SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | શ્લોક-૬ ટીકાર્યઃ સ્તોળાનું ... મૂવમાત્વાન્ ! થોડા અલ્પ, શ્રમણોપાસક અવસ્થાને ઉચિત એવા ગુણોનું આરાધન કરીને પાલન કરીને, ઘણા ગુણોની=સુરામણ ઉચિત ગુણોની, આરાધનાને યોગ્ય પરિપાલના ઉચિત જ કારણથી થાય છે, કેમ કે અવિક્લ એવા અલ્પગુણોની આરાધનાના બળથી સ્કૂલના વગરના દેશવિરતિરૂપ અલ્પગુણોની આરાધનાના બળથી, પ્રલીન થયેલા બહુગુણના લાભના બાધક કર્મકલંકપણાના કારણે=નાશ થયેલા સર્વવિરતિરૂપ ઘણા ગુણના લાભના બાધક એવા કર્મમલના કારણે, તેના ગુણના લાભનું સામર્થ થાય છે=ભાવથી સર્વવિરતિની પ્રાપ્તિરૂ૫ ગુણના લાભનું સામર્થ પ્રગટે છે. તે કારણથી આદિમાં=પ્રથમથી જ=સર્વવિરતિના સ્વીકારતા પૂર્વમાં જ, આ=અનંતર કહેવાયેલો ગૃહસ્થધર્મ, બુદ્ધિમાનોને સંમત છે. એથી પુરુષવિશેષની અપેક્ષાવાળો આજેઓમાં મહાવીર્ય સંચય થયેલું નથી તેવા પુરુષવિશેષની અપેક્ષાવાળાને દેશવિરતિધર્મ, વ્યાપ્ય છે=યુક્ત છે. અન્યથા પુરુષવિશેષની અપેક્ષાએ, આદિમાં દેશવિરતિ સ્વીકારવી ઉચિત કહેવામાં આવે અને સર્વજીવો માટે દેશવિરતિ સ્વીકાર્યા પછી જ સર્વવિરતિ સ્વીકારવી ઉચિત કહેવામાં આવે તો, તેવા પ્રકારના અધ્યવસાયના સામર્થ્યથી સંસારની વિગુર્ણતાનાં દર્શનને કારણે સંસારના ઉચ્છદ માટે મહાવીર્ય ઉલ્લસિત થાય તેવા પ્રકારના અધ્યવસાયના સામર્થથી, ત્યારે જ સંસારની વિગુર્ણતાનું અવલોકન થયું ત્યારે જ, અબલીભૂત ચારિત્ર મોહવાળા એવા સ્થૂલિભદ્રાદિ મહાત્માઓને=સર્વવિરતિરૂપ ચારિત્રનું બાધક કર્મ શિથિલ થયું છે જેમનું એવા સ્થૂલિભદ્રાદિ મહાત્માઓને, આ ક્રમ વગર પણ ગૃહસ્થ ધર્મના સેવનના ક્રમ વગર પણ, પરિશુદ્ધ સર્વવિરતિના લાભનું અસ્મલિત અસંગભાવના બળનું આધાર કરે એવા નિર્મળ સર્વવિરતિના લાભનું, શાસ્ત્રમાં શ્રયમાણપણું હોવાથી સર્વ જીવોને આશ્રયીને દેશવિરતિના ક્રમની સંગતિ થાય નહિ, માટે પુરુષવિશેષને આશ્રયીને જ આ ચાય છે, એમ અવય છે. list આ પ્રમાણે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુની વૃત્તિમાં વિશેષથી ગૃહસ્થ ધર્મના વિધિરૂપ ત્રીજો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ જે શ્રાવકો સંસારના પારમાર્થિક સ્વરૂપના બોધથી અત્યંત ભાવિત થયા છે અને સંસારના નિસ્તારનો એક ઉપાય નિરવદ્ય જીવનના પાલનરૂપ સર્વવિરતિ છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે અને પોતાના મન-વચનકાયાના સમ્યફ અવલોકનના કારણે જેઓને જણાયું છે કે સર્વવિરતિને ગ્રહણ કરવાને અનુકૂળ પોતાનામાં શક્તિસંચય થયો નથી તેવા શ્રાવકો સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સ્વભૂમિકા અનુસાર શ્રાવકધર્મનું પાલન કરે છે. શ્રાવકધર્મના પાલનમાં ક્યાંય અતિચારો ન થાય તે રીતે અપ્રમાદભાવથી યત્ન કરે છે અને અનાભોગાદિથી ક્યારેક કોઈક વ્રતમાં સ્કૂલના થાય તો તત્કાલ શાસ્ત્રવિધિ અનુસાર તેની શુદ્ધિ કરે છે,
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy