SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨ "असत्याः सत्यसङ्काशाः, सत्याश्चासत्यसन्निभाः । दृश्यन्ते विविधा भावास्तस्माद्युक्तं परीक्षणम् ।।१५२।। [महाभारते शान्तिपर्वणि १२।११२।६१] अतथ्यान्यपि तथ्यानि, दर्शयन्त्यतिकौशलाः । चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः ।।१५३।।" [महाभारते अनुशासनपर्वणि] परीक्षा च सम्यक्त्वज्ञानचारित्रपरिणतिविषया तैस्तैरुपायैर्विधेया, परीक्षाकालश्च प्रायतः षण्मासाः, तथाविधपात्रापेक्षया तु अल्पो बहुश्च स्यात् ३ । तथा सामायिकसूत्रम् अकृतोपधानस्यापि कण्ठतो वितरणीयम्, अन्यदपि सूत्रं पात्रतामपेक्ष्याध्यापयितव्यः ४ ।।२२/२४८।। ટીકાર્થ: ઉપસ્થિતી' ...... અધ્યાયિતવ્ય: પ ઉપસ્થિત=સ્વયં પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે ગુરુની સમીપ દીક્ષા લેવા માટે આવેલા દીક્ષાર્થીને પ્રશ્ન, આચારનું કથન, અને પરીક્ષા તે છે આદિમાં જેને તે તેવા છે પ્રશ્ન આચારકથન પરીક્ષા આદિવાળી વિધિ છે. “ગારિ' શબ્દથી કંઠથી=સામાયિક આદિ સૂત્રનું પ્રદાન તેવા પ્રકારનાં અનુષ્ઠાનનો અભ્યાસ સર્વવિરતિને અનુકૂળ ઉત્તમ ભાવો કરી શકે તેવાં અનુષ્ઠાનોનો અભ્યાસ, ગ્રહણ કરવો એ વિધિ છે=પ્રવજ્યાના પ્રદાનમાં પૂર્વસૂત્રથી સૂચિત આ વિધિનો ક્રમ છે. આ કહેવાયેલું થાય છે=સૂત્રના કથનથી આ કહેવાયેલું થાય છે. સધર્મની કથા વડે આક્ષિપ્તપણાથી પ્રવ્રયાને અભિમુખ થયેલા ભવ્યજીવને પૃચ્છા કરવી જોઈએ. જે પ્રમાણે – “હે વત્સ ! તું કોણ છે? કયા નિમિત્તે પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે ?", તેથી જો આ કુલપત્રક તગરાનગરઆદિ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છે અને “હે ભગવંત ! સર્વ અશુભના ઉદ્ભવરૂપ ભવવ્યાધિના ક્ષય નિમિતે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે ઉધત થયો છું” એ પ્રમાણે ઉત્તર આપે તો આ=પ્રવ્રયા ગ્રહણ કરવાને અભિમુખ જીવ, પ્રશ્નથી શુદ્ધ છે. ત્યારપછી આને=પ્રવજ્યા લેનારને, ગુરુ કહે કે કાયરપુરુષોને પ્રવ્રયા દુરનુચર છે તેનું પાલન અશક્ય છે. વળી, આરંભ તિવૃત્તિવાળા જીવોને આ ભવમાં અને પરભવમાં પરમકલ્યાણનો લાભ છે. અને જે પ્રમાણે જ સમ્યમ્ આરાધિત જિનાજ્ઞા મોક્ષફલવાળી છે તે પ્રમાણે વિરાધિત જિનાજ્ઞા સંસારના ફલવાળી દુઃખદાયી છે. અને જે પ્રમાણે કુષ્ઠાદિ વ્યાધિવાળો પુરુષ પ્રાપ્તકાલવાળી ક્રિયાને સ્વીકારીને અપથ્યને સેવતો અપ્રવૃતથી=વ્યાધિની ચિકિત્સા માટે અપ્રવૃત પુરુષથી, અધિક અને શીઘ વિનાશને પામે છે એ રીતે જ સંયમરૂપ ભાવક્રિયાને કર્મવ્યાધિના ક્ષય નિમિત્તે સ્વીકારીને પાછળથી અસંયમરૂપ અપથ્ય સેવી અધિક કર્મ ઉપાર્જન કરે છે. એ પ્રકારે તેને સુંદર આચાર કહેવો જોઈએ. આ રીતે સાધુ આચાર કહેવાથે છતે પણ આ-દીક્ષા લેવા માટે તત્પર થયેલ જીવ નિપુણ રીતે પરીક્ષા કરવા યોગ્ય છે=સુંદર આચાર પાળી શકશે કે નહિ તેવી શક્તિવાળો છે કે નહિ તેની સૂક્ષ્મ રીતે પરીક્ષા કરવી જોઈએ.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy