SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટત-૪પ૩ પોતાના ઘરે આવે છે, યાવતું તે ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં સુધીનું સાર્થવાહનું સઘળું ય ચરિત્ર પુષ્પશાલે ગીતમાં ગુંચ્યું. હવે જ્યારે રાત્રિ ક્ષીણ થઈ રહી હતી ત્યારે ( પૂરી થઈ રહી હતી ત્યારે, અર્થાત્ પરોઢિયે) સુભદ્રાના ઘરની નજીકમાં તે ગીત તેવી રીતે ગાવા લાગ્યો કે જેથી સુભદ્રા જાગી ગઈ. તેના સર્વ અંગો (કામબાણરૂપ) શલ્યવાળાં થયાં. વિરહરૂપ અગ્નિથી સર્વ અંગોમાં બળેલી તે પતિની સાથે વિલાસપૂર્વક પૂર્વે કરેલી કામક્રીડાઓને યાદ કરવા લાગી. મધુર અને મનોહર એ વિચક્ષણ પુરુષોના મનને હરનારા, વિરહના સારવાળા ગીતને સાંભળતી તે હરણીની જેમ પરવશ બની ગઈ. (રપ) હવે દાસસહિત પતિને સાક્ષાત્ ઘરમાં પ્રવેશ કરતા જાણીને હર્ષના ઉત્કર્ષથી (પતિ પ્રત્યે) આકર્ષાયેલા મનવાળી તે પતિની સામે જવા લાગી. આ તરફ ગીત અતિશય ઉત્કૃષ્ટ બનતાં ઘરની ઉપર રહેલી હોવા છતાં પોતાને ભૂમિમાં રહેલી માનતી અને આકાશમાં નજર કરીને ચાલતી સુભદ્રા અતિશય કઠણભૂમિ ઉપર પડી. તેથી ન્યાયરહિત રાજા લક્ષ્મીથી મુક્ત બને તેમ તે જીવનથી મુક્ત બની. - આ પ્રમાણે વેરને સાધીને પુષ્પશાલ બીજા સ્થળે ગયો. આ પ્રમાણે સુભદ્રા શ્રોત્ર નિમિત્તે જ મૃત્યુને પામી. વળી પરલોકમાં જે અન્ય દુઃખને પામશે તે તો જ્ઞાની જાણે. (મૂળગાથામાં રહેલા) આદિ શબ્દથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ અન્ય પણ દૃષ્ટાંતો જાણવા. આ પ્રમાણે સુભદ્રાનું કથાનક પૂર્ણ થયું. ચક્ષુઇન્દ્રિય વિષે લોલાક્ષનું દૃષ્ટાંત તથા ચક્ષુના વિષયથી વણિકપુત્ર વગેરે હણાયા. તે આ પ્રમાણે– કિલિંગદેશમાં કંચનપુર નામનું શ્રેષ્ઠ નગર છે. ત્યાં શ્રીમંતો અને હાથીઓ દાનકાર્યને છોડતા નથી. ત્યાં યથાર્થ નામવાળો શ્રી નિલયશેઠ વસે છે. તેની યશોભદ્રા નામની પત્ની છે. તેમને સેંકડો માનતાઓથી રૂપ વગેરે ગુણોથી યુક્ત પુત્ર થયો. તે માતા-પિતાને પ્રિય હતો. તેનું રતિસેન એ પ્રમાણે નામ કર્યું. તેમના ઘરમાં પાંચ ધાવમાતાઓ તેના શરીરનું લાલન-પાલન કરે છે. ક્રમે કરીને તે વધવા લાગ્યો. હવે એકવાર તેનું રૂપ જોઈને પિતા ખુશ થયો. પિતાએ કુશળ લક્ષણ-શાસ્ત્રોના પાઠકોને ઘરે બોલાવીને પુત્ર બતાવીને પૂછ્યું: આ કેવા લક્ષણવાળો છે? તેમણે કહ્યું: હે શ્રેષ્ઠી! અમારા શાસ્ત્રમાં પુરુષ-સ્ત્રીનાં ઘણાં લક્ષણો જણાવવામાં આવ્યા છે. સંક્ષેપથી કંઇક તમને કહીએ છીએ. ૧. રૂનારૃ પદનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. ૨. ચાલતી એ અર્થ અધ્યાહારથી લીધો છે. ૩. હાથીના પક્ષમાં દાન એટલે હાથીના ગંડસ્થલમાંથી ઝરતું પાણી=મદ.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy