SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ચઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૬૩ બધીય ઇન્દ્રિયો ત્યાં જ દોડે છે. બીજી પણ આ વિશેષતા છે. જેવી રીતે લાકડી અંધ પુરુષોની પ્રવૃત્તિનો હેતુ છે, તેવી રીતે બીજી પણ ઇન્દ્રિયોની વિષયમાર્ગમાં પ્રવૃત્તિનું કારણ પ્રાયઃચક્ષુ છે. તેથી દૃષ્ટિ જેના વશમાં છે બધી ઇંદ્રિયો તેના વશમાં જાણ. દૃષ્ટિ જેના વશમાં નથી તે બધી ઇંદ્રિયોના વશમાં છે. તેથી આ બિચારો પહેલાં દૃષ્ટિ નાખે છે. પછી મન ઘૂમે છે. તે મનથી આકર્ષાયેલી સ્પર્શન વગેરે ઇન્દ્રિયો પણ તેને અનુસરે છે. આ લોલાક્ષની જેમ બાકીનું પણ જગત તરતમયોગથી (=ઓછા-વધારે પ્રમાણમાં) ઇન્દ્રિયસુભટોથી બંધાયેલું અને મોહરાજાના બંધનમાં લઇ જવાતું જાણ. રાજાએ પૂછ્યું: હે ભગવન્! ઇંદ્રિયો રૂપ સુભટોનો વિનાશ કરવાનો શું કોઈ ઉપાય છે? કેવલીએ કહ્યુંહે રાજનું છે. પણ તે ઉપાય અતિશય દુષ્કર છે. રાજાએ પૂછ્યું: હે મુનીન્દ્ર! તે કયો ઉપાય છે? કેવલીએ કહ્યું: શ્રેષ્ઠ ઉપાય એ છે કે ગુરુના ચરણમાં મારા સાધુઓએ જે વેષ લીધો છે તે વેષ ગ્રહણ કરાય. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ બાણો હાથમાં કરાય. સંતોષરૂપ બખ્તર ધારણ કરીને મહાન વિવેકરૂપ પર્વતના શિખર ઉપર રહેલા જિનશાસનરૂપ નગરના કિલ્લામાં સંપૂર્ણપણે પ્રવેશ કરાય. ત્યાં સતત સિદ્ધાંતરૂપ મંત્રનો જાપ કરાય. આમ કરવામાં આવે તો ભયથી કાબૂમાં કરાયેલા ઇન્દ્રિયરૂપ સુભટો દર્શન પણ ન આપે, અને ક્રમશઃ એની મેળે જ નાશ પામે. ઇત્યાદિ મુનિવરે કહ્યું એટલે જેના કર્મમલનો સમૂહ ઘટી રહ્યો છે તેવા રાજાએ કહ્યું: બહુ સારો ઉપાય કહ્યો. તેથી હે મુનીન્દ્ર! કૃપા કરીને મને આ ઉપાયમાં પ્રવર્તાવો. કેવલીએ કહ્યું: રુકાવટ (=વિલંબ) ન કરો. (૨૦૦) પછી રાજાએ સુરસુંદરીના જયાધિપ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપ્યો. મહાદાન આપ્યું. જિનમંદિરોમાં વિધિપૂર્વક પૂજાઓ કરી. પછી કેટલાક સામંત, મંત્રી, અંતઃપુર અને નગરલોકથી પરિવરેલા સમરસિંધુર રાજાએ વિધિપૂર્વક દીક્ષા લીધી. પછી તેમણે કેવલીને પૂછ્યું: હે ભગવન્! પછી તે માણસ ક્યાં ગયો? જ્ઞાનીએ કહ્યું: અહીંથી પલાયન થઇને તે નગરની પાસેના સ્થાનમાં ગયો. ત્યાં ઠાકોરની અને અન્યની આગળ રૂપવતી ડૂબી તેના પતિની સાથે ગાઇ રહી હતી. તે ડૂબીને તે જુએ છે. લાંબા કાળ સુધી તે જ પ્રમાણે જોતો રહ્યો. ચક્ષુઇન્દ્રિયને વશ બનેલા તેને ડૂબીના પતિએ ઘેરી લીધો, અને પછી છરીથી છાતીમાં હણ્યો. રૌદ્રધ્યાનને પામેલો તે મરીને ત્રીજી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. અનંતકાળ સુધી સંસારમાં ભમશે. આ પ્રમાણે સાંભળીને રાજર્ષિ ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવીને, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને, કર્મભેદોનો નાશ કરીને મોક્ષમાં ગયા. આ પ્રમાણે લોલાલ ચક્ષુઈન્દ્રિયથી હણાયો. આદિ' શબ્દથી શાસ્ત્ર પ્રસિદ્ધ બીજાં પણ દૃષ્ટાંતો જાણવાં. હવે પછી પણ “આદિ' શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા કરવી. આ પ્રમાણે ચક્ષુઇન્દ્રિયનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy