SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૨૧ અસ્વસ્થ બની ગયો. એજ વખતે સુકલકડી કાયાવાળો તે મુનિ પારણા માટે દ્વાર ઉપર આવ્યો. અહો ! જ્યારે જ્યારે આ મહાપાપકર્મી ઋષિ ઘેર આવે છે, ત્યારે ત્યારે રાજાની આવી દશા થાય છે. અને વળી... ‘અધન્ય અભવ્ય જ્યાં જાય છે, ત્યાં વસનારની શાંતિને હરે છે, અથવા કબૂતર-પારેવા જ્યાં પ્રવેશ કરે છે ત્યાં ડાળ સુકાઈ જાય છે.' ।। ૧૨ । એમ વિચાર કરનારા દ્વારપાલોએ પારણું કરાવ્યા વિના તેને ગળાથી પકડી બહાર કાઢી મૂક્યો. થોડી વાર પછી વેદના શાંત થતા રાજાએ આ વૃતાંત જાણ્યો. અહો ! મારી અશુભ પરિસ્થિતિ છે જેથી જે જે કરું છું તે તે ઊંધુ જ પડે છે. તો કેવી રીતે મુનિને ફરી ફરી વિવિધ અપરાધ કરનાર આત્માને દેખાડું ? એમ વિચારતો રાજા ન ગયો. અને ઉત્પન્ન થયેલ ક્રોધ અગ્નિવાળા મુનિએ વિચાર્યું - ‘અહો ! આ અધમ રાજાને મારા ઉપર મોટો વેરાનુબંધ છે, જેથી મને ગૃહસ્થપણામાં વિડંબના કરતો હતો, તેમ અત્યારે પણ હેરાન કરે છે. તેથી તેનો પ્રતિકાર કરું,' એમ વિચારી તેણે અનશન કર્યું, જો આ તપનિયમનું ફળ હોય તો હું આના વધ માટે થાઉં. એમ નિયાણું કરી મરણ પામી અલ્પઋદ્ધિવાળો વાણવ્યંતર દેવ થયો. તેના નિર્વેદથી સુમંગલરાજા પણ તાપસ થયો. કાલ પાકતા મરીને તે પણ વાણવ્યંતર થયો. અનુક્રમે ત્યાંથી ચ્યવી રાજગૃહ નગરમાં પ્રસેનરાજાનો શ્રેણિક નામે પુત્ર થયો. કાલ પસાર થતા તે મોટો રાજા થયો. તે સેનકનો જીવ પણ ત્યાંથી ચ્યવી શ્રેણિકરાજાની ચેલ્લણા રાણીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં આવતા તે ચેલ્લણા રાણીને દોહલો ઉપન્યો કે શ્રેણિક રાજાના આંતરડા ખાઉં. જે (પુત્ર) પહેલા અમૃતમય દેખાતો હતો અત્યારે તે અતિદારુણ ગર્ભના દોષથી વિષ સરખો થયો. ॥ ૧૩ ત્યારે તેવા પ્રકારના દોહલો ઉત્પન્ન થયેલો જાણીને તે ચેલ્લણાએ વિચાર્યું કે હંત ! ખેદની વાત છે, કોઈક આ રાજાનો વેરી મારા ગર્ભમાં પેદા થયો છે—માળો બાંધી બેઠો લાગે છે. તેથી ગર્ભપાતાદિના ઉપાયથી તેને પાડી નાંખુ. તેથી પાડવાના પ્રયત્ન કરવા લાગી. અને તે કોઈપણ હિસાબે પડતો નથી, તેટલામાં તે રાણી સુકાવા લાગી. ત્યારે શ્રેણિક રાજાએ પૂછ્યું, પરંતુ તે કહેતી નથી. તેથી સોગંધ આપવા વગેરે દ્વારા કેમે કરીને મહામુસીબતે કહ્યું, રાજાએ પણ ‘હે પ્રિયે ! વિશ્વાસ રાખ, તેમ કરીશ, જેમ તારા ચિત્તને શાંતિ મળે’. એમ કહી આશ્વાસન આપી અભયકુમારને કહ્યું. અભયે પણ શ્રેણિકના પેટ ઉપર બકરાના આંતરડાને મૂકી નહીં બદલાઈ - બગડી જતા વસ્રવડે ઢાંકીને ચત્તા સુતેલા અને તેને દેખતા છતાં ખોટી વેદનાના વેગથી આતુરતાને કરતા રાજાના આંતરડા ઉખેડી ઉખેડીને તેને આપ્યા. ત્યારે તે ખાવા લાગી. અને વળી.. જેટલામાં ગર્ભને વિચારે તેટલામાં રાજપુત્રીને - રાણીને - ધીરજ થાય છે અને જ્યારે રાજાને વિચારે છે ત્યારે અધીરતાથી દુઃખી થાય છે. ।।૧૪। દોહલો પૂરો થતા મૂર્છા પામેલી રાણીને સ્વસ્થ થયેલો રાજા દેખાડ્યો. તેથી તે સ્વસ્થ બની. એ પ્રમાણે અનિચ્છાએ ગર્ભને ધારણ કરતી તેને પ્રસૂતિ સમય આવ્યો. પુત્રને જન્મ આપ્યો. ત્યારે “રાજાનો વેરિ છે” એથી કરીને દાસીને કહ્યું કે ‘હલા ! આને એકાંત ઉકરડામાં નાંખી દે.' તે પણ “તહત્તિ” કરી - સ્વીકારીને અશોકવનિકા-બગીચામાં ગઈ ત્યાં મૂકીને જેટલામાં જાય છે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy