SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૩૧, ૩૨ ઉચિત છે કે અત્યાગ કરવો ઉચિત છે એને જોનારા છે. અને આ રીતે સમ્યક્ત આદિ ઔષધના સંપાદન દ્વારા તેઓને જીવાડે, કેમ કે અમરણના અવધ્યબીજના યોગરૂપ આત્યંતિક અપુનર્મરણથી સંભવે છે=જીવન સંભવે છે. સુપુરુષ ઉચિત આ છેઃઉત્તમપુરુષોને ઉચિત આવા પ્રસંગે માતાપિતાદિનો ત્યાગ ઉચિત છે. જે કારણથી નિયમથી માતાપિતાદિ દુષ્પતિકાર છે અને યથોચિત શેષ સ્વજનલોક દુષ્પતિકાર છે. આ માતાપિતાના હિતની ચિંતા કરવી એ, સજ્જનોનો ધર્મ છે. અહીં=માતાપિતાદિના હિતની ચિંતા કરવાના વિષયમાં અકુશલાનુબંધી માતાપિતાદિના શોકના પરિહાર કરતા વીરભગવાન દષ્ટાંત છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૩૧/૨૫૭ના ભાવાર્થ જેમ સંસારમાં કોઈ વિવેકી પુરુષ હોય તો પોતાનાં માતાપિતા આદિની એકાંત હિતચિંતા કરે, તેમ સંયમ લેવા માટે તત્પર શુક્લ પાક્ષિક મહાપુરુષ માતાપિતા આદિની એકાંત હિતચિંતા કરે. અને જેમ તે વિવેકી પુરુષ અટવીમાં રહેલાં માતાપિતા આદિને કોઈ રોગ લાગે અને માતાપિતાદિ લાગણીને વશ કહે કે “અમને છોડીને તું ઔષધ લેવા જાય તે અમને ઇષ્ટ નથી. અમે મૃત્યુ પામીએ પછી તારે જે કરવું હોય તે કરજે.” તે વખતે તે વિચારક પુરુષ માતાપિતાના જીવિત અર્થે અટવીમાં પોતાનાં માતાપિતાદિનાં ભોજનઔષધ આદિ અર્થે સામગ્રી લેવા માટે માતાપિતાને મૂકીને જાય તે વિવેકીને ઉચિત છે, તેમ ભવરૂપી અટવીમાં અપ્રાપ્ત સમ્યક્ત બીજાદિવાળા માતાપિતાને પોતે વર્તમાનમાં સમ્યક્ત પ્રાપ્ત કરાવી શકે તેમ નથી, પરંતુ દીક્ષા લઈને શાસ્ત્રનો પારગામી થયા પછી તેઓને સમ્યક્ત આદિ પ્રાપ્ત કરાવી શકે તેવી સંભાવના જણાય તો સંસારનાં અનંત મરણોમાંથી તેઓનું રક્ષણ કરવાના શુભ આશયથી અને પોતાના પણ સંયમના પાલન દ્વારા ધર્મધ્યાનના પાલનરૂપ આજીવિકા અર્થે તેઓને મૂકીને દીક્ષા ગ્રહણ કરે તે વખતે તત્કાલ તેઓને દ્વેષાદિ થાય, તેનાથી અશુભ કર્મબંધ પણ થાય, છતાં ભાવિમાં ધર્મની પ્રાપ્તિ દ્વારા તે દિોષોનું નિવારણ થવાની સંભાવના જણાય ત્યારે તેઓનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે. અને સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રમાં પારગામી થયા પછી પોતાના ઉપકારી માતાપિતાદિને સંસારનો યથાર્થ બોધ કરાવીને સન્માર્ગની પ્રાપ્તિ કરાવે. તો દીક્ષા વખતે જે ક્લેશ થયો તેનાથી પણ અધિક હિતની પ્રાપ્તિ માતાપિતાદિને પ્રાપ્ત થાય. માટે તેઓનો ત્યાગ એ પણ ઉચિત પ્રવૃત્તિ રૂપ છે અને જો તેઓને પાછળથી પણ ધર્મપ્રાપ્તિની સંભાવના ન જણાય અને અકુશળની પરંપરાનું કારણ એવો શોક એમને થાય તેવું જણાય તો વિવેકી પુરુષ ભગવાનના દૃષ્ટાંતથી તેઓનો ત્યાગ કરે નહિ, પરંતુ ઉચિત કાળની અપેક્ષા રાખીને ઉચિત કાળે દીક્ષા ગ્રહણ કરે. ll૩૧/૨પણા અવતરણિકા : દીક્ષા માટે તત્પર થયેલા જીવને ગુરુ પ્રશ્ન આદિ દ્વારા પરીક્ષા કરે, યોગ્ય જણાય તો દીક્ષાર્થીને ગુરુજનાદિની અનુજ્ઞા લઈને આવવાનું કહે અને તે ગુરુજતાદિની અનુજ્ઞાની ઉચિત વિધિ અત્યાર સુધી બતાવી તે પ્રમાણે કરીને ગુરુ પાસે આવ્યા પછી દીક્ષાર્થીએ શું કરવું જોઈએ ? તે કહે છે –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy