SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૧૧ તેઓ પણ ગુરના વચનને “તહત્તિ” કહી સ્વીકાર કરીને રક્ષણ કરે છે. શ્રેષ્ઠ ધનુષ્ય અને બાણના વ્યાપારમાં લાગેલા હાથવાળા-હાથમાં ધનુષ-બાણ લઈ વારંવાર સતત રક્ષણ કરે છે. || ૭ || આ બાજુ તેઓની મધ્યે એક વિદ્યાર્થી અતિ હોંશિયાર ઉગતા યૌવનવાળો હતો તેનો વારો આવ્યો. તે વિચારે “હંત આ ખેદની વાત છે, આ અતિમુગ્ધા-અતિ ભોળી નથી. વળી નાનો છોકરો પણ કાગડાથી નથી ડરતો, આ એ પ્રમાણે ડરે, તેથી પરમાર્થથી આવું સંભવી શકતું નથી. પરંતુ કંઈક દાળમાં કાળુ છે.” એમ હું માનું છું. તેથી આનું રાત દિવસ નિરીક્ષણ કરવું જોઈએ. જેટલામાં બીજા દિવસે તે જ પ્રમાણે નિરિક્ષણ કરવા લાગ્યો. રાંધવું - પકાવવું ઈત્યાદિ જે જે ચેષ્ટા કરે છે તે સર્વને નિપુણ નજરથી આ છાત્ર છૂપો રહી જુએ છે. |૮ | એ અરસામાં તેના ધણીની જેમ ઘરડો થયેલો સૂરજ દિનલક્ષ્મીરૂપી દયિતાને પણ સુરતક્રીડા દ્વારા - શૌર્યચમક દ્વારા ખુશ કરવા સમર્થ નથી. || ૯ || (ત્યારે) લોકોની શરમથી પશ્ચિમ સમુદ્રમાં તે સૂર્ય છૂપી ગયો, અથવા શરમનો માર્યો સૂર્ય (શૂરવીર) પાણીમાં કે અગ્નિમાં પેસે છે. | ૧૦ || અતિરક્ત - અનુરાગી પણ ઘડપણમાં સૂર્ય પ્રિયાને ખુશ નહીં કરી શકતો હોવાથી) અભિમાનના ભારથી અસ્ત - મરણનું શરણ લીધું. || ૧૧ || સૂર્ય અસ્ત થતા દિનલક્ષ્મી રાતા અને રાતા આકાશરૂપી અંબર (વસ્ત્ર) વાળી થઈ. અથવા પતિનું મરણ થતા સ્ત્રી આવું કરે જ છે. (વિધવા રાતાવસ્ત્રો પહેરે છે) || ૧૨ // ઘડપણના કારણે રમાડવા માટે અસમર્થ સૂર્યને દિનલક્ષ્મીએ રાજકુટથી ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધો. || ૧૩ || પોતાના પતિને સમુદ્રમાં નાંખવાથી અપજશના ભયથી ડરેલી અથવા પશ્ચાતાપથી તે પણ સમુદ્રમાં જ ડૂબી ગઈ || ૧૪ | પતિવધના પાપરૂપી મષિ કૂર્ચો - ધબ્બાના મોટા લેપથી લીંપાયેલી હોય તેમ કાળી પડી, રાત્રિના ન્હાને દિનલક્ષ્મીનું લાવણ્ય ખરી પડ્યું. તે ૧૫ / આવા પ્રકારના સંધ્યાટાણે પાણી લાવવાના બહાનાથી ઘડો લઈને નર્મદા મહાનદીના પેલે પાર રહેલ પોતાના પરિચિત ગોવાળ પાસે જવા નીકળી. ઘડા રૂપી નાવડી દ્વારા નર્મદામાં ઉતરી. તે સમયે કેટલાક વિદેશી માણસો નહીં જાણતા હોવાથી નર્મદામાં કુતીર્થથી ઉતર્યા. મોટા મગરે તેમણે પકડ્યા. તેઓએ મોટા અવાજે બમ પાડી. ત્યારે તે બોલી કે આ મગરની આંખો ઢાંકો, ત્યારે તેઓએ તે પ્રમાણે કર્યું એટલે મગર તેમને છોડી નાશી ગયો. તેઓને તે બોલી કે કુતીર્થથી કેમ ઉતર્યા ? એમ બોલતી પેલે પાર ગઈ. તે ગોવાળ સાથે પ્રેમ ક્રીડા કરીને પોતાના ઘેર આવી ગઈ. તે બધું જ પાછળ નિરીક્ષણ કરતા પેલા હોંશિયાર છોકરાએ જોયું. અને પોતાના રક્ષણ કરવાના વારામાં એકલી દેખીને તે છોકરાએ તેને કહ્યું અને વળી... ‘દિવસે કાગડાથી બીએ છે, રાત્રે નર્મદા તરી જાય છે, તું કુતીર્થોને જાણે છે, અને આંખોને ઢાંકવાનું પણ જાણે છે.” || ૧૬ | તે સાંભળી “અહો ! આને મારી બધી ચેષ્ટાઓ જોઈ લીધી લાગે છે.” એમ વિચારણા કરતી
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy