SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-પ7 સૂત્ર-૭૭, ૭૮ કારણે, તેના અનતિસાહતમાં તેનો અભિભવ નહીં કરવામાં, મૂઢમતિપણાનો પ્રસંગ છે=નિમિત્તો પ્રમાણે ભાવો કરવા રૂપ મૂઢમતિપણાનો પ્રસંગ છે. જે કારણથી કહેવાયું છે – “સંસારવર્તી પણ જે પુરુષ આપત્તિથી ઉદ્વેગ પામે છે તે ખરેખર મૂઢમનવાળામાં પ્રથમ છે=મોખરે છે. કેમ મોખરે છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – દરિયામાં પડેલા પુરુષ વડે પાણીને છોડીને બીજું શું સંસર્ગને પામે ? અર્થાત્ પાણીનો જ સંસર્ગ થાય તેમ સંસારરૂપી સમુદ્રમાં આપત્તિનો જ સંસર્ગ થાય. I૧૯૮" ). ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૭/૩૪૬ ભાવાર્થ - સાધુએ સંયમના કંડકોની વૃદ્ધિ અર્થે સતત તત્ત્વનું ભાવન કરવું જોઈએ. જેથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય અને તેના ઉપાયરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે સાધુએ ઉપસર્ગોને તે રીતે સહન કરવા જોઈએ જેથી ઉપસર્ગોની ઉપેક્ષા કરીને સમભાવની વૃદ્ધિને અનુકૂળ દઢ વ્યાપાર કરી શકે. ક્વચિત્ સમભાવને અનુકૂળ યત્ન કરવાનો જે શક્તિસંચય થયો છે તેને વ્યાઘાત કરે તેવા ઉપસર્ગોની પ્રાપ્તિ થાય તો, સાધુ વિવેકપૂર્વક તેનો પરિહાર કરીને સમભાવમાં ઉદ્યમ કરે; પરંતુ ઉપસર્ગને નહિ સહન કરવાની વૃત્તિને ધારણ કરીને સદા તેના નિવારણમાં જ ઉદ્યમ કરે અને ઉપસર્ગ આવે ત્યારે ખેદ આદિ દોષોને ધારણ કરે તો મૂઢમતિની પ્રાપ્તિ થાય; કેમ કે સંસાર જન્મ-જરા-મરણ આદિ આપત્તિથી ભરાયેલો છે અને તેની ઉપેક્ષા કરીને તેના ઉચ્છેદ માટે જેઓ યત્ન કરતા નથી તેઓ મૂઢમતિવાળા છે. માટે આત્મવંચના કર્યા વગર સાધુએ સદા સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તે રીતે ઉપસર્ગોને જીતવામાં યત્ન કરવો જોઈએ. I૭૭/૩૪કા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : सर्वथा भयत्यागः ।।७८/३४७।। સૂત્રાર્થ : સર્વથા ભયનો ત્યાગ કરવો જોઈએ. I૭૮/૩૪૭ી ટીકા :_ 'सर्वथा' सर्वैः प्रकारैरिहलोकपरलोकभयादिभिर्भयस्य भीतेस्त्यागः परित्यागः, निरतिचार
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy