SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ મૂળશુદ્ધિ ભાગ-૨ સન્માન આપી લક્ષ્મીનિવાસ નગરમાં ગયો. નગરજનોએ સન્માન આપ્યું, રાજમહેલમાં પ્રવેશ કરે છે, અને સભામાં બેસી એ પ્રમાણે બોલે છે...૭૧ ચંડપુત્રને લાવો, તે જ ક્ષણે લાવવામાં આવ્યો. રાજાએ કહ્યું હવે શું ધર્મમાં ઉદ્યમ કરીશ? If૭રો હજી પણ કશું ગયું નથી, મારી મહેરબાનીથી ધાર્મિક બની પોતાના રાજ્યનું શાસન કર, તે સાંભળી ચંડપુત્ર બોલે છે I૭૩ી “રે રે ! મારા ઉપર મહેરબાની કરવાવાળો તું વળી કોણ ?' તે સાંભળી ગુસ્સે ભરાયેલ વિજયપુરનો સ્વામી એકાએક ચાંડાલને સોંપી દે છે, અને કહે છે કે “રે ! આ જ જન્મમાં આને નરક સરખું પાપફળ બતાવો. //૭૪ ૭પી. તેની રાણી પણ ચાંડાલને-સોંપી, તેમને પણ તેવો આદેશ કર્યો, દિવસે દિવસે રાજા અનેક પ્રકારની પીડા યાતના કરે છે-કરાવે છે. //૭૬ો એ પ્રમાણે નરક સમાન દુઃખ સમૂહને અનુભવતા તેના ઉપર ચાંડાલની દીકરી અતિ કુરુપ અને કાણી આસક્ત બની, I૭ળા તેની સાથે દરરોજ રહે છે. તેથી તે ચંડાલો પણ પોતાની દીકરીના સ્નેહથી બંધાયેલા યાતનામાં ઢીલાશ કરવા લાગ્યા. R૭૮. રાજા પણ પોતાના ગુપ્તચર પુરુષો પાસે તે જાણીને ગધેડાની જેમ માર મરાવ્યો અને ચાંડાલોને ભારે દંડ કર્યો //૭૯ રૌદ્ર ધ્યાનમાં મગ્ન બનેલ મરીને સાતમી નારકીમાં ઉપન્યો. ત્યાંથી નીકળી ભયંકર ભવસાગરમાં ભમશે. ૮૦. તેની પત્ની તે ચંડગ્રી પણ ચાંડાલના ઘેર વિડંબના પામતી ચંડાલને પોતાના જીવ કરતા ઘણો વહાલો એવા એક ચાંડાલના છોકરાનું ભક્ષણ કરી ગઈ. ત્યારે ડાકણ જાણીને વિવિધ પ્રકારની પીડા કરીને ગુસ્સે ભરાયેલ ચંડાલે તેને મારી નાખી, તે પણ મરી છકી નારકીમાં ઉત્પન્ન થઈ. I૮૧ ૮૨ // તે પણ ત્યાંથી નીકળી અનંતો સંસાર ભમશે. આ પ્રમાદ દોષ આટલા ચરિત્રથી કહી બતાવ્યો. અત્યારે બાકીનું પણ જે પ્રસ્તુતને લગતું છે, અહીં જે અપ્રમાદના ફળને સાધવા માટે હેતુભૂત બાકીના કથાનકને કહું છું, તમે સાંભળો. I૮૪ની વિજયસેન રાજા પણ પોતાના દેશને મનમાં યાદ કરી સભામાં બેઠેલો એક દિવસ ત્યાંના લોકોને પૂછે છે. I૮પી | ‘તમે કહો કે આ નગરમાં ધર્મ પરાયણ કોણ છે ?” તેઓ બોલે છે “હે દેવ ! સપરિવાર જિનપાલ શેઠ અહીં ધાર્મિક છે. ૮દી. તેનો પુત્ર જિનદત્ત સમસ્ત ગુણ સમૂહનું સ્થાન વિશેષથી ધર્મરુચિવાળો છે. જે અંડપુત્રનો જમાઈ છે.” તે સાંભળી હર્ષથી જેનું આખુંયે શરીર ભરાઈ ગયું છે એવો રાજા કહેવા લાગ્યો. પુત્ર સાથે શેઠને જલ્દીથી બોલાવો. ૮૭ી ll૮૮. ત્યારે પ્રતિહાર-છડીદાર ઉતાવળે પગે જઈ શેઠને કહેવા લાગ્યો – “પુત્ર સહિત તમને રાજા બોલાવે છે, તેથી જલ્દી આવો.” IIટલા શેઠ પણ પોતાના પુત્રોને લઈ રાજા પાસે જાય છે. જિનભક્ત તે રાજા પણ શેઠને આવતા
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy