SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૯ જે મને રુચે તે વરને હું વરીશ. મને આખાંયે નગરમાં ફરતા આ જ ગમ્યો છે.” શેઠ બોલ્યા હે વત્સ ! અમે શ્રાવક છીએ, અમારા ઘેર ચૈત્યવંદન વગેરે ધર્મ અનુષ્ઠાન કરવાં પડે. અને તે બધું તારા મા-બાપને ગમતું નથી. તે બોલી આ વાત ખોટી નથી, (આ કાંઈ ખોટુ - વિરુદ્ધકામ નથી, પરંતુ પરલોકહિત છે, તે ને સ્વેચ્છાએ કરવામાં મા-બાપનો કોઈ રોકવા-ટોકવાનો) અધિકાર નથી.” શેઠ બોલ્યા “જો આમ છે, તો પણ અમારે વાણિયાઓની એવી સમાચારી છે સાસુથી માંડી શોક્યનો વિનય કરવો પડે, અને અનેક પ્રકારનું ઘરનું કામકાજ કરવું પડે. રાજપુત્રી હોવાથી તે બધું તું કરવા સમર્થ નથી.” તે બોલી “હે તાત ! જે આમ કરે છે તે જ આવા બધાને આશ્ચર્ય પમાડે છે. તેથી મહેરબાની કરી અનુજ્ઞા આપો, જેથી મનગમતા વરને વરું.' શેઠે પણ “આસન્નભવ્યા આ કોઈક છે, તેથી બિચારી શિવસુખને મેળવો એમ માનતા બોલ્યા હે પુત્રી ! જો આમ છે તો તને જે ગમે તે થાઓ.” ત્યારે સહર્ષના ભારથી ખડી થયેલી રોમરાજીવાળી તેણીએ જિનદત્તના કંઠમાં વરમાળા આરોપણ કરી. પોતાના ઘેર ગઈ. રાજાએ પૂછ્યું કોને વર્યો ? પરિવારે કહ્યું કે હે દેવ ! જિનપાલશેઠનો પુત્ર જિનદત્ત,” અને તે સાંભળી વર્ષા કાળના વાદળ સમૂહથી જેમ નમસ્તલ અંધારી જાય છે તેમ રાજાનું મોટું કાલુભટ્ટ થઈ ગયું. અને બોલ્યા' અરે પાપી ! આપણા કુળને વિરુદ્ધ આચરણ તેં કેમ કર્યું, વાણિયાનો છોકરો અને તે પણ શ્રાવક, તેવાને વરવાથી તું પ્રાયઃ કરીને બરાબર-પૂરેપૂરી કુલીન નથી. તે બોલી હે તાત ! સ્વયંવર આપીને કેમ આટલો બધો ખેદ કરો છો ? જો આ પરિણામે સુખ આપનાર ન હોય તો ચોક્કસ હું કુલીન નથી.” ત્યારે પોતાના વચનથી બંધાયેલ રાજાએ પોતાને ન ગમવા છતાં બહારથી સ્વીકાર કર્યો. આદર વિના વિવાહ કરાવ્યો. તેને સાસરે મોકલી. ત્યારે યથોચિતભક્તિ વગેરે બધું કરતી દેખીને ખુશ થયેલ શેઠે તેને ધર્મદેશના સંભળાવી અને વળી..... અસાર સંસારમાં દુર્લભ માનવભવ મેળવી હે વત્સ ! ચિંતામણિ રત્નસમાન જિનધર્મને સ્વીકાર. //૪૭ વિવિધ પ્રકારના માનવ-વિદ્યાધર દેવ-દાનવ-ઈન્દ્રનાં સુખો જેના પ્રભાવથી મળે છે, અનુક્રમે સિદ્ધિસુખ પણ મળે છે. I૪૮ ત્રણ ભુવનથી નમસ્કાર કરાયેલ છે ચરણ કમલ જેમના, જેમના અઢારેય દોષ નાશ પામી ગયા છે એવા જિનવર દેવને દેવ તરીકે સ્વીકાર. ૪લા અઢાર પાપસ્થાનોને જે શક્તિથી જીતે છે, દુધરવત-નિયમનું પાલન કરવામાં તત્પર રહે છે, તે મુનીઓને ભાવથી ગુરુ માન. ૫૦ના રાગ દ્વેષ વગરના જિનેશ્વરે જે અવિરુદ્ધ ભાખ્યું છે તે જિનવચનને આગમ તરીકે માન. ૫૧. એ પ્રમાણે શેઠના વચન સાંભળીને આનંદથી પવિત્ર બનેલી શોભાવાળી તે શાંતિમતિ બોલે છે. તાત ! હું અનુશાસન ઇચ્છું છું. //પરા. તેથી તે થોડા દિવસોમાં પરમ શ્રાવિકા થઈ ગઈ. અને બીજા દેશોમાં પ્રસિદ્ધિ થઈ કે તેવા પ્રકારનો સાવ હલકાકૃત્યકારી રાજા છે અને બધી પ્રજા પણ રાજાને અનુસરનારી છે, તો પણ તે જ એક જિનપાલ શેઠ સપરિવાર સર્વગુણ સમુદાયથી યુક્ત છે, વિશેષથી તે જ રાજાનો જમાઈ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy