યા છે. તુટતી તલવારોથી ભયંકર, અનેક નિશાનોના અવાજો સંભળાઈ રહ્યા છે (૧૩૯ || એ પ્રમાણે કાયર માણસો માટે બિહામણું અને સુભટ સમૂહ સિંહનાદ મૂકી રહ્યા છે, સૂરજ ઢંકાઈ જવાથી દિશા મોહને પેદા કરનારું, એવું તે રણાંગણ થયું. ૧૪ ના એ પ્રમાણે ગંધર્વ, સિદ્ધ, વિદ્યાધરોથી ગગનમાર્ગ ઢંકાઈ જતા ભયંકર રીતે ભ્રમણ કરતા દુષ્ટ સેંકડો ડાકિનીથી વ્યાપ્ત થતા ચેડારાજાના સૈન્ય આપેલા અતિભયંકર ઘાતથી ભેદાયેલા ગાત્રવાળું કોણિકરાજાનું સમસ્ત સૈન્ય સત્ત્વહીન બની ભાગી ગયું ૧૪૧ તેને ભાંગેલુ દેખી આશ્વાસન આપતો ક્ષણ માત્રમાં સેનાની પ્રલયકાળના વાદળાની જેમ કાલકુમાર બાણસમૂહની ધારાથી વરસવા લાગ્યો. /૧૪રા તેના બાણ સમૂહની ધારાથી હણાયેલ આખો સાગર ઘૂહ સાગરની જેમ ક્ષોભ પામ્યો, જે બૃહ ચેડારાજાએ રચ્યો હતો. તેને ભેદીને આ તે બૂહની મધ્યે પ્રવેશ કરે છે, જયાં સ્વયં ચેટક રાજાધિરાજ રહેલા છે. ૧૪૪ તેને દેખીને ચેડારાજા વિચારે છે “અહો ! આનાથી મારું સૈન્ય બચી શકશે નહીં, જયાં સુધી આને મારવામાં નહીં આવે” ૧૪૫ // એમ વિચારી દિવ્ય બાણ છોડ્યું તેનાથી તે ભૂદાઈ ગયો. એકાએક કાલસેનાપતિ યમરાજાના ઘેર પહોંચી ગયો. ૧૪૬. ત્યારે નાયક વગરની તે સેના પાછી વળી, કોણિક પણ ત્યારે દિવસની અંતે યુદ્ધ સંતરીને સ્વસ્થાને રહ્યો. ૧૪૭ી. હવે બીજા દિવસે ત્યારે મહાકાલ નામના બીજા ભાઈને સ્વયં કોણિકે સેનાધિપતિ તરીકે સ્થાપ્યો. ૧૪૮ તેનો પણ ચેડા રાજાએ એક જ બાણે ઘાત કર્યો. એમ દશ દિવસોમાં દશેય ભાઈઓને યમરાજાના ઘેર પહોંચાડી દીધા. ૧૪મી હવે કોણિક વિચારે છે કે નાનજીના બાણની આગળ ઊભું રહેવા કોણ સમર્થ છે? “આજે મારો પણ કાલ પાકી ગયો છે” એમ હું માનું છું. II૧૫ના એમ વિચારતા તેણે આવી મતિ ઉત્પન્ન થઈ કે પૂર્વ પરિચિત ઇંદ્રને હું આરાધું. ૧૫૧ ત્યારે ઇંદ્રને આરાધવા હેતુ તે ત્રણ ઉપવાસકરે છે, આસન ચલાયમાન થતા ઈંદ્ર તરત જ ત્યાં આવ્યો. મારા સ્થાનથી ચ્યવી આ ખેરખર કોણિક થયો, આ માટે સમાન છે, એમ જાણી ચમરેન્દ્ર પણ આવે છે. ૧૫૩ || એથી અસુરેન્દ્ર અને સુરેન્દ્ર બન્ને પણ કોણિકને એ પ્રમાણે કહે છે કે “રાજેન્દ્ર કહો શું કરીએ ?' તે કહે છે “ચેટકરાજાને હણો’ ||૧૫૪ |
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy