SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૯, ૨૦ લક્ષણવાળા ધર્મયોગ્ય એવા પ્રાણીમાં જે આરોપણ=સૂત્ર-૧૪, ૧૫માં બતાવેલ વિધિથી જે વિક્ષેપણ, પૂર્વમાં કહેલું દાન કહેવાય છે. કેવી રીતે દાન કરવું જોઈએ ? એથી કહે છે યથાયોગ્ય સાકલ્યવૈકલ્પ દ્વારા=સમસ્ત અણુવ્રત-ગુણવ્રત અને શિક્ષાપદના અધ્યારોપરૂપ સાકલ્યથી અથવા અણુવ્રતાદિના અન્યતમ આરોપણરૂપ વૈકલ્યથી દાન કરવું જોઈએ એમ અન્વય છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૯/૧૫૨ ભાવાર્થ: ઉપદેશક યોગ્ય જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી સર્વવિરતિ ગ્રહણ કરવાની શક્તિ જે શ્રોતામાં નથી તેવો નિર્ણય થાય ત્યારે તે શ્રોતાને પૂર્વમાં કહેલાં ૧૨ અણુવ્રતાદિનું સ્વરૂપ બતાવે છે. અને જે શ્રોતા સમ્યક્ત્વને પામેલ છે તે શ્રોતા “મનુષ્યભવનું સાફલ્ય સંપૂર્ણ નિવદ્ય જીવન છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે આમ છતાં સર્વવિરતિની શક્તિ નથી, તેથી સર્વવિરતિના શક્તિના સંચયના ઉપાયઅર્થે પોતાની શક્તિ અનુસાર, શક્તિ હોય તો ૧૨ વ્રત ગ્રહણ કરે છે અને શક્તિ ન હોય તો પોતાની શક્તિ અનુસાર તે ૧૨ વ્રતમાંથી એક-બે વ્રતો પણ ગ્રહણ કરે છે. અને ઉપદેશક તેવા યોગ્ય શ્રોતાને સૂત્ર-૧૪, ૧૫માં કહેલ વિધિથી જ તે વ્રતોનું દાન કરે છે, જેથી તીવ્ર સંવેગ પામેલ એવો તે શ્રોતા તત્કાલ તે વિધિના બળથી જે વ્રતો સ્વીકારે છે, તે વ્રતને અનુકૂળ દેશિવરતિ આવા૨ક કર્મના વિગમનને કારણે, ભાવથી દેશિવરતિના પરિણામને સ્પર્શે છે; કેમ કે ઉપદેશ દ્વારા તીવ્ર સંવેગને પામેલ અને દેશિવરિત ભાવને અનુકૂળ એવી યોગશુદ્ધિ આદિ ક્રિયાઓમાં સમ્યક્ યત્ન કરીને તે મહાત્મા એ વ્રત ગ્રહણ કરે છે, તેથી વિધિકાળમાં પ્રવર્તતા વિશુદ્ધ ઉપયોગના બળથી અપ્રત્યાખ્યાનાવરણીયકર્મોનો ક્ષયોપશમ થાય છે, જેથી સમ્યક્ત્વપ્રાપ્તિકાળમાં જે સંવરભાવ હતો તે વ્રતના ગ્રહણથી અતિશયતાને પામે છે, તેથી ભાવથી દેશવિરતિ ગુણસ્થાનક સ્પર્શે છે. ||૧૯/૧૫૨ અવતરણિકા : एवं सम्यक्त्वमूलकेष्वणुव्रतादिषु समारोपितेषु यत् करणीयं तदाह – સૂત્રાર્થ : – અવતરણિકાર્ય : આ રીતે=પૂર્વસૂત્રમાં કહ્યું એ રીતે, સમ્યક્ત્વ મૂળ અણુવ્રતાદિ સમારોપણ કરાયે છતે=ગુરુ દ્વારા શ્રોતામાં સમારોપણ કરાયે છતે, જે કર્તવ્ય છે=વ્રત ગ્રહણ કરનાર શ્રોતાને જે બચતન્સ કૃર્તવ્ય છે તેને કહે છે સૂત્ર ઃ : ૫૧ गृहीतेष्वनतिचारपालनम् ।।२०/१५३ ।। ગ્રહણ કરાયે છતે=સમ્યગ્દર્શનપૂર્વક શક્તિ અનુસાર અણુવ્રતાદિ ગ્રહણ સરો છો, અનતિચાર પાલન કરવું જોઈએ. II૨૦/૧૫૩II
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy