SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૦ “यद्यपि निर्गतभावस्तथाप्यसौ रक्ष्यते सद्भिरन्यैः । વેળુવિભૂનમૂલોઽપિ વંશાહને મહીં નૈતિ।।૮।।” [] ।।૪૦/૨૭।। ઢીકાર્થ ઃ ‘સમાનાઃ નૈતિ ।।" ।। સમાનતુલ્ય સમાચારપણાથી સદેશ, ઉપલક્ષણપણું હોવાથી અધિક, એવા તે ધાર્મિક એ પ્રમાણેનો સમાન ધાર્મિક શબ્દનો સમાસ છે. તેઓના મધ્યમાં વાસ=અવસ્થાન. અને તેમાં=સમાન ધાર્મિકના મધ્યના વાસમાં આ ગુણ છે. જો કોઈ તેવા પ્રકારના દર્શનમોહના ઉદયથી ધર્મથી પાત પામે છે તેથી=પાતથી તેને સ્થિર કરે છે અથવા સ્વયં પાત પામતો તેઓના વડે સ્થિર કરાય છે અને કહેવાય છે ' ..... ૧૧૧ - " “જો કે નિર્ગતભાવ છે=પોતાનામાંથી ચાલ્યો ગયેલો ભાવ છે તોપણ અન્ય સજ્જનો વડે આ= નિર્ગતભાવ રક્ષણ કરાય છે. મૂળ ઊખડી ગયેલો પણ વાંસ વંશગહનમાં=વાંસના ગાઢ જંગલમાં પૃથ્વી પર પડતો નથી. ।।૧૧૮।” () ||૪૦/૧૭૩૫ ભાવાર્થ = ઉપદેશક સ્વીકારાયેલા વ્રતવાળા શ્રાવકને વ્રત રક્ષણના ઉપાયરૂપે કહે છે કે શ્રાવકે પોતાના તુલ્ય અને પોતાનાથી અધિક ધર્મપાલન કરનારા શ્રાવકો સાથે સદા પરિચય કરવો જોઈએ. જેથી પરસ્પર ઉચિત ધર્મોના વાર્તાલાપ દ્વારા પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોનું રક્ષણ થાય છે. વળી, તેવા સમાન ધાર્મિક શ્રાવકોમાંથી કોઈક શ્રાવકને પ્રમાદ દોષ પ્રાપ્ત થાય ત્યારે સતત સંસારના ઉચ્છેદ માટેનો ઉત્સાહ શિથિલ બને તેવા પ્રકારના દર્શનમોહનીયકર્મનો ઉદય થાય તો તે શ્રાવક ધર્મથી પાત પામે છે અર્થાત્ સર્વ ઉદ્યમથી સંસારના ઉચ્છેદ માટે જે પૂર્વે સમ્યક્ત્વના બળથી યત્ન કરતો હતો તે શિથિલ બને છે તે વખતે તે શ્રાવકને પોતે સ્થિર કરી શકે છે જેથી યોગ્ય જીવના સ્થિરીકરણકૃત મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી, પોતે પણ પ્રમાદવશ પડીને ધર્મમાં શિથિલ પરિણામવાળો થાય ત્યારે જિનવચન અનુસાર જે તેવા પ્રકારનો દર્શનમોહનીયનો ક્ષયોપશમ પૂર્વમાં હતો તે વિનાશ પામે છે અને તેના કારણે પોતે મંદ ધર્મી બને છે. તે વખતે તે અન્ય શ્રાવકો તેને સ્થિર કરે છે. માટે સમાન ધાર્મિકની સાથે વસવાથી સદા પરસ્પર તત્ત્વની આલોચના થાય છે, જેના કારણે સ્વીકારાયેલાં વ્રતોનું સમ્યક્ પાલન થાય છે. અહીં વિશેષ એ છે કે જે જીવોમાં નિર્મળ કોટિનું સમ્યગ્દર્શન છે તે જીવો સદા જિનવચનનાં રહસ્યને જાણવા માટે અને શક્તિ અનુસાર સેવવા માટે અપ્રમાદથી યત્ન કરે છે અને જ્યારે સ્વીકારાયેલા વ્રતોમાં ઉચિત યત્ન શિથિલ થાય છે ત્યારે તે પ્રકારનો દર્શનમોહનીયનો ઉદય થાય છે જેના કારણે સંસારનો અત્યંત ભય નાશ પામે છે અને ઉત્તરોત્તરનાં ગુણસ્થાનકમાં જવા માટે ઉત્સાહ શિથિલ થાય છે. અને તુલ્ય ગુણવાળાનો સહવાસ કે અધિક ગુણવાળાનો સહવાસ તે પ્રકારના પાતથી રક્ષણ કરે છે. II૪૦/૧૭૩||
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy