SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૭, ૮ ટીકા : क्वचिदप्यर्थे गुर्वाज्ञायां 'आत्मानुग्रहस्य' उपकारस्य 'चिन्तनं' विमर्शनम्, यथा"धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । ગુરુવનમન્નનિવૃતો વેનિસરસવનસ્પર્શઃ ૨૬૦I” પ્રશH૦ ૭૦] રૂતિ સા૭/ર૭૬ાા. ટીકાર્ચ - દિવ્યર્થે .. કૃતિ | કોઈપણ અર્થમાં ગુરુઆજ્ઞા થયે છતે આત્માના અનુગ્રહનું પોતાના ઉપકારનું ચિંતવન કરે. જે પ્રમાણે કહ્યું છે – “અહિતસમાચરણરૂપી જે ઘર્મ=તાપ, તેને શાંત કરનાર ગુરુના વદનરૂપી મલયાચલમાંથી નીકળેલો વચનરૂપી શીતલ ચંદનનો સ્પર્શ ધન્ય જીવો ઉપર પડે છે. ૧૬on” (પ્રશમરતિ. ૭૦). તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im/૨૭૬ ભાવાર્થ : દીક્ષિત સાધુ કલ્યાણના અર્થી હોય છે છતાં અનાદિના સંસ્કારના કારણે કોઈની આજ્ઞાને પરતંત્ર રહેવામાં ચિત્ત ઉલ્લસિત ન થાય તો ગુરુનાં સુંદર વચનો પણ રાજાજ્ઞાની જેમ વેઠથી થઈ શકે છે, જે અત્યંત અકલ્યાણનું કારણ છે. જેથી કલ્યાણના અર્થી સાધુએ વિચારવું જોઈએ કે “આ ગુરુ મારા સંસારના ક્ષયનો હેતુ છે, તેથી અનાભોગથી પણ અહિત આચરણ કરીને હું અકલ્યાણને પ્રાપ્ત ન કરું તે અર્થે કેવલ મારા પર અનુગ્રહ કરવા અર્થે આ પ્રકારની આજ્ઞા કરે છે, તેથી હું પુણ્યશાળી છું કે જેથી આવી સુંદર આજ્ઞાના બળથી હું સુખપૂર્વક મારા સંયમના ફળને પ્રાપ્ત કરીશ.” આ પ્રકારે વિચારવાથી સદા ગુણવાન ગુરુની આજ્ઞા વિધિપૂર્વક કરવાનો ઉત્સાહ થાય છે; કેમ કે ગુણવાન ગુરુ સદા શિષ્યના સંયમની વૃદ્ધિ થાય તેની જ ચિંતા કરે છે. ll૭/૨૭૬ાા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્રઃ व्रतपरिणामरक्षा ।।८/२७७ ।। સૂત્રાર્થ :વ્રતપરિણામની રક્ષા કરવી જોઈએ. ll૮/૨૭૭ના
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy