SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૨૩ બીજો કોઈ હાથી તેની સાથે ૨મે નહીં માટે. એ પ્રમાણે દિવસે દિવસે અધિકાધિક લૂલાપણું દેખાડતી આધા પહોરે એકપહોરે દિવસે ૨ -૩ દિવસે મળે છે. એ પ્રમાણે યુથાધિપને વિશ્વાસમાં લઈને માથા ઉપર ઘાસનો પૂળો મૂકીને તાપસના આશ્રમે ગઈ, અને તેઓના ચરણમાં પડી. તેઓએ પણ આ બિચારી શરણે આવેલી છે. “એમ માનતા” તપાસોએ તેને કહ્યું, હે વત્સે! વિશ્વાસ રાખીને રહે'. ત્યારે તે હાથિણીએ બીજા દિવસે પ્રધાન હસ્તિરત્નને જન્મ આપ્યો. અને વળી..... ચંદ્રના કિરણના સમૂહ સરખા ચાર દાંતવાળો, સર્વલક્ષણથી સંપન્ન, ભૂમિમાં પ્રતિષ્ઠિત સપ્તઅંગથી સુશોભિત એવા હાથીને જન્મ આપે છે... ।। ૧૭ | તેને ત્યાં જ મૂકીને જલ્દીથી યૂથને મળી, ત્યાર પછી વચ્ચે વચ્ચે આવીને તે હાથીના બચ્ચાને પોષે છે. વૃદ્ધિ પામેલો તે હાથી બગીચાના ઝાડોને સિંચતા તાપસકુમારોને દેખી પોતે પાણી ભરેલી સૂંઢ દ્વારા વૃક્ષોને સિંચે છે. તેથી તાપસોએ “સેચન” એ પ્રમાણે નામ કર્યું. અનુક્રમે મોટો હાથી બન્યો. એકદિવસ નદીએ પાણી પીવા ગયેલા તેણે પિતા-યુથાધિપતિ જોયા. ત્યારે તેને દેખી યુદ્ધ કરવા લાગ્યો. અને વળી... દાંતરૂપી સાંબેલાવડે વીંધે છે અને સૂંઢરૂપી દંડો વડે બંને પ્રહાર કરે છે. ક્રોધથી કંઈક રાતા પડેલા લોચનવાળા બંને પત્થરો નાંખે છે. એ પ્રમાણે યુદ્ધ કરતાં તેમાંથી પિતા હાથી જે ઘડપણથી જીર્ણ શ૨ી૨વાળો હતો તેને આ યુવાન હાથીએ એકાએક મરણને શરણ કરી દીધો. ॥ ૧૯ || ત્યારે તે યૂથ ઉપર અધિષ્ઠિત થઈને પોતે યુથાધિપ થયો. તેણે વિચાર્યું કે ખરેખર માતાએ મને છુપી રીતે રહ્યો. તેથી તે આશ્રમ પદને ભાંગી તેમ કરું કે જેમ બીજી કોઈ હાથિણી આવી રીતે રક્ષણ ન કરી લે. એમ વિચારી તે આશ્રમ પદને ભાંગી નાંખ્યું. અરે પાપીની કૃતઘ્ના તો દેખો એમ રોષે ભરાયેલા તે તાપસોએ શ્રેણિક રાજાને કહ્યું કે જેવો કે તેવો તમારા ભવનને યોગ્ય એક શ્રેષ્ઠ હાથી જંગલમાં રહેલ છે, તેથી તેને પકડી લો. શ્રેણિકે પણ તે જ ક્ષણે ત્યાં જઈને બાંધીને લાવ્યો. ત્યાર પછી આલાનસ્તંભે બાંધ્યો. એ અરસામાં તે તાપસોએ કહ્યું કે ‘ભો સેચનક ! તારી કેવી દશા આવી ? અમારા આશ્રમ પદને ભાંગવાનું ફળ મેળવ્યુંને તે !' હાથીએ પણ મને આ લોકોએ આવી દશા અપાવી છે” એથી રોસે ભરાઈને આલાનસ્તંભ ભાંગી નજીકના તાપસોનો ચૂરો કરી વનમાં જતો રહ્યો. શ્રેણિક પણ પાછળ દોડ્યો. તે હાથી દેવાધિષ્ઠિત છે, તેથી તેના દેવતાએ કહ્યું કે -તે ‘આવું કર્મ કર્યું છે જેથી શ્રેણિકના વાહન રૂપે થવું જ પડશે. તને બલાત્કારે લઈ જશે, તેના કરતા જાતે જવામાં ગૌરવ છે'. સેચનક (દેવે) વિધાન કરેલ ઉપદેશને ગ્રહણ કરી જાતે આલાનસ્તંભે જઈ ઉભો રહ્યો. લોકોએ શ્રેણિકને કહ્યું - હે દેવ ! હાથી જાતે જ પાછો આવ્યો છે. શ્રેણિક પણ “દેવતાઈ હાથી છે.” એમ માની-જાણી પટ્ટહસ્તી બનાવ્યો. આ સેચનકની ઉત્પત્તિ ॥ અત્યારે હારાદિની ઉત્પત્તિ બતાવે છે. આ ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ કોશાંબી નામની નગરી છે. તેમાં સુપ્રસિદ્ધ, શૂરવીર, પરાક્રમી શતાનિક નામે રાજા છે || ૨૭ || બીજો ત્યાં સેડુક નામનો મુખ્ય બ્રાહ્મણ વસે છે. ગર્ભવતી ભાર્યાએ તેની પાસે ઘી ગોળ વગેરેની પ્રાર્થના કરી.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy