SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂગ-૪૨, ૪૩ શુભ પરિણામવાળું રહે છે. જેથી નિદ્રામાં કંઈક ચેતના મંદ હોવા છતાં ધર્મની વૃદ્ધિને અનુકૂળ ચિત્ત સતત વર્તે છે. આ પ્રકારની વ્રતધારીઓની સામાન્ય ચર્યાનું પાલન કરવાથી સ્વીકારેલાં વ્રતોનું અપ્રમાદથી પાલન થાય છે; કેમ કે નિદ્રાકાળમાં પણ શુભપરિણામથી ધર્મની શક્તિનો જ સંચય થાય છે. II૪૨/૧૭પા અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : नमस्कारेणावबोधः ।।४३/१७६ ।। સૂત્રાર્થ: નમસ્કારથી જાગવું જોઈએ. I૪૩/૧૭૬ ટીકા : 'नमस्कारेण' सकलकल्याणपुरपरमश्रेष्ठिभिः परमेष्ठिभिरधिष्ठितेन नमो अरहंताणमित्यादिप्रतीतरूपेण 'अवबोधो' निद्रापरिहारः, परमेष्ठिनमस्कारस्य महागुणत्वात्, पठ्यते च - . . "एष पञ्चनमस्कारः सर्वपापप्रणाशनः । મલ્લિાનાં જ સર્વેષાં પ્રથમં મવતિ મ મ્ IIRRI” 0 રૂતિ ૪૨/૭દ્દા ટીકાર્ચ - મારે' .તિ નમસ્કારથી સકલ કલ્યાણનું કારણ એવું જે નગર તેમાં રહેનારા પરમ શ્રેષ્ઠિ એવા પરમેષ્ઠિથી અધિષ્ઠિત નમો અરિહંતાણં ઈત્યાદિ પ્રતીતરૂપ નમસ્કારથી નિદ્રાનો પરિહાર કરવો જોઈએ; કેમ કે પરમેષ્ઠિ નમસ્કારનું મહા ગુણપણું છે અને કહેવાય છે – “આ પાંચનો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વમંગલમાં પ્રથમ મંગલ છે. II૧૨૧" () ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૪૩/૧૭૬u. ભાવાર્થ : શ્રાવકે નિદ્રા પૂરી થયા પછી નમસ્કારનાં સ્મરણપૂર્વક નિદ્રાનો પરિહાર કરવો જોઈએ અર્થાત્ જાગતાની સાથે પ્રથમ નમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. તે નમસ્કાર કેવો છે તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – સર્વ કલ્યાણને કરનાર એવું જિનશાસનરૂપી જે નગર તેમાં વસનારા પરમ શ્રેષ્ઠિ એવા પંચપરમેષ્ઠિ છે;
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy