SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇંદ્રિયનું પ્રમાણ-ઇંદ્રિયનો વિષય-૪૪૯ હવે પ્રમાણ દ્વારને આશ્રયીને કહે છે શ્રવણ વગેરે સર્વ ઇંદ્રિયો અત્યંતર નિવૃત્તિને આશ્રયીને જાડાઈ અને પહોળાઇને આશ્રયીને દરેક ઇંદ્રિયનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ફક્ત રસનેન્દ્રિય ઉત્કૃષ્ટથી કોઈને બેથી નવ આંગળ જેટલી પણ પહોળી હોય છે. સ્પર્શનેન્દ્રિય તો પોતાના આધારભૂત શરીરના વિસ્તારથી યુક્ત જાણવી. [૨૬૩, ૨૬૪ તથા ૨૬૫ પૂર્વાર્ધ) વિષયદ્વારનો અધિકાર કરીને કહે છેबारसहिं जोयणेहिं, सोयं परिगिण्हए सदं ॥ २६५॥ उत्तरार्धं ॥ रूवं गिण्हइ चक्खं, जोयणलक्खाओ साइरेगाओ । गंधं रसं च फासं, जोयणनवगाउ सेसाइं ॥ २६६॥ શ્રોત્ર બારયોજન સુધી શબ્દને ગ્રહણ કરે છે, ચક્ષુ સાધિક લાખ યોજન સુધી રૂપને ગ્રહણ કરે છે. નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયો નવયોજન સુધી અનુક્રમે ગંધ-રસ-સ્પર્શને ગ્રહણ કરે છે. | વિશેષાર્થ- શ્રોત્ર ઉત્કૃષ્ટથી બારયોજન દૂરથી આવેલા મેઘગર્જના આદિના ધ્વનિને સ્વયં સાંભળે છે, બારયોજનથી અધિક દૂરથી આવેલા ધ્વનિને ન સાંભળે. આંખ ઉત્કૃષ્ટથી સાધિક લાખયોજન સુધી રહેલા રૂપને ગ્રહણ કરે છે. જેમણે એક લાખયોજન જેટલું વૈક્રિયશરીર કર્યું છે તેવા વિષ્ણુકુમાર વગેરે પોતાના પગની આગળ રહેલા ખાડા વગેરેને અને ખાડા વગેરેમાં રહેલા ઢેફા વગેરેને જુએ જ છે. આથી તેમની આંખનો વિષય સાધિક લાખયોજન જાણવો. બાકીની નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયોમાં પ્રત્યેક ઈદ્રિય ઉત્કૃષ્ટથી નવયોજન દૂરથી આવેલા પોતાના વિષયને અનુક્રમે ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે- જેની ઘ્રાણેન્દ્રિયની શક્તિ તીવ્ર છે તે દેવ વગેરે કોઈક ઉત્કૃષ્ટ નવયોજનના આંતરે રહેલા કપૂર વગેરેના ગંધને અથવા પ્રથમવાર મેઘની વૃષ્ટિથી ભિની થયેલી સુગંધી માટીની ગંધને ગ્રહણ કરે છે, અને તે જ દેવ વગેરે જ્યારે દૂર રહેલા પણ ગંધવાળા દ્રવ્યના તિક્તકટુ વગેરે સ્વાદનો નિશ્ચય કરતો જોવામાં આવે છે ત્યારે જણાય છે કે તેણે તે દ્રવ્યના રસપુદ્ગલો પણ ગ્રહણ કર્યા જ છે. કારણ કે તિક્ત વગેરે સ્વાદ ધ્રાણેન્દ્રિય વિષય નથી. આ પ્રમાણે રસનેન્દ્રિયનો પણ વિષય નવયોજન છે એ સિદ્ધ થયું. તે જ દેવ વગેરે ઉત્કૃષ્ટથી નવયોજન દૂરથી આવેલા શીતલપવન વગેરેને આ જલવાત(=પાણીયુક્ત પવન) છે, આ હિમવાત (=ઠંડો પવન) છે ઇત્યાદિ રીતે જાણે છે, નવયોજનથી અધિક દૂર આવેલાને ન જાણે. [૨૬૫ ઉત્તરાર્ધ+૨૬૬]
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy