SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮ અવતરણિકા : एवं सम्यग्दर्शनसिद्धौ यद् गुरुणा विधेयं तदाह - અવતરણિકાર્ય : આ રીતે સૂત્ર-૬, ૭માં કહ્યું કે “જિનવચત શ્રવણ આદિથી પ્રશમ આદિ લક્ષણોવાળું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે” એ રીતે, સમ્યગ્દર્શનની સિદ્ધિ થયે છતે યોગ્ય શ્રોતામાં ઉપદેશના બળથી પ્રથમ આદિ ભાવોના પરિણામવાળું સમ્યગ્દર્શન પ્રગટ થયે છતે, ઉપદેશક ગુરુએ જે કરવું જોઈએ તેને કહે છે – સૂત્ર - उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुव्रतादिदानम् T૮/૧૪૧TI સૂત્રાર્થ - ઉપસ્થિત ધર્મ ગ્રહણ કરવા માટે તત્પર અને ઉત્તમધર્મ સ્વીકારવા માટે અસમર્થ એવા શ્રોતાને=સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ એવા શ્રોતાને, તેના કથનપૂર્વક–સ્વરૂપ અને ભેદાદિથી અણુવ્રતાદિના કથનપૂર્વક, વિધિથી અણુવ્રતાદિનું દાન કરવું જોઈએ. l૮/૧૪૧૫ ટીકા : इह भव्यस्य भवभीरोधर्मग्रहणोद्यममवलम्बमानस्य गुरुणा प्रथमं क्षमामार्दवादिर्यतिधर्मः सप्रपञ्चमुपवर्ण्य प्रदातुमुपस्थापनीयः, तस्यैव सर्वकर्मरोगविरेचकत्वात् यदा चासावद्यापि विषयसुखपिपासादिभिरुत्तमस्य क्षमामार्दवादेर्यति धर्मस्य प्रतिपत्तिः' अभ्युपगमः तस्यामसहिष्णुः अक्षमः तदा तस्य 'तत्कथनपूर्व' स्वरूपभेदादिभिस्तेषाम् अणुव्रतादीनां 'कथनं' प्रकाशनं 'पूर्वं' प्रथमं यत्र तत् तथा, क्रियाविशेषणमेतत्, ‘उपस्थितस्य' ग्रहीतुमभ्युद्यतस्य, किमित्याह-'विधिना' वक्ष्यमाणेनाणुव्रतादिदानं कर्त्तव्यमिति ।।८/१४१।। ટીકાર્ય : રૂ. વ્યક્તિ અહીં=ધર્મ પ્રદાનના વિષયમાં ભવથી ભીરુ, ધર્મગ્રહણ કરવા માટે અવલંબન કરતાં એવા ભવ્ય જીવને ગુરુએ પ્રથમ ક્ષમા-માર્દવ આદિ યતિધર્મ વિસ્તારપૂર્વક વર્ણન કરીને ગ્રહણ કરવા માટે તત્પર કરવો જોઈએ; કેમ કે તેનું જ=સર્વવિરતિ ધર્મનું જ સર્વકર્મરૂપી રોગનું વિરેચકપણું છે. અને જ્યારે હજુ પણ આ ભવભીરુ એવો શ્રોતા વિષયસુખની પિપાસાથી ઉત્તમ ધર્મનાકક્ષમામાદેવ આદિ યતિધર્મના સ્વીકાર માટે અસમર્થ છે ત્યારે તેને તત્કથનપૂર્વક–સ્વરૂપ અને ભેદાદિ વડે અણુવ્રતાદિના
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy