SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ ૪૫ सामायिकं च देशावकाशं च पोषधोपवासश्चातिथिसंविभागश्चेति समासः, 'चत्वारी'ति चतुःसंख्यानि, किमित्याह-'शिक्षापदानि', शिक्षा साधुधर्माभ्यासः, तस्य ‘पदानि' स्थानानि भवन्ति ।।१८/१५१।। ટીકાર્ય : સમાના' . મવત્તિ / મોક્ષની સાધના પ્રત્યે સદશસામર્થ્યવાળા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ સમનો આય=લાભ અથવા સમાય=રાગ-દ્વેષ અત્તરાલવર્તીપણાથી મધ્યસ્થ છતાં પુરુષને જે સમ્યગ્દર્શનાદિ રૂપ આય તે સમાય અથવા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ સમનો આય સામાય, સર્વત્ર સામાયની ત્રણ પ્રકારની વ્યુત્પત્તિ બતાવી તે ત્રણેયમાં, સ્વાર્થ અર્થમાં ‘ઇક' પ્રત્યયનું ગ્રહણ હોવાથી સામાયિક=સાવદ્ય યોગના પરિહારપૂર્વક નિરવદ્ય યોગના અનુષ્ઠાનરૂપ જીવતો પરિણામ. સામાયિકનો અર્થ કર્યા પછી દેશઅવકાશનો અર્થ કરે છે – દેશમાંયોજનશતાદિ પરિમાણરૂપ પૂર્વમાં સ્વીકારાયેલા દિશાવ્રતના વિભાગમાં, પ્રતિદિન પ્રત્યાખ્યયપણાથી અવકાશ=વિષય છે જેને તે તેવું છે=દેશઅવકાશ છે. દેશઅવકાશનું સ્વરૂપ બતાવ્યા પછી પૌષધઉપવાસનું સ્વરૂપ બતાવે છે – પોષને ધર્મના પોષણને આપે તે પૌષધ=શ્રાવકને સેવવા યોગ્ય એવો અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસ. અપવૃત્તદોષવાળા છતા એવા પુરુષને આહારના પરિહારાદિ ગુણોની સાથે વાસ તે ઉપવાસ. જે પ્રમાણે કહેવાયું છે – “દોષથી અપવૃત્ત એવા પુરુષને દોષથી નિવૃત્ત એવા પુરુષને ગુણોની સાથે સમ્યગ્વાસ તે ઉપવાસ જાણવો. શરીરનું વિશોષણ નહિ–બાહ્ય તપ દ્વારા શરીરનું શોષણ ઉપવાસ નથી. II૧૦૭ના" (બ્રહ્મપ્રકરણ ૨૪૧) ત્યારપછી=પૌષધનો અને ઉપવાસનો અર્થ કર્યા પછી પૌષધ, ઉપવાસનો સમાસ બતાવે છે – પૌષધોમાં=અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસોમાં, ઉપવાસ=ઉપવસન, તે પૌષધ ઉપવાસ છે. અતિથિઓ વીતરાગધર્મમાં રહેલાં સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા તેઓને ન્યાયથી પ્રાયઃ કલ્પનીય આદિ વિશેષણવાળા અન્નપાનાદિની સંગતવૃત્તિથી વિભજન=વિતરણ અતિથિસંવિભાગ છે અને તે પ્રમાણે ઉમાસ્વાતિવાચકરચિત શ્રાવકપ્રજ્ઞપ્તિ સૂત્ર છે જે આ પ્રમાણે છે – “અતિથિસંવિભાગ એટલે અતિથિ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે. ઘરે આવેલા આ બધાને=સાધુ, સાધ્વી આદિને ભક્તિથી અભ્યત્થાન, આસનપ્રદાન, પાદપ્રમાર્જન, નમસ્કાર આદિ વડે અર્ચન કરીને યથાવૈભવ=પોતાના વૈભવની શક્તિ અનુસાર અન્ન, પાણી, વસ્ત્ર, ઔષધ, આલય આદિના=નિવાસસ્થાન આદિના, પ્રદાનથી સંવિભાગ કરવો જોઈએ.” ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ત્યારપછી=સામાયિક આદિ ચાર શિક્ષાવ્રતોના અર્થ કર્યા પછી ચારેયનો સમાસ સ્પષ્ટ કરે છે –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy