SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મગીતા ૧૧ દ્રષ્ટાંત દ્વારા વિશેષ સ્પષ્ટતા: શ્રદ્ધા એ જળરોધક જેવી છે. જેમ જળશેાધકમણિને તળાવ વિગેરેમાં નાખવામાં આવે તો તે કાદવ વિગેરેની મલીનતા દૂર કરી પાણીને અત્યંત નિર્માંળ સ્વચ્છ બનાવે છે તેમ આ શ્રદ્ધારૂપ મણિ પશુ ચિત્તરૂપ સરોવરમાં ઉત્પન્ન થયેલા તત્ત્વ સંબધી સંશય, શ્રમ, ચપળતા અને અશ્રદ્દા આદિ સર્વ મલીનતા દૂર કરી જિનપ્રીત તત્ત્વમા તે ચિત્તમાં વાસિત બનાવે છે અથવા જિનપ્રણીત તત્ત્વમાગ માં ચિત્તને વાસિત બનાવે છે. મેધાઃ રાગીને ઔષધ પ્રત્યે જેમ પરમ ઉપાદેયભાવ હોય છે તેમ શ્રદ્દાવાન સાધકને (નિપુણ બુદ્ધિ વડે) તત્ત્વપ્રતિપાદક સત્શાસ્ત્રપ્રતિ પરમ ઉપાદેયભાવ ઉત્પન્ન થાય છે. તેમજ તે શાસ્ત્રઅધ્યયનમાં પ્રયત્નશીલ બને છે, અન્ય પ્રવૃત્તિને છેડીને શાસ્ત્રઅધ્યયનમાં જ આદરપૂર્વક પ્રવૃત્તિ કરે છે. ધૃતિ ચિંતામણી રત્નની પ્રાપ્તિ સમાન છે. જેમ કાઇ દરિદ્રીને ચિંતામણી રત્નની પ્રાપ્તિ થઈ હોય અને તેને અપૂર્વ મહિમા જાણી તેને દરિદ્રતાની ચિંતા મટી જાય છે, તેમ જિનધ રૂપી ચિંતામણી રત્નતે અચિંત્ય પ્રભાવ જાણીતે સાધક સ ંસારના સમસ્ત દુ:ખાની ચિંતાથી મુકત થઈ જાય છે અને વિશિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થાય છે. ધારા : મોતીની માળા પરાવનાર ઝવેરી જેમ તે માળાને વ્યસ્થિત રીતે ચિત્તની એકાગ્રતાપૂર્વક ઉપયાગ રાખીને પરાવે તો જ માળા અતિસુંદર બને છે, તેમ ધારણાના બળથી સ્થાનાદિ યાગમાં પ્રયત્નશીલ સાધક અન્ય વિક્ષેપાને છેડી વિધિપૂર્વક અનુક્રમે વસ્તુનુ દૃઢતાથી ત્રણ કરે છે. અનુપ્રેક્ષા : રત્નશેાધક અગ્નિ જેવી છે. જેમ રત્નને શુદ્ધ બનાવનાર મ રત્નની ચારે બાજુ વ્યાપ્ત થઇને તેમાં રહેલી સમગ્ર મલીનતાને ભાળી નાખીને રત્નને નિર્મળ અતે તેજસ્વી બનાવે છે તેમ તત્ત્વચિંતનરૂપ અનુપ્રેક્ષા (અગ્નિ) આત્મરત્નમાં એટલે કે આત્મપ્રદેશમાં વ્યાપીને તેમાં રહેલા સમગ્ર કમળને બાળીને કેવલજ્ઞાન પ્રગટાવે છે.
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy