SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬ આ પરવિવાહ આદિને આચરતો પુરુષ ચોથા અણુવ્રતને મલિન કરે છે. અને અહીં=પાંચ અતિચારોમાં બીજો અને ત્રીજો અતિચાર=ઇત્વરપરિગૃહીતા અને અપરિગૃહીતાગમન રૂપ બીજો અને ત્રીજો અતિચાર, સ્વસ્ત્રીમાં સંતોષના વ્રતને લેનાર શ્રાવકને જ છે, ઇતરને નહિ=જેણે તે પ્રકારનું વ્રત ગ્રહણ કર્યું નથી તેને બીજો-ત્રીજો અતિચાર પ્રાપ્ત થતો નથી. વળી શેષ ત્રણ અતિચારો બન્નેને છે=સ્વદારાસંતોષ વ્રતવાળાને અને પરસ્ત્રીના વિરમણના વ્રતવાળા એવા બન્નેને પણ છે. આ પ્રમાણે આ જ=બીજો-ત્રીજો અતિચાર સ્વદારાસંતોષીને છે, અન્યને નહિ એ જ સૂત્ર અનુપાતી છે=શાસ્ત્રસંમત છે, જેને કહે છે - ૭૧ “સ્વદારાસંતોષવાળાને આ પાંચ અતિચારો છે”. (ઉપાસકદશાંગસૂત્ર) ઇત્યાદિ. અને અહીં=ચોથા અણુવ્રતના વિષયમાં, બીજા-ત્રીજા અતિચારવિષયક આ ભાવના છે ભાડું આપીને અલ્પકાળના સ્વીકારથી પોતાની સ્ત્રી કરીને વેશ્યાને ભોગવનારને પોતાની કલ્પનાથી, પોતાને સ્ત્રીપણું હોવાને કારણે, વ્રતસાપેક્ષ ચિત્તપણું હોવાથી ભંગ નથી અને અલ્પકાળ માટે ગ્રહણ હોવાથી વસ્તુતઃ પોતાની સ્ત્રી નહિ હોવાથી ભંગ છે, એથી ભંગાભંગરૂપ અતિચાર છે. અને અપરિગૃહીત એવી સ્ત્રીના ગમતમાં અનાભોગાદિથી કે અતિક્રમાદિથી અતિચાર છે. વળી, પરસ્ત્રીનું વર્જન કરનારા શ્રાવકને આ બે અતિચારો નથી; કેમ કે અલ્પકાળ માટે પરિગૃહીત કે અપરિગૃહીત એવી વેશ્યાનું અપરસ્ત્રીપણું છે, પરસ્ત્રીપણું નથી. અને અનાથ એવી કુલીન સ્ત્રીનું અનાથપણું હોવાના કારણે જ પરસ્ત્રીપણું નથી. વળી, બીજા કહે છે ઃ ઇત્વરપરિગૃહીતા સ્ત્રીનું ગમન સ્વદારાસંતોષવાળા પુરુષને અતિચાર છે. અને અપરિગૃહીતા સ્ત્રીનું ગમત પરદારાવર્જી એવા શ્રાવકને અતિચાર છે. ત્યાં પ્રથમની ભાવના પૂર્વની જેમ જાણવી. વળી, બીજાની ભાવના આ પ્રમાણે છે અપરિગૃહીત એવી વેશ્યા, તેને જ્યારે બીજા વડે ભાડાથી ગ્રહણ કરાયેલી હોય ત્યારે પરસ્ત્રીના ગમનજન્ય દોષનો સંભવ હોવાથી અને કથંચિત્ પરસ્ત્રીપણું હોવાથી ભંગ છે અને વેશ્યાપણું હોવાથી અભંગ છે, તેથી ભંગાભંગરૂપ અતિચાર વળી, અન્ય અન્યથા કહે છે “પરદારાના ત્યાગ કરનાર શ્રાવકને પાંચ અતિચાર થાય છે. વળી, સ્વદારાસંતોષવાળા શ્રાવકને ત્રણ અતિચાર થાય છે. અને સ્ત્રીને ત્રણ અથવા પાંચ ભંગવિકલ્પોથી જાણવા. ૧૧૨।।” (સંબોધપ્રકરણ ૭/૪૧) — અહીં ભાવના આ પ્રમાણે છે પર દ્વારા ઇત્વરકાલ માટે જે ગ્રહણ કરાયેલી વેશ્યા, તેના ગમનનો અતિચાર પરદારા વર્જન કરનાર શ્રાવકને છે; કેમ કે કોઈક અપેક્ષાએ વેશ્યાનું પરસ્ત્રીપણું છે. અને અપરિગૃહીત એવી અનાથ કુલીન સ્ત્રીનું જ જે ગમન તે પણ પરદારા વર્જન કરનાર શ્રાવકનો જ અતિચાર છે; કેમ કે લોકમાં અનાથ, કુલાંગતા પરસ્ત્રી રૂપે રૂઢ છે. અને તેની કામનાવાળા પુરુષ વડે કલ્પનાથી પર એવા ભર્તાદિના અભાવના કારણે અપરદારા છે. વળી, શેષ
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy