SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૨૭, ૨૮ વાસ્તુ આદિનો અતિક્રમ બતાવ્યો એ પ્રકારે અર્થ કરાયે છતે ભંગ-અતિચારનો ભેદ ન થાય એથી તેના વિશેષને બતાવવા માટે મીલન-વીતરણ આદિ વડે ભાવના દર્શાવાઈ. અને જે ક્ષેત્રાદિ પરિગ્રહનું નવવિધપણાથી નવસંખ્યાના અતિચારની પ્રાપ્તિ હોતે છતે પાંચ સંખ્યાપણું કહેવાયું તે સજાતીયપણાથી શેષ ભેદોનો પાંચમા અંતર્ભાવ કરવાથી છે. કેમ ક્ષેત્રાદિ નવ ભેદ ન કરતાં પાંચ ભેદ કર્યા ? તેથી કહે છે - ૭૭ શિષ્યના હિતપણાને કારણે પ્રાયઃ સર્વજ્ઞ મધ્યમગતિનું વિવક્ષિતપણું હોવાથી પાંચ સંખ્યાથી જ અતિચારનું પરિગણન છે. આથી ક્ષેત્ર-વાસ્તુ આદિ સંખ્યાથી અતિચારોનું અગણન ઉપપન્ન છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૭/૧૬૦ના ભાવાર્થ: આત્માના અપરિગ્રહ સ્વભાવને પ્રગટ ક૨વા માટે આત્માથી ભિન્ન એવા દેહથી માંડીને સર્વ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને, આત્માના અપરિગ્રહ સ્વભાવને ભાવન ક૨વા અર્થે સદા સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વ ન થાય તે પ્રકારે સાધુ યત્ન કરે છે. અને તેવા અપરિગ્રહ સ્વભાવને જ પ્રગટ ક૨વાના અર્થી સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવકો હોય છે, તેથી પોતાને બાહ્ય પદાર્થો પ્રત્યે જે મમત્વ છે તેના કારણે જે પરિગ્રહને ધારણ કર્યો છે તેને નિયત પરિમાણવાળો કરીને શક્તિની વૃદ્ધિ થાય તો અધિક અધિક સંકોચ ક૨વા યત્ન કરે છે. અને તેવા શ્રાવકો જે પ્રમાણે પોતાનું સત્ત્વ જણાય તે પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કરે છે. તે પરિગ્રહ પરિમાણમાં કોઈ અતિચાર ન લાગે તેના માટે પરિગ્રહ પરિમાણવ્રતના અતિચારોને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યત્ન કરે છે અને તે અતિચારોના પરિહારપૂર્વક પરિગ્રહપરિમાણવ્રતને પાળીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. આમ છતાં, ક્યારેક લોભાદિને વશ પોતાના પરિગ્રહપરિમાણવ્રતમાં અતિચાર લાગે તો મલિન થયેલું તે વ્રત ઉત્ત૨ ઉત્તરની ગુણસ્થાનકની ભૂમિકામાં જવા સમર્થ બને નહિ; તેથી અનાભોગ આદિથી પણ કોઈ અતિચાર લાગેલો હોય તો તેની શુદ્ધિ કરીને દેશવિરતિવ્રતને નિર્મળ કરે છે. તે માટે ઉપદેશક શ્રાવકને વ્રત પ્રદાન કર્યા પછી તે વ્રતોના અતિચારોનું સ્વરૂપ બતાવે છે. II૨૭/૧૬૦ના અવતરણિકા : अथ प्रथमगुणव्रतस्य અવતરણિકાર્ય : હવે પ્રથમ ગુણવ્રતના અતિચારો કહે છે અર્થાત્ દેશવિરતિ ઉચ્ચરાવ્યા પછી તે તે વ્રતોના અતિચારનો શ્રાવકને યથાર્થ બોધ થાય તે અર્થે ક્રમપ્રાપ્ત ગુણવ્રતોના અતિચારોને કહે છે સૂત્ર : ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ।। २८/१६१ ।।
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy