SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મગીતા કેદને પાપ કરવાને વિચાર પણ ન ફૂર્યો હોય, પાપકારી વચને પણ ન ઉચ્ચાર્યો હોય અને કાયાથી પાપપ્રવૃત્તિ પણ ન કરતે હેય છતાં તે પાપના પચ્ચક્ખાણ મ વિના (પાપ) અશુભકર્મબંધની પરંપરા બાંધે છે. દા. ત. કોઈ ચોર ચોરી કરવા નીકળે પણ રસ્તામાં વૃક્ષ નીચે સુઈ ગયો તે વખતે તેને ચોરી કરવાનો વિચાર પણ નથી, વચનો ઉચ્ચાર પણ નથી અને કાયાની પ્રવૃત્તિ પણ નથી છતાં તે ચાર જ કહેવાય છે, પણ શાહુકાર ગણતા નથી. તેવી રીતે સંસારી જીવ પણ જ્યાં સુધી પાપની પ્રતિજ્ઞા પ્રહણ ન કરે ત્યાં સુધી પાપ ન કરતે હોય તે પણ તે સાધુ (વિરતિ ન કહેવાય. પચ્ચખાણ એ આત્માના મૂળ સ્વભાવ છે. પાપથી વિરમવું-અટકવું એ પચ્ચખાણ છે અને તે જીવ માત્રને મૌલિક સ્વભાવ છે, કેમકે આત્માના મૂળ ગુણો જે કેવલજ્ઞાન, કેવલદર્શન અને વિતરાગતા આદિ છે તે પાપવિરમણરૂપ પચ્ચક્ખાણથી જ પ્રગટે છે. અપચ્ચક્ખાણ-અવિરતિ એ વિકારરૂપ છે અને પચ્ચક્ખાણ-વિરતિ આત્મસ્વભાવ રૂપ છે. તે સ્વભાવ (વિરતિ) ને અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજજવલન કષાયો રેકે છે. પચ્ચખાણ અર્થાત પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરવાથી તે તે આવરણ દૂર થતાં વિરતિ આદિ ગુણોને પ્રાદુર્ભાવ થાય છે. તત્વાર્થ ભાષ્યમાં વિરતિનું સ્વરૂપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે - विरतिनाम ज्ञात्वा अभ्युपेत्याऽकरणम्પાપને પાપરૂપે જાણી તથા પાપને પાપરૂપે માનીને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા તે “વિરતિ” છે. જેનદર્શનમાં સમ્યકૃત્વ, દેશવિરતિ કે પાંચ મહાવ્રત (સર્વ વિરતિ) આદિનું પાલન પચ્ચખાણપૂર્વક જ કરવામાં આવે છે. શ્રી તીર્થકર ભગવંતે તથા ગણધર જગવંતે પણ ચારિત્ર ગ્રહણ કરવા વખતે સર્વ સાવધ વ્યાપારના પચ્ચખાણ કરે છે. પચ્ચખાણ એજ મોક્ષમાર્ગ છે. મેક્ષના સાધક તો સંવર અને નિર્જરા છે, ,, બાધક આશ્રવ , બંધ ,
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy