SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સુત્ર-૨, ૩ ઢીકાર્ય : થર્મપ્રહામ્રૂ તિ જ કારણથી પૂર્વમાં કહેલા લક્ષણવાળા ધર્મનું ગ્રહણ સમ્રતિપત્તિવાળું=શક્તિના દઢ પર્યાલોચન આદિથી શુદ્ધ સ્વીકારવાળું, વિમલભાવનું કરણઃસ્વફ્લતા પ્રસાધનમાં અવંધ્ય પરિણામનું નિમિત્ત, પ્રાપ્ત થાય છે. એથી આ પ્રમાણે=આગળમાં કહેવાય છે એ પ્રમાણે, આની=ધર્મની, ગ્રહણવિધિને કહેવા માટે ઉપક્રમ કરાય છે= પ્રારંભ કરાય છે. ‘તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર/૧૩૫ ભાવાર્થ : પહેલા અધ્યાયના શ્લોક-૩માં ગ્રંથકારશ્રીએ ધર્મનું લક્ષણ કર્યું. આવા ધર્મનું ગ્રહણ માત્ર ઉપદેશ સાંભળીને પ્રતિજ્ઞા લેવાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ તે ધર્મનાં પારમાર્થિક સ્વરૂપને જાણીને પૂર્વનાં અધ્યયનોમાં જે ધર્મદેશના આપવાની વિધિ બતાવી તે વિધિ અનુસાર ધર્મનું શ્રવણ કરીને જે મહાત્મા નિર્મળ મતિવાળા થયા છે, શાસ્ત્રવચન યુક્તિ અને સ્વઅનુભવથી જીવાદિ તત્ત્વોને જાણનારા થયા છે અને આ ભગવાનનું વચન સમ્યગુ રીતે સેવાય તો મહાકલ્યાણનું કારણ છે એવી સ્થિર બુદ્ધિ થવાને કારણે સમ્યક્ પરાક્રમ ફોરવીને ગુણસ્થાનકની વૃદ્ધિ માટે તત્પર થયા છે; વળી, મોક્ષપ્રાપ્તિના અત્યંત અર્થી હોવાને કારણે સંવેગને પામેલા છે તેવા મહાત્મા કયાં વ્રતોને હું ગ્રહણ કરીશ તો શાસ્ત્રવિધિ અનુસાર પાલન કરીને ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરીશ એ પ્રકારે દૃઢ પર્યાલોચન કરે છે. જે ગુણસ્થાનકની ઉચિત આચરણા પોતે કરી શકે તેમ છે તેનો નિર્ણય સ્વબુદ્ધિથી, ગુરુના વચનથી અને નિમિત્તશુદ્ધિથી કરીને શુદ્ધપરિણામપૂર્વક વ્રતોને સ્વીકારે છે. આવા વ્રતોવાળું વિમલ ભાવનું કારણ તે ધર્મનું ગ્રહણ છે. અર્થાત્ જે વ્રતો તે ગ્રહણ કરે છે તે વ્રતોના પાલનથી તે તે ગુણસ્થાનકરૂપ ફળ પોતાનામાં અવશ્ય પ્રગટે તેનું અવંધ્યકારણ એવો નિર્મળ પરિણામ તેનું કારણ બને તેવું ધર્મનું ગ્રહણ છે, તેથી પોતાનાં ગ્રહણ કરાયેલાં વ્રતોને અનુરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેવા પરિણામની નિષ્પત્તિ અર્થે વિશિષ્ટ વ્રતગ્રહણની વિધિ આવશ્યક છે; કેમ કે તે વ્રતગ્રહણની વિધિકાળમાં જો તે મહાત્મા વિધિમાં ઉપયુક્ત રહે તો તે વિધિના બળથી તે મહાત્મામાં વિશિષ્ટ પરિણામ નિષ્પન્ન થાય છે, જે પરિણામના બળથી ગ્રહણ કરાયેલ વ્રત તત્કાલ તે વ્રતને અનુરૂપ ગુણસ્થાનકની નિષ્પત્તિનું કારણ બને છે. માટે વ્રતગ્રહણની ક્રિયા તે વ્રતને અનુરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેના માટે ઉપયોગી ઉચિતવિધિ જિનવચન અનુસાર બતાવવા માટેનો પ્રારંભ ગ્રંથકારશ્રી કરે છે. ર/૧૩પ અવતરણિકા : तदेव कथं संपद्यते ? इत्याह - અવતરણિકાર્ય : તે જ=પૂર્વસૂત્રમાં કહ્યું કે વિમલભાવકરણરૂપ ધર્મનું ગ્રહણ જ, કેવી રીતે પ્રાપ્ત થાય છે? એથી કહે છે –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy