SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિધિ-નિષેધ એકાંત નથી-૪૩૫ વળીएगंतेण निसेहो, जोगेसु न देसिओ विही वावि ।। दलियं पप्प निसेहो, होज विही वा जहा रोगे ॥ २३९॥ જેવી રીતે રોગમાં આહારનો એકાંતે નિષેધ કે એકાંત અનુજ્ઞા નથી, તેમ ગમન વગેરે યોગોમાં એકાંતે નિષેધ કહ્યો નથી, અથવા સ્વાધ્યાય વગેરે યોગોમાં એકાતે અનુજ્ઞા કહી નથી. વસ્તુને (પરિસ્થિતિને કે સંયોગોને) જાણીને નિષેધ કે અનુજ્ઞા થાય. વિશેષાર્થ– ગમન-આગમન-ભોજન વગેરે યોગોમાં તીર્થકરોએ એકાંત નિષેધ કે વિધિ બતાવ્યો નથી, કિંતુ જીવદ્રવ્યને આશ્રયીને નિષેધ કે વિધિ થાય. અહીં દૃષ્ટાંત કહે છે- જેવી રીતે રોગમાં. અહીં તાત્પર્ય આ છે- જેવી રીતે જવર વગેરે રોગ ઉત્પન્ન થયે છતે કોઈક સુવૈદ્ય કોઈક રોગીને “આ રોગી પ્રચંડપવનથી પીડા પામેલો છે” અમે વિચારીને લંઘન વગેરેનો નિષેધ કરે છે, અને સ્નિગ્ધ ઉપચાર વગેરેની અનુજ્ઞા આપે છે, અન્ય કોઈકને પ્રબળ અજીર્ણથી લપટાયેલો જાણીને તે જ વરાદિ રોગમાં વિપરીત આદેશ કરે છે. એ પ્રમાણે તીર્થકર ભગવંતો પણ કોઇક તેવા પ્રકારના સંહનનથી કૃશ થયેલા સાધુરૂપ જીવદ્રવ્યને આશ્રયીને વિકૃષ્ટ તપશ્ચર્યા વગેરેનો નિષેધ કરે છે, અને સ્નિગ્ધ આહાર વગેરેની અનુજ્ઞા આપે છે. બીજા સાધુને દઢ સંહનનવાળા અને સમર્થ જાણીને તે જ કર્મરોગમાં ચિકિત્સા કરવાનો જ આદેશ આપે છે. અથવા એક જીવદ્રવ્યને દેશ-કાલાદિના ભેદથી ભિન્ન કર્તવ્યનો આદેશ કરે છે, અર્થાત્ અમુક દેશમાં અમુક કર્તવ્યનો આદેશ આપે છે, તો અમુક દેશમાં અમુક કર્તવ્યનો આદેશ આપે છે. એ જ રીતે કાળ માટે પણ સમજવું. એ પ્રમાણે બીજે બધે પણ ભાવના કરવી. [૨૩૯] પૂર્વપક્ષ- જો એમ છે તો ભોજન કરાતો આહાર વગેરે બાહ્ય પદાર્થો કોઈનેય બંધાદિનું કારણ નથી, કિંતુ સ્વપરિણામ જ છે. ઉત્તરપક્ષ- આ (=તમે કહ્યું તે) આ પ્રમાણે જ છે. કારણ કે કહ્યું છે કેअणुमित्तोऽवि न कस्सइ, बंधो परवत्थुपच्चयो भणिओ । तहवि य जयंति जइणो, परिणामविसोहिमिच्छंता ॥ २४०॥ બાહ્ય વસ્તુના નિમિત્તથી કોઈનેય અલ્પપણ બંધ કહ્યો નથી. તો પણ પરિણામની વિશુદ્ધિને ઇચ્છતા મુનિઓ પ્રાણાતિપાતનો ત્યાગ વગેરે પ્રયત્ન કરે છે. વિશેષાર્થ– બાહ્યપદાર્થના કારણથી કોઈનેય જરા પણ બંધ કે મોક્ષ કહ્યો નથી, કિંતુ સ્વપરિણામના કારણથી જ બંધ કે મોક્ષ કહ્યો છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy