SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૫, ૨૬ તેના પ્રતિરૂપક વ્યવહાર વણિક કલા જ છે એ પ્રકારે સ્વકીયકલ્પનાથી વ્રતરક્ષણમાં ઉઘતપણું હોવાને કારણે અતિચાર છે. i૪-૫ll અથવા સ્તનપ્રયોગ આદિ પાંચે પણ આ વ્યક્તચોરીરૂપ જ છે. ફક્ત સહસાત્કાર આદિથી કે અતિક્રમ, વ્યતિક્રમ આદિ પ્રકારથી કરાતા અતિચારપણાથી કહેવાય છે અને આ અદત્તાદાનના અતિચારો, રાજસેવક આદિને સંભવતા નથી, એમ નહિ; તે આ પ્રમાણે – પ્રથમ બેનો સ્પષ્ટ જ તેઓને સંભવ છે. અને વિરુદ્ધ રાજ્યાતિક્રમ વળી, જ્યારે સામંત આદિ સ્વસ્વામીની વૃત્તિ ઉપર જીવે છે તેના વિરુદ્ધના સહાયક થાય છે ત્યારે તેને અતિચાર થાય છે. વળી, ફૂટતુલ આદિ જ્યારે ભાંડાગાર દ્રવ્યનો=ભંડારતા દ્રવ્યનો, વિનિમય કરાવે છે ત્યારે રાજાને પણ અતિચાર થાય છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૫/૧૫૮ ભાવાર્થ - સાધુ સંયમજીવનમાં સૂક્ષ્મ પણ અદત્તાદાનનો દોષ ન લાગે તદ્અર્થે સંયમની વૃદ્ધિનું કારણ બને તેવાં જ આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાયેલાં આહાર-વસ્ત્ર આદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય તે પ્રકારનો જ યત્ન કરે છે, જેથી તીર્થકર અદત્તદાનાદિ દોષોનો પરિહાર થાય છે અને તેવું પૂર્ણ અદત્તાદાન વિરમણ શ્રાવકને પ્રાપ્ત કરવું છે. તેના અભ્યાસ અર્થે સ્થૂલથી અદત્તાદાનની વિરતિ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય વિવેકી શ્રાવક કરે છે. તેવા વિવેકી શ્રાવકો લોભાદિ કષાયને વશ સ્થૂલ અદત્તાદાન વિરતિમાં મલિનતા થાય તે રીતે ધનવૃદ્ધિ અર્થે ક્યારેય યત્ન કરે નહિ, પરંતુ અત્યંત નીતિપૂર્વક ધન કમાઈને જીવનવ્યવહાર ચલાવે. આમ છતાં ક્યારેક નિમિત્તને પામીને લોકષાયને વશ સ્તનપ્રયોગાદિ અતિચારો સેવે તો તેના વ્રતોનું માલિન્ય થાય છે, તેથી શ્રાવકે તે અતિચારોને નિપુણતાપૂર્વક જાણીને પોતાના જીવનમાં તેનો પરિહાર કરવા માટે યત્ન કરવો જોઈએ. તે અર્થે ઉપદેશક શ્રાવકને વ્રતો આપ્યા પછી ત્રીજા વ્રતના અતિચારો કઈ રીતે થાય છે તેનો બોધ કરાવે છે. જેથી અતિચારના પરિહારપૂર્વક ત્રીજા વ્રતનું પાલન કરીને શ્રાવક શીધ્ર સર્વવિરતિની શક્તિનો સંચય કરે. ૨૫/૧૫૮ અવતરણિકા : अथ चतुर्थाणुव्रतस्य स्वदारसंतोषलक्षणस्य परदारपरिहाररूपस्य चातिचाराः - અવતરણિકાર્ય - હવે સ્વસ્ત્રીસંતોષરૂપ અને પરસ્ત્રીના પરિહારરૂપ ચોથા અણુવ્રતના અતિચારોને કહે છે – સૂત્ર : परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनाऽनङ्गक्रीडातीव्रकामाभिलाषाः Tોર૬/૧૧૧ /
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy