SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૫ શ્લોકાર્ચ - બુદ્ધિમાન પુરુષ જે પ્રમાણે પર્વતને પગલે પગલે અલના વગર ચડે છે તે પ્રમાણે જ ઘીર એવો શ્રાવક ચારિત્રરૂપી પર્વત ઉપર સખ્યમ્ આરોહણ કરે છે. આપIL ટીકા : इह 'पदं' पदिकोच्यते, ततः पदेन पदेन यदारोहणं तन्निपातनात् 'पदंपदेने'त्युच्यते, ततः 'पदंपदेन मेधावी' बुद्धिमान् ‘यथेति दृष्टान्तार्थः ‘आरोहति' आक्रामति ‘पर्वतम्' उज्जयन्तादिकं 'सम्यक्' हस्तपादादिशरीरावयवभङ्गाभावेन 'तथैव' तेनैव प्रकारेण 'नियमाद्' अवश्यन्तया 'धीरो' निष्कलङ्कानुपालितश्रमणोपासकसमाचारः 'चारित्रपर्वतं' सर्वविरतिमहाशैलमिति ।।५।। ટીકાર્ચ - ૪ મદારીમતિ અહીં પદ એ પદિકા કહેવાય છે=પગલું કહેવાય છે. ત્યારપછી પગલે પગલેથી તે પ્રમાણે સમાસ કરવો અને પગલે પગલેથી જે પ્રમાણે આરોહણ થાય છે તેનું નિપાતન હોવાથી “પર્વન' એ પદ નિપાતન થયેલ હોવાથી “પર્વન' એ પ્રમાણે કહેવાય છે, તેથી પગલે પગલે બુદ્ધિમાન પુરુષ જે પ્રમાણે ઉજ્જયંતાદિ પર્વતનું સમ્યફ આરોહણ કરે છે અર્થાત્ હાથ-પગ આદિ શરીરનાં અવયવોના ભંગના અભાવથી આરોહણ કરે છે, તે પ્રમાણે જ નિયમથી=અવશ્યપણાથી, ધીર=નિષ્કલક અનુપાલન કરાયેલા શ્રાવક ધર્મના સમાચારવાળો ધીર, ચારિત્રપર્વતને=સર્વવિરતિરૂપ મહાપર્વતને આરોહણ કરે છે. કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. liા ભાવાર્થ - જેમ કોઈ બુદ્ધિમાન પુરુષ ઊંચા પર્વત ઉપર દરેક પગલાંને અમ્બલિરૂપે સ્થાપન કરીને સમ્યફ આરોહણ કરે છે, જેથી દુષ્કર ચઢાણ હોવા છતાં પાતાદિ થવાનો સંભવ રહે નહિ અને તેના કારણે શરીરના અવયવોનો ભંગ થાય નહિ. તે પ્રમાણે જે શ્રાવક પોતે સ્વીકારેલી દેશવિરતિનું અતિચારરહિત પાલન કરીને ઉત્તર ઉત્તરની દેશવિરતિની શક્તિના સંચય દ્વારા સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયવાળો થાય છે ત્યારે સર્વથા પાપના વિરામરૂપ મહાપર્વત ઉપર આરોહણ કરે છે. અહીં વિશેષ એ છે કે સર્વવિરતિને વહન કર્યા પછી અસ્મલિત રીતે જિનવચનનું દઢ અવલંબન લઈને સર્વ ઉચિત ક્રિયાઓ કરવા દ્વારા અને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરવા દ્વારા અસંગભાવને અનુકૂળ સાધુ સદા ઉદ્યમ કરે છે અને તેની ભૂમિકાની પ્રાપ્તિ અતિદુષ્કર હોવાથી અને તે ભૂમિકાની પ્રાપ્તિ વગર સંસારના ઉચ્છેદનો અસંભવ હોવાથી, તે સર્વવિરતિની ભૂમિકાના અત્યંત અર્થી એવા શ્રાવકો પોતાની શક્તિ અનુસાર દેશવિરતિના પાલન દ્વારા સર્વવિરતિની નજીક નજીકની ભૂમિકાને પ્રાપ્ત કરવા અર્થે સદા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy