SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩સુત્ર-૨૩ “હું મારીશ નહિ એ પ્રકારે વ્રતવાળા શ્રાવકને મૃત્યુ વગર જEવધાદિને માટે કરાતા યત્નના વિષયભૂત જીવના મૃત્યુ વગર જ, અહીં=વ્રતમાં, શું અતિચાર છે ? ઉત્તર અપાય છે – કોપ પામેલો એવો જે શ્રાવક બંધાદિ કરે છે એ શ્રાવક નિયમમાં=સ્વીકારાયેલા વ્રતના નિયમમાં, અનપેક્ષાવાળો છે=વ્રતના પાલનની અપેક્ષાવાળો નથી. મૃત્યુના અભાવને કારણે નિયમ છે=વ્રતનું નિયમ રક્ષિત છે. તેના કોપથી દયાહીનપણાને કારણે વળી ભંગ છે=વ્રતનો ભંગ છે. દેશથી ભંગને અને દેશથી અનુપાલનને કારણે પૂજ્યો અતિચાર કહે છે. ll૧૦૮-૧૦૯" (). અને જે કહેવાયું નથી શંકા વડે જે કહેવાયું “વ્રતની મર્યાદા તૂટશે” અર્થાત્ બંધાદિને વ્રત સ્વીકારશો તો પાંચ અણુવ્રતોને બદલે બંધાદિનો પરિહાર પણ વ્રત થવાથી ૨૫ વ્રતોની પ્રાપ્તિરૂપ આપત્તિ આવશે તે અયુક્ત છે; કેમ કે વિશુદ્ધ હિંસાદિવિરતિના સદ્ભાવમાં બંધાદિનો અભાવ જ છે. આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, બંધાદિ અતિચાર જ છે અને બંધાદિના ગ્રહણનું અતિચારરૂપે બંધાદિના ગ્રહણનું, ઉપલક્ષણપણું હોવાથી મંત્ર, તંત્ર પ્રયોગ આદિ અન્ય પણ આ રીતે=બત્પાદિની જેમ અહીં પહેલા અણુવ્રતમાં, અતિચારપણાથી જાણવા. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૩/૧૫૬ ભાવાર્થ શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સંપૂર્ણ પ્રાણાતિપાતની વિરતિ કરી શકે તેમ નથી, તેથી દેશથી પ્રાણાતિપાતની વિરતિ માટે ઉદ્યમ કરે છે. તે ઉદ્યમ દ્વારા સર્વ જીવો પ્રત્યે પોતાનો દયાળુ સ્વભાવ નાશ પામે નહિ તે અર્થે પોતાનાથી શક્ય એવા ત્રસજીવોનાં પાપોનો નિષેધ કરે છે અને તેવા શ્રાવકે પોતાની આજીવિકા માટે શક્ય હોય તો પશુપાલનનાં કૃત્યો કરવા જોઈએ નહિ; કેમ કે તેમાં બંધવધાદિના પ્રસંગો પ્રાપ્ત થાય. છતાં અન્ય રીતે આજીવિકાનો નિસ્તાર ન થતો હોય તો પોતાના દયાળુ સ્વભાવને વ્યાઘાતક ન થાય તે રીતે અંતરંગ યતનાપૂર્વક પશુ આદિ પાસેથી કૃત્યો કરાવવાં જોઈએ અને વ્રતના પરિણામમાં પ્રમાદને વશ વધબંધાદિ શ્રાવક કરે તો અંતરંગ દયાના પરિણામનો નાશ થવાથી ભાવથી વ્રતનો ભંગ થાય છે. બહારથી જીવનો વધ થયો નથી, તેથી વ્યવહારથી વ્રતના અતિચાર કહેવાય છે અને તે રીતે થયેલા અતિચારનું પ્રાયશ્ચિત્ત શ્રાવકને પ્રાપ્ત થાય છે. વળી, જે શ્રાવક પોતાના વ્રતમાં અતિદઢ યત્નવાળા છે તેઓ તથાવિધ સંયોગથી પશુ આદિ રાખતા હોય તોપણ દયાળુ થઈને સર્વ પ્રવૃત્તિ કરે છે અને વાહનાદિમાં જવાના પ્રસંગ સિવાય, ગૃહત્યમાં કે ગમન આદિમાં ત્રસ જીવોની હિંસા ન થાય તે રીતે ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે છે જેથી જીવરક્ષાના પરિણામની વૃદ્ધિ દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. વળી, પૃથ્વીકાય આદિના વિષયમાં પણ શ્રાવક અવશ્ય શક્તિ અનુસાર યતના કરે છે. જેથી પૃથ્વીકાય આદિ જીવ પ્રત્યે પણ શ્રાવકનો કાંઈક દયાળુ ભાવ વર્તે છે. સ્વજનાદિ સાથે પણ નિરર્થક કોપાદિ કરે નહીં પરંતુ દયાળુ સ્વભાવથી જ સર્વત્ર પ્રવૃત્તિ કરે અન્યથા પ્રથમ અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. ૨૩/૧પકા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy