SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૨, ૧૩ શક્તિના સંચય અર્થે સદા સંયમયોગમાં યત્ન કરે છે. આમ છતાં આહારાદિથી પુષ્ટ થયેલાં દેહ અને મન અનાદિના સંસ્કારોના કારણે નિયંત્રણમાં ન રહે તો મોક્ષમાર્ગના પથને છોડીને સંસારના પથરૂપ ઉત્પથમાં જાય છે; જેથી અસંગ માટે યત્ન કરનાર સાધુ પણ વારંવાર બાહ્ય પદાર્થો સાથે સંગ કરીને સંગના સંસ્કારોનું આધાર કરે છે. તેના નિવારણ અર્થે ભગવાને સાધુને તપ કરવાની આજ્ઞા કરી છે અને તે તપ દ્વારા કાંઈક કૃશ થયેલો દેહ હોવાથી ઇન્દ્રિયો અને મન શિથિલ બને છે, તેથી કાંઈક શિથિલ બનેલી તે ઇન્દ્રિયોને કલ્યાણના અર્થી સાધુ સુખપૂર્વક અન્ય ઉચિત યોગમાં દઢ પ્રવર્તાવીને અસંગભાવના સંસ્કારોને અતિશય અતિશયતર કરી શકે છે. માટે ઉચિત સંયમયોગમાં કરાતો યત્ન હાનિને પ્રાપ્ત ન કરે તે રીતે સાધુએ તપમાં યત્ન કરવો જોઈએ. IIક૨/૩૩૧ અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : પરાનુપ્રક્રિયા દ્દરૂ/રૂરૂરી સૂત્રાર્થ : પર અનુગ્રહની ક્રિયા સાધુએ કરવી જોઈએ. ll૧૩/૩૩શા. ટીકા - _ 'परेषां' स्वपक्षगतानां परपक्षगतानां च जन्तूनां महत्या करुणापरायणपरिणामितया अनुग्रहकरणं' જ્ઞાનાથુસિંઘાનિતિ ધરૂ/રૂરૂા. ટીકાર્ય : રેષ' ... સંપાદનિિત | સ્વપક્ષગત અને પરપક્ષગત એવા જીવોની મહાન કરુણાપરાયણ પરિણામીપણાથી અનુગ્રહ કરવો જોઈએ જ્ઞાનાદિ ઉપકારનું સંપાદન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ગ૬૩/૩૩૨ ભાવાર્થ: સાધુઓ શક્તિ અનુસાર સદા શાસ્ત્રઅધ્યયન કરીને ભગવાનના વચનના પરમાર્થને જાણનારા બને છે. જે સાધુઓ શાસ્ત્રાદિ અધ્યયન કરીને તે પ્રકારના વિશિષ્ટ બોધવાળા થયા છે કે જેઓ પોતાના આત્માને
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy