SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૫, ૩૬ ટીકા : हस्तशताद् बहिर्गृहीतस्येर्याप्रतिक्रमणगमनाऽऽगमनालोचनापूर्वकं हस्तशतमध्ये तु एवमेव 'गुरोः निवेदनं' दायकहस्तमात्रव्यापारप्रकाशनेन लब्धस्य ज्ञापनं समर्पणं च कार्यमिति ।।३५/३०४।। ટીકાર્ય : દત્તશતા વાર્થમિતિ સો હાથથી બહારથી ગ્રહણ કરાયેલા આહારને ઈર્યાપ્રતિક્રમણરૂપ ગમતઆગમનના આલોચનપૂર્વક ગુરુને નિવેદન કરે અને સો હાથ અંદરથી લાવેલા આહારને એ રીતે જ=ઈર્યાપ્રતિક્રમણ આદિની ક્રિયા રહિત જ, ગુરુને નિવેદન કરવું જોઈએ=દાયકના હસ્તમાત્રના વ્યાપારના પ્રકાશનથી પ્રાપ્ત થયેલા આહારનું જ્ઞાપન અને સમર્પણ કરવું જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૩૦૪ ભાવાર્થ :સાધુ વિધિપૂર્વક ભિક્ષા લાવ્યા પછી તે ભિક્ષાનું ગુરુને જ્ઞાપન કરે અને સમર્પણ કરે. કઈ રીતે સમર્પણ કરે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – જો ભિક્ષા માટે સો ડગલાંથી અધિક ભૂમિમાં ફરેલા હોય તો આવ્યા પછી ઇરિયાવહિયાનું પ્રતિક્રમણ કરે જેથી અનાભોગથી થયેલી સંયમની સ્કૂલનાની શુદ્ધિ થાય અને ગમન અને આગમનકાળમાં પોતે ઈર્યાસમિતિ, એષણાસમિતિ આદિ સર્વ ઉચિત સમિતિઓનું પાલન કર્યું છે કે નહિ તેનું આલોચન કરીને ગુરુને નિવેદન કરે. ત્યારપછી તે ભિક્ષા ગુરુને બતાવે અને ગુરુને સમર્પણ કરે. સો ડગલાં અંદરમાં જ સંયમને અનુકૂળ ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તો ઈરિયાપથના પ્રતિક્રમણ વગર જ ગુરુને ભિક્ષાનું નિવેદન કરે. સો ડગલાંની અંદરથી કે બહારથી લાવેલી ભિક્ષા ગુરુને કઈ રીતે નિવેદન કરે ? તે સ્પષ્ટ કરે છે – ભિક્ષા આપનાર ગૃહસ્થના હાથનો અને પાત્રનોભાજનનો, કેવા પ્રકારનો વ્યાપાર હતો તેનું પ્રકાશન કરવાપૂર્વક પ્રાપ્ત થયેલ ભિક્ષા ગુરુને બતાવે; કેમ કે ભિક્ષા આપનાર ગૃહસ્થના હાથનું અને પાત્રનું યથાર્થ નિવેદન કરવાથી ગુરુ તે ભિક્ષા શુદ્ધ છે કે નહીં ? તેનો યથાર્થ નિર્ણય કરી શકે. ત્યારપછી તે ભિક્ષા ગુરુને સમર્પણ કરે. આ પ્રકારની ઉચિત સામાચારીના પાલનને કારણે ગુરુનો પારતંત્રનો પરિણામ સુવિશુદ્ધતર બને છે, જેથી સંયમની વૃદ્ધિ થાય છે. Iઉપ/૩૦૪ના અવતરણિકા : अत एव - અવતરણિકાર્ય :આથી જEલાવેલી ભિક્ષાને ગુરુને સમર્પણ કરી છે. આથી જ –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy