SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૮ સૂત્ર - વૈ રાન્ ૬૮/રૂરૂ૭ના સૂત્રાર્થ: ઉદયમાન ક્રોધાદિ કષાયોને સાધુએ વિફલ કરવા જોઈએ. ll૧૮/૩૩૭માં ટીકાઃ 'वैफल्यस्य' विफलभावस्य कथञ्चिदुदयप्राप्तानामपि क्रोधादीनां 'करणम्,' क्रोधादीनामुदये यच्चिन्तितं कार्यं तस्याकरणेन क्रोधाद्युदयो निष्फलः कार्य इति भावः, एवं च कृते पूर्वोक्ताः સાતિય ગાવિતા મવત્તિ ૬૮/રૂરૂા. ટીકાર્ય : વૈચર્ચા' .... મત્તિ | વૈફલ્ય=ઘંચિત્ ઉદય પ્રાપ્ત પણ ક્રોધાદિ કષાયોના વિલભાવને, કરવો જોઈએ. ક્રોધાદિનો ઉદય થયે છતે જે ચિંતવન કરાયું તેના અકરણ દ્વારા ક્રોધાદિનો ઉદય નિષ્ફલ કરવો જોઈએ અને એ રીતે કરાય છn=ક્રોધાદિના વિપુલભાવને કરાયે છતે, પૂર્વમાં કહેલી ક્ષમાદિ આસેવન કરાયેલી થાય છે. II૬૮/૩૩ળા ભાવાર્થ : સાધુએ સદા જિનર્વચન અનુસાર ક્ષમાદિની વૃદ્ધિ થાય તે રીતે સર્વ ક્રિયાઓમાં ઉદ્યમ કરવો જોઈએ જેથી સમભાવરૂપ સામાયિકનો પરિણામ જ પ્રતિદિન વૃદ્ધિ પામે. આમ છતાં અનાદિના પ્રમાદના સ્વભાવના કારણે કોઈક રીતે કોઈક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થોની સાથે ઇન્દ્રિયોનો સંસર્ગ થાય અને તેના નિમિત્તને આશ્રયીને ક્રોધાદિ ચારમાંથી કોઈપણ પરિણામ થાય તો તે પરિણામને વિફલ કરવા માટે જિનવચન અનુસાર ઉચિત ચિંતવન કરવું જોઈએ. જેમ નાના બાળકને જોઈને તેની મૃદુ ચેષ્ટાઓ જોવા માત્રથી પણ ઇષદ્રાગ થાય તો પાંચમા પરિગ્રહવ્રતના અતિચારરૂપ તે ઇષદ્રાગ છે તેમ શાસ્ત્ર કહે છે, તેથી તે નિમિત્તને પામીને ઇષદ્ લોભનો પરિણામ થાય ત્યારે જે મહાત્મા સૂક્ષ્મ બુદ્ધિથી શાસ્ત્રાનુસાર અવલોકન કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે સામાયિકના વૃદ્ધિના પરિણામનો ત્યાગ કરીને મારો ઉપયોગ રાગમાં વર્તે છે, તેથી સામાયિક દ્વારા નિર્લેપતાની વૃદ્ધિને બદલે વર્તમાનમાં લોભનો પરિણામ વર્તે છે તે લોભનો પરિણામ મારા ચારિત્રને નાશ કરીને મારા વિનાશનું કારણ બનશે તે પ્રકારનું ચિંતવન કરીને સુસાધુ આત્માને તત્ત્વથી ભાવિત કરે તો તે વિદ્યમાન લોભનો પરિણામ નિષ્ફળ જાય છે જેનાથી કાંઈક નિર્લોભતાને અનુકૂળ ઉદ્યમ થાય છે. તે રીતે અન્ય ક્રોધાદિ ભાવોમાં પણ સૂક્ષ્મ અવલોકન કરીને સાધુએ તેને વિફલ કરવા યત્ન કરવો જોઈએ. ll૧૮/૩૩૭ના
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy