SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારે કહેવા લાગ્યો, “હે દેવ ! હું જાણતો નથી કે તે રાણી કોણ છે. પણ તેના પીઠ ઉપર સાંકળનો ઘા છે' એ તેની નીશાની છે.. || ૧૦૦ | એ કારણથી વ્યાકુલતા-ચિંતા વગરના બની ગયેલા મને હે દેવ ! ઘણા દિવસની બાકી રહેલી જોરદાર ઉંઘ એકાએક આવી ગઈ. / ૧૦૧ / રાજાએ સન્માન કરી શેઠને વિદાય કર્યો, તે શેઠ ઘેર ગયો. તે રાણીને ઓળખવા માટે ભિંડમય - માટીનો હાથી બનાવે છે. રાણી વાસમાં જાહેરાત કરી કે મારા વિપ્નને ટાળવા બધી રાણીઓ નિર્વસ્ત્રો બની આ હાથીને કૂદો. ૧૦૩ / ત્યારે બધી રાણી વિચાર કર્યા વિના રાજાની સમક્ષ નિર્વસ્ત્રા બની હાથીને ઓલંધે છે. પરંતુ પેલી દુષ્ટ પત્ની કહેવા લાગી હે દેવ ! મને આનો ડર લાગે છે, ત્યારે રાજાએ ગુસ્સાથી કમળની નાલથી તાડન કર્યું, તે મૂછ ખાઈ હેઠે પડી. મેં ૧૦૫ ત્યારે રાજા તેની પીઠને જુએ છે, તેટલામાં સાંકળના પ્રહાર જુએ છે. તે દેખી ક્રોધે ભરાયેલા રાજા ગહુલી ગાવે છે. મદોન્મત્ત હાથી ઉપર ચઢનારી ભિંડમયતાથીથી ડરે છે. ત્યાં સાંકળના પ્રહાર થી મૂછ ન પામી અને અહીં કમળ મારવાથી મૂછ પામી ગઈ. ૧૦૭ છે. ત્યારે ક્રોધથી ફફડતા હોઠવાળા રાજાએ મહાવત, રાણી અને હાથી ત્રણેને મોતની સજા ફરમાવી. “હાથીની હોટે ચડાવી તેઓને છિન્નતંકથી અડધા ભંગાયેલ ખડક શિલાથી નીચે પાડો.” ત્રણેને ટુટેલા ખડક ઉપર ચડાવ્યા. ત્યારે લોકો બોલવા લાગ્યા “હે દેવ ! આ બિચારો હાથી શું જાણે ? જેથી આને મારી રહ્યા છો.” પરંતુ રાજા તેના પ્રત્યેના ગુસ્સાને મૂક્તો નથી. તે ૧૧૦ | પ્રેરણા કરતો હાથી એક પગ આકાશમાં અદ્ધર કરે છે. ફરી પ્રેરતા બીજો, પછી ત્રીજો પગ ઊંચો કર્યો. તે ૧૧૧ | જયારે ત્રણ પગ આકાશે રાખી હાથી રહેલો છે, ત્યારે લોકો હાહાકાર કરી આવાં વચન બોલે છે.. “અધધ !! આ રાજા વિવેક વગરનો છે, એમાં કોઈ સંદેહ નથી. જે કાજ વિના આવા હસ્તિરત્નનો નાશ કરે છે.' | ૧૧૩ | તે સાંભળી ઠંડો પડેલો રાજા મહાવતને કહેવા લાગ્યો - “શું હાથીને પાછો ફેરવવા સમર્થ છે ?' તે પણ સામે કહે છે. “જો રાણી સાથે મને અભય આપો તો પાછો ફેરવું.” રાજાએ પણ તેનો સ્વીકાર કર્યો, તેણે પણ હાથીને પાછો ફેરવ્યો. મેં ૧૧૫ / રાજાએ તે બંનેને કહ્યું “મારો દેશ છોડી દો, બીજે જાઓ.” તે બંને પણ ભમતા અનુક્રમે એક ઠેકાણે આવ્યા. ત્યાં નગરની બહાર દેવકુલમાં રાત્રે સૂઈ ગયા. ત્યાં નગરવાસીઓથી ડરેલો એક ચોર પણ ત્યાં પેસે છે. / ૧૧૭ | નગરરક્ષકોએ કહ્યું “રે ! આ દેવકુલને ઘેરી લો. પ્રવેશ કરનારને નજરમાં નહીં આવતો આ ચોર કદાચ ઘા ન કરી દે તે માટે સવારે પકડશું', માટે દેવકુલને ઘેરીને રહ્યા. ભયથી અંદર ભમતો તે ચોર તે રાણીના અંગને અડક્યો. || ૧૧૯ || તેના અપૂર્વસ્પર્શને વેદીને-અનુભવીને મુગ્ધ બનેલી આ બોલે છે. ‘કોણ છે ? કહે તો ખરો', તે બોલ્યો હું ચોર છું. તે ૧૨૦ ||
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy