SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫ સૂત્ર : सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणम्, नान्यथा ।।५/१३८ ।। સૂત્રાર્થ : સમ્યગ્દર્શન હોતે છતે અણુવ્રતાદિનું ગ્રહણ વ્યાપ્ય છેઃઉચિત છે, અન્યથા નહિ=સમ્યગ્દર્શન ન હોય તો અણુવ્રતાદિ ગ્રહણ કરવાં ઉચિત નથી. પ/૧૩૮II ટીકા - 'सति' विद्यमाने 'सम्यग्दर्शने' सम्यक्त्वलक्षणे 'न्याय्यम्' उपपन्नम् 'अणुव्रतादीनां' अणुव्रतगुणव्रतशिक्षाव्रतानां 'ग्रहणम्' अभ्युपगमः, 'न' नैव अन्यथा' सम्यग्दर्शने असति, निष्फलप्रसङ्गात्, यथोक्तम् - "सस्यानीवोषरे क्षेत्रे निक्षिप्तानि कदाचन । ન વ્રતનિ પુરોન્તિ નીવે મિથ્યાત્વવાસિતે મા૨ રૂા” “संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः । સોનાનજોનેવ પાપ: નત્તિનઃ ૨૦૪” [] તિ શાહ/૨૩૮ાા ટીકાર્ચ - તિ' કૃતિ 1 વિદ્યમાન સમ્યગ્દર્શન હોતે છતે અણુવ્રતાદિનું અણુવ્રતો, ગુણવ્રતો, શિક્ષાવ્રતોનું ગ્રહણઃસ્વીકાર, વ્યાપ્ય છે=સંગત છે. અન્યથાસમ્યગ્દર્શન નહિ હોતે છતે અણુવ્રતાદિનું ગ્રહણ કરવું વ્યાપ્ય નથી જ; કેમ કે નિષ્કલનો પ્રસંગ છેઃગ્રહણ કરાયેલા વ્રતોનાં નિષ્કલતો પ્રસંગ છે. જે કારણથી કહેવાયું છે – ઉખરભૂમિમાં નિક્ષેપ કરાયેલા ધાન્યોની જેમ મિથ્યાત્વવાસિત જીવમાં વ્રતો ક્યારેય પ્રરોહ પામતાં નથી. ફલથી શોભતાં વૃક્ષો ક્ષયકાળવાળા પવનથી જેમ નાશ પામે છે તેમ આના દ્વારા=મિથ્યાત્વ દ્વારા, પવિત્ર એવા સંયમ અને નિયમો સર્વે નાશ પામે છે. I૧૦૩-૧૦૪ો" (). ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ/૧૩૮ ભાવાર્થ : યોગ્ય ઉપદેશક શ્રોતાની ભૂમિકા અનુસાર પૂર્વના અધ્યાયમાં બતાવ્યું તે પ્રમાણે સદ્ધર્મનું સ્વરૂપ બતાવે છે તે સાંભળીને તત્ત્વને પામેલો શ્રોતા શક્તિ અનુસાર દેશવિરતિ ગ્રહણ કરે તો તે દેશવિરતિનું ગ્રહણ શાસ્ત્રવિધિ અનુસાર કરવાથી તત્કાલ ભાવથી દેશવિરતિરૂપે પરિણમન પામે છે. આમ છતાં કોઈક શ્રોતા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy