SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૮, ૧૯ केचित् पूर्वं तुच्छव्यवहारा अपि तथाविधभाग्यवशेन स्वल्पेनैव कालेन कोटिव्यवहारमारूढा इत्येतत् विश्वो विश्वनामा प्रवादी, प्राहेति, अयं च मनाक् सम्राट्मतमनुसरतीति ।।१८/२४४।। ટીકાર્ય - ર' .... અનુસરતીતિ યોગ્યતા હોતે છત=રૂપિયા જેટલા ધનવાળાની પણ તેવા પ્રકારના ભાગ્યના ઉદયથી પ્રતિદિવસ સોગુણ કે હજારગુણ આદિ રૂપિયાના ઉપાર્જનથી કોટિ વ્યવહારના આરોપણને ઉચિતપણારૂપ યોગ્યતા હોતે છતે, કોઈ અઘટમાન લક્ષણ દોષ નથી જ, અને સંભળાય છે કે પૂર્વમાં તુચ્છ વ્યવહારવાળા પણ તેવા પ્રકારના ભાગ્યના વશથી=અલ્પકાળમાં કોટ્યાધિપતિ થાય તેવા પ્રકારના ભાગ્યતા વશથી, સ્વલ્પ જ કાળથી કોટિ વ્યવહારને આરુઢ થયેલા કેટલાક સંભળાય છે એ પ્રમાણે વિશ્વ નામના પ્રવાદી કહે છે. આવિશ્વ નામનો પ્રવાદી સમ્રાટમતને અનુસરે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૮/૨૪૪ ભાવાર્થ : વિશ્વ નામના કોઈક દર્શનકાર કહે છે કે રૂપિયા માત્ર ધનવાળા પણ ભાગ્યના ઉદયથી કોટ્યાધિપતિ થઈ શકે છે. તેમ જે જીવોમાં કંઈક યોગ્યતા પડી છે તેવા જીવો પ્રાથમિક ગુણની પ્રાપ્તિ કર્યા પછી પણ પ્રવ્રજ્યા પ્રાપ્ત કરીને પ્રવજ્યાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ કથન સમ્રાટના મતને કંઈક અનુસરે છે; કેમ કે સમ્રાટે કહેલ કે ગુણમાત્રથી શ્રેયની સિદ્ધિ થતી નથી, પરંતુ શ્રેયની સિદ્ધિને અનુકૂળ યોગ્યતાથી શ્રેયની સિદ્ધિ થાય છે, તેથી ગુણમાત્ર કરતાં યોગ્યતાને વિશેષગુણરૂપે સમ્રાટે સ્વીકારેલ. જ્યારે વિશ્વ નામના પ્રવાદીએ તો ગુણમાત્રવાળા જીવમાં પણ યોગ્યતા હોય તો ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે તેમ કહ્યું, તેથી સમ્રાટ કરતાં વિશ્વનો મત કાંઈક જુદો છે, તો પણ યોગ્યતાવાળો જીવ ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે તે અંશથી સમ્રાટ અને વિશ્વનો મત થોડો સમાન છે. ll૧૮/૨૪૪ સૂત્ર : अन्यतरवैकल्येऽपि गुणबाहुल्यमेव सा तत्त्वत इति सुरगुरुः ।।१९/२४५ ।। સૂત્રાર્થ: અન્યતરના વૈકલ્યમાં પણ=પ્રવ્રજ્યાને યોગ્ય જીવોમાં અપેક્ષિત ગુણોમાંથી કોઈક ગુણના વૈકલ્યમાં પણ, ગુણબાહુલ્ય જ તત્વથી તે-પૂર્વસૂત્રમાં કહેલ યોગ્યતા, છે. એ પ્રમાણે સુરગુરુ કહે છે. II૧૯/ર૪પી. ટીકા - 'अन्यतरस्य' कस्यचिद् गुणस्य, 'वैकल्येऽपि' किं पुनरवैकल्ये इति अपिशब्दार्थः, 'गुणबाहुल्यमेव'=
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy