SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મગીતા તેમના મુખારવિંદ પર સંયમનાં દિવ્ય તેજ જળહળતાં હતાં, તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં અપૂર્વ શાસન પ્રભાવના થતી અને લેક ધર્મમાર્ગે જવા ઉત્સુક બનતા. તેમના કંઠમાં આકર્ષક મધુરતા હતી. પ્રતિકમણાદિ ક્રિયાઓમાં મહાપુરુષના ગુણગીત લલકારતા ત્યારે લોકે સાંભળવામાં તલ્લીન બની જતા-પ્રભુભક્તિમાં એકચિત્ત બની જતા! નિશ્રાવતી શ્રમણીવને સંયમમાર્ગ સુસ્થિર અને પ્રગતિશીલ બનાવવા અદ્દભુત પ્રેરણા આપતા. તેમના પરિચયમાં આવેલા મહાપુરુષ આજે પણ તેમના ઉજ્જવલ-ઉદાત્ત જીવનની સ્વમુખે પ્રસંશા કરે છે. તેઓશ્રીનું સં. ૨૦૦૧ નું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં થયું, સુંદર ધર્મ આરાધના થઈ. આ મહિનામાં અચાનક તબીયત અસ્વસ્થ બની ટાઇફોઇડની અસર જણાતાં ઉપચાર ચાલુ હોવા છતાં રેગે ગંભીર સ્વરુપ પકડયું. દ્રવ્યોપચારની ઉપેક્ષા કરી ભાવોપચારમાં વિશેષ સાવધ બન્યા. આત્મસમાધિની આરાધનામાં એકચિત્ત બન્યા. જીવનની અંતિમ પળોમાં તેઓશ્રીની આત્મજાગૃતિ અપૂર્વ હતી. છેલ્લી ઘડીએ મને પૂ. આચાર્ય ભગવંતશ્રીનાં દર્શન વંદન થાય તે મારે પરમ અહોભાગ્ય! મારું જીવન કૃતાર્થ! તેઓશ્રીની આ અંતિમ અભિલાષા પૂ. આચાર્ય ભગવંતને વિદીત કરી અને પરોપકાર પરાયણ કરૂણાભંડાર પૂ. સૂરિદેવ અમદાવાદથી વિહાર કરી કાતિક અમાવાસ્યાના દિવસે સુરેન્દ્રનગર પધાર્યા, પૂ. સૂરિ ભગવંતનાં દર્શન-વંદન થતાં તેઓશ્રીએ ચન્દ્ર ચકોરવત અવર્ણનીય આનંદ અનુભવ્યો! પૂ. સરિ ભગવંતના દર્શનની જ જાણે પ્રતીક્ષા કરતા ન હોય! તેમ તેઓશ્રીએ નમસ્કાર મહામંત્રનું સતત સ્મરણ શ્રવણ કરતાં કરતાં સક્લ સઘને ખમાવી અસહ્ય વેદનામાંયે અદ્દભુત શાતિ સમાધિ પ્રાપ્ત કરી માગશર સુદ ૧ ને દિવસે વિનશ્વર દેહને ત્યાગ કરી પરલોકના પુનિત પંથે પ્રયાણ કરી ગયા !
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy