SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૬૯ ૧૪૭ ટીકાઃ___ सत्करणं 'सत्कारः' अभ्युत्थानाऽऽसनप्रदानवन्दनरूपो विनयः, स आदिर्यस्य देशकालाराधनविशुद्धश्रद्धाविष्करणदानक्रमानुवर्तनादेः कुशलानुष्ठानविशेषस्य स तथा, किमित्याह-'विधि'वर्तते, 'निःसङ्गता' ऐहिकपारलौकिकफलाभिलाषविकलतया सकलक्लेशलेशाकलङ्कितमुक्तिमात्राभि ન્વિતા, : સમુ /૨૦૨ાા ટીકાર્ચ - સરળ ... સમુક્ય | સત્કરણ એ સત્કાર છેઃઅભ્યત્યાન, આસનપ્રદાન, વંદનરૂપ વિનય તે આદિ છે જેને=દેશ, કાલનું આરાધન, વિશુદ્ધ શ્રદ્ધાનું આવિષ્કરણ, દાનક્રમનાં અનુવર્તન આદિ કુશલ અનુષ્ઠાન વિશેષ રૂપ જેને, તે તેવું =સત્કાર આદિ વિધિ છે અને નિઃસંગતા=હિક અને પારલૌકિક ફલના અભિલાષના વિકલપણાથી સકલ ક્લેશના લેશથી અલંકિત એવી મુક્તિમાત્રની અભિસન્ધિતા એ વિધિ છે, એમ અત્રય છે. li૬૯/૨૦૨૫ ભાવાર્થશ્રાવક પોતાના વૈભવને અનુરૂપ સુપાત્રમાં કઈ રીતે દાન આપે ? તેની વિધિ બતાવે છે – સુસાધુ પોતાના ગૃહે પધારે ત્યારે પ્રથમ અભ્યત્થાન કરે. પછી તેમને બેસવા માટે આસન પ્રદાન કરે, તેને ઉચિત જણાય તો બેસે અને ત્યારપછી તેમને વંદન કરે. આ પ્રકારનો વિનય કરે તે આદિનું કૃત્ય છે. ત્યારપછી દેશકાળને અનુરૂપ તેમનું આરાધન કરે. અર્થાત્ તેઓની પાસેથી ધર્મશ્રવણ આદિ સંયોગને અનુરૂપ કરે. અને તેઓનાં વચનમાં વિશુદ્ધ શ્રદ્ધાને અભિવ્યક્ત કરે. અર્થાત્ તેઓ પાસેથી બતાવાયેલો સુધર્મ યથાર્થ જાણીને “આ તેમ જ છે' એ પ્રકારની પોતાની શ્રદ્ધાને પ્રગટ કરે. ત્યારપછી અન્ન-પાનાદિ ક્રમને ઓળંગ્યા વિના તેમને વહોરાવે અર્થાત્ તેમના સંયમને ઉપખંભક થાય તેવાં અન્ન-પાનાદિ જે નિર્દોષ પોતાની પાસે હોય તેમાંથી જે શ્રેષ્ઠ હોય તેને પ્રથમ વહોરાવે અને તે ક્રમ અનુસાર દરેક વસ્તુ તેમને વહોરાવે. જેથી સારી વસ્તુ તેમને કહ્યું તેમ જણાય તો વિશેષથી પોતાને લાભ થાય પરંતુ ક્રમવગર જે તે વસ્તુ વહોરાવે તો તે વહોરાવવામાં અવિધિદોષની પ્રાપ્તિ થાય. વળી, વસ્ત્ર-પાત્ર આદિ પણ જે સાધુજનને ઉચિત હોય અને પોતાની પાસે તે નિર્દોષ હોય તો સાધુને અવશ્ય વહોરાવે. વળી, જે સુપાત્ર સાધુઓ છે તેમને વહોરાવતી વખતે તેમના આચારોથી અભિવ્યક્ત થતા મોક્ષને અનુકૂળ ગુણોને સ્મૃતિમાં રાખીને વિચારે કે આ મહાત્માઓની ભક્તિ કરીને સર્વ ક્લેશ રહિત એવી મુક્તિને હું પ્રાપ્ત કરું, તેથી એ પ્રાપ્ત થાય કે આલોક કે પરલોકના કોઈપણ ફળની આશા રાખ્યા વગર સુપાત્રમાં વર્તતા ગુણોને સ્મરણમાં રાખીને તેમના પ્રત્યેનો બહુમાન ભાવ વધે તે રીતે વહોરાવે અને
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy