SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / સંકલના ભાવન કરીને ઉત્તર-ઉત્તરના ભાવોમાં આરોહણ કરે છે જેનાથી ચારિત્રને અનુકૂળ બળ સંચયવાળા થાય છે. તેથી દુષ્કર એવા ચારિત્ર માટે ભગવાને આદ્ય ભૂમિકામાં બળ સંચય કરવા માટે દેશવિરતિધર્મ બતાવેલ છે. આ પ્રકારે વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ ત્રીજો અધ્યાય સમાપ્ત કર્યો છે. ત્રીજા અધ્યાયના પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે – યોગ્ય ઉપદેશકનાં ઉપદેશથી તત્ત્વને પામેલો શ્રોતા કેવા પ્રકારનાં મહાસત્ત્વવાળા બને છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૧માં કરેલ છે. અને ઉપદેશ દ્વારા તત્ત્વને પામેલો જીવ કઈ રીતે ધર્મગ્રહણમાં પ્રવૃત્તિ કરે છે તેનું સ્વરૂપ શ્લોક-૨માં સ્પષ્ટ કરેલ છે. વળી, વિવેકપૂર્વક ધર્મગ્રહણમાં પ્રવૃત્ત જીવ જ ધર્મગ્રહણ માટે યોગ્ય છે અન્ય નહિ તેની સ્પષ્ટતા શ્લોક૩માં કરેલ છે. ત્યારપછી તેવા યોગ્ય જીવને કઈ રીતે ઉપદેશકે ધર્મનું પ્રદાન કરવું જોઈએ તેની વિસ્તારથી વિધિ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે, જે વર્ણનમાં દેશવિરતિ ધર્મનું તેના અતિચારોથી સહિત વિસ્તૃત વર્ણન છે. આ પ્રકારનાં વિશેષ ગૃહસ્થ ધર્મનું પાલન સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ પ્રત્યે પ્રબળ કારણ છે તેની સ્પષ્ટતા શ્લોક-૪માં કરેલ છે. અને દેશવિરતિના પાલન દ્વારા મહાત્મા સર્વવિરતિની શક્તિનો સંચય કઈ રીતે કરે છે ? તેની સ્પષ્ટતા શ્લોક-પ અને ડમાં કરેલ છે. ચતુર્થ અધ્યાય - ત્રીજા અધ્યાયમાં વર્ણન કર્યું એવા પ્રકારનો શ્રાવકધર્મ અને તેના પૂર્વના અધ્યાયમાં બતાવેલ સામાન્ય ગૃહસ્થ ધર્મ તે બંનેને જે શ્રાવક વિધિપૂર્વક સેવે છે તે મહાત્મા તેના સેવનના બળથી ચારિત્રમોહનીયકર્મથી મૂકાય છે; કેમ કે ભગવાનની આજ્ઞા અનુસાર બે પ્રકારના ગૃહસ્થધર્મને સેવેલ છે તેના કારણે ભાવની વિશુદ્ધિ થાય છે અને ગૃહસ્થ ધર્મના સેવનકાળમાં ભાવચારિત્રના સૂક્ષ્મબોધપૂર્વક સદા તે ચારિત્રના સ્વરૂપથી તે મહાત્મા આત્માને ભાવિત કરે છે, તેથી દેશવિરતિના પાલનકાળમાં પૂર્ણચારિત્રના રાગની વૃદ્ધિ થવાને કારણે તે મહાત્મા સર્વવિરતિચારિત્રની યોગ્યતાને પામે છે; કેમ કે વિશુદ્ધ એવું થોડું પણ અનુષ્ઠાન વિધિશુદ્ધ પાલનને કારણે ઉત્તર-ઉત્તરના પાલનને અનુકૂળ શક્તિસંચયનું કારણ બને છે. જેઓ સર્વવિરતિની શક્તિના સંચયવાળા થાય છે તેવા મહાત્માઓમાં કેવા ગુણો જોઈએ ? તેમણે કેવા ગુણવાન ગુરુ પાસે દીક્ષા લેવી જોઈએ ? દીક્ષા લેતાં પૂર્વે કુટુંબ સાથે કઈ રીતે ઉચિત વ્યવહાર કરવો જોઈએ ? દીક્ષા લેવા માટે શું ઉચિત વિધિ કરવી જોઈએ ? ઇત્યાદિનું વિસ્તારથી વર્ણન ચોથા અધ્યાયમાં કરેલ છે. આ રીતે શુદ્ધ યોગપૂર્વક ગૃહસ્થાશ્રમને છોડીને જેઓ સંયમમાં યત્ન કરે છે તે સુખપૂર્વક સંયમની ધુરાને વહન કરવા સમર્થ બને છે અને જેઓ આ પ્રકારે યત્ન કર્યા વગર સાધુપણું ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રની બાધાથી સંયમમાં યત્ન કરનારા હોવાથી સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી. તેથી ઉભયભ્રષ્ટ એવા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy