SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વારા) ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરાધના નિર્જરાફલવાળી બને-૪૩૩ સંક્લેશથી રહિત ચિત્તવાળા અને વિરાધનાથી રક્ષણ કરવામાં તત્પર એવા ગીતાર્થની પૃથ્વી આદિનું સંઘટ્ટન વગેરે જે વિરાધના થાય તે અશુભકર્મબંધ રૂપ ફલવાળી ન થાય, અર્થાત્ તેનાથી અશુભકર્મબંધ ન થાય, કિંતુ અશુભકર્મની નિર્જરારૂપ ફલવાળી જ થાય. વિરાધના નિમિત્તે યથોક્ત જે કર્મ છે તે પણ પહેલા સમયે બંધાય, બીજા સમયે નિર્જરે અને ત્રીજા સમયે અકસ્મતાને અનુભવે છે, અર્થાત્ આત્મા તે કર્મથી રહિત બને. આ પ્રમાણે સિદ્ધાંતનું રહસ્ય છે. [૩૬] વિરાધના પણ નિર્જરાફલવાળી કેવી રીતે થાય તે કહે છેजे जत्तिया य हेऊ, भवस्स ते चेव तत्तिया मोक्खे । गणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ॥ २३७॥ જે અને જેટલા ભાવો (=પદાર્થો) સંસારના હેતુઓ છે, તે જ અને તેટલા જ ભાવો (=પદાર્થો) મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બંનેના (અલગ અલગ) કારણોથી અસંખ્યલોક સભાનપણે ભરેલા છે. વિશેષાર્થ– સૂક્ષ્મ-બાદરજીવો, સર્વદ્રવ્યો, ગ્રહણ-ધારણીય દ્રવ્યો, તિર્યંચ-મનુષ્ય-દેવોની સ્ત્રીઓ, સચિત્ત-અચિત્ત-મિશ્રદ્રવ્યો, અશનાદિ આહાર વગેરે જે ભાવો અને જેટલી સંખ્યાવાળા ભાવો સંસારનાં નિમિત્તો છે, તે જ સૂક્ષ્મ-બાદરજીવો વગેરે ભાવો અને તેટલી જ સંખ્યાવાળા ભાવો મોક્ષનાં પણ નિમિત્તો છે. અહીં તાત્પર્ય આ છે- ત્રણલોકમાં રહેલા જે ભાવો રાગ-દ્વેષ-અજ્ઞાનવાળા જીવોને સંસારનાં કારણ બને છે, તે જ ભાવો રાગાદિથી રહિત જીવોને શ્રદ્ધા-જ્ઞાન-વધાદિવિરતિ દ્વારા મોક્ષનું કારણ બને છે. તે આ પ્રમાણે પ્રથમ વ્રતના વિષયભૂત જે સઘળાય જીવો વધાદિથી નિવૃત્ત નહિ થયેલા રાગદિ દોષોથી દૂષિત અંત:કરણવાળા જીવોને ભવના હેતુ થાય છે, તે જ સઘળાય જીવો સમ્યકત્વથી શ્રદ્ધા કરતા, જ્ઞાનથી જાણતા અને ચારિત્રથી હિંસા નહિ કરતા સાધુને મોક્ષના હેતુ થાય છે. બીજા વ્રતના વિષયભૂત જે સર્વદ્રવ્યો તેમની અસત્ય પ્રરૂપણા કરવામાં પ્રવૃત્ત થયેલા જીવોને ભવહેતુ થાય છે, તે જ દ્રવ્યો સત્યપ્રરૂપણા આદિમાં પ્રવૃત્ત થયેલા સાધુને મોક્ષનાં કારણ થાય છે. એ પ્રમાણે ત્રીજા વગેરે વ્રતના વિષયભૂત ગ્રહણ-ધારણીય વગેરે પદાર્થોમાં પણ ભાવના કરવી. કહ્યું છે કે-“અહો! ધ્યાનનો પ્રભાવ કેવો છે કે જેથી એક પણ સ્ત્રી અનુરાગ-વિરાગથી અનુક્રમે ભવ માટે અને મોક્ષ માટે થાય છે.” [પ્રશ્ન – એ પ્રમાણે હો. પણ ભવ અને મોક્ષ પ્રત્યેકના કેટલી સંખ્યાવાળા ( કેટલા) હેતુઓ છે?
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy