SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬-ચરમશુદ્ધિકાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [શુભઅધ્યવસાયમાં કેટલાક વર્ષો બાદ પ્રસન્નચંદ્રરાજા વલ્કલચીરિને પિતાથી ગુપ્તપણે જ અન્ય દ્વારા પોતાની પાસે લઈ આવ્યો, અને યુવરાજપદે સ્થાપ્યો. પછી આ વિગત પોતાના પિતાને કહેવડાવી. વલ્કલચીરિના સ્નેહથી સોમચંદ્ર તાપસ તે રીતે રડ્યો કે જેથી આંખોમાં 'નીલી રોગ થયો. હવે એકવાર ભર યુવાનિમાં વર્તી રહ્યો હતો ત્યારે પિતાને યાદ કરતો વલ્કલચીરિ બંધુની સાથે આશ્રમમાં ગયો. પછી પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરિએ સોમચંદ્રમુનિને પ્રણામ કર્યા ત્યારે પિતાની આંખોમાંથી હર્ષના આંસુરૂપ જળ વહેવા માંડ્યું એનાથી પિતાનો નીલીરોગ દૂર થયો. આ તરફ પિતા પ્રસન્નચંદ્રની પાસે કુશળ વગેરે પૂછી રહ્યા હતા ત્યારે વલ્કલચીરિ કુતૂહલથી સ્વયં રાખેલા વલ્કલવસ્ત્રોને (=વૃક્ષની છાલના વસ્ત્રોને) ત્યાં જઈને છોડે છે, અને વસ્ત્રોની ઉપર ચઢી ગયેલી ધૂળનું પ્રમાર્જન કરે છે. તેથી પૂર્વે પણ કયાંક મેં આ પ્રમાણે વસ્ત્ર પ્રમાર્જના કરી છે એમ વિચારતા તેને જાતિસ્મરણશાન થયું. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે પાળેલી જિનદીક્ષાને અને અનુભવેલા વૈમાનિક દેવપણાને યાદ કરે છે. (રપ) હવે વૈરાગ્યને પામેલો તે વિચારે છે કે, તે જીવ! દેવલોકમાં પાંચ પ્રકારના ઘણા ભોગોને ભોગવીને પણ તું તૃપ્ત થયો નથી તો હમણાં કેવળ વિડંબનાથી યુક્ત અને તુચ્છ ભોગોથી કેવી રીતે તૃપ્ત થઇશ? આથી તે જ જિનદીક્ષા (લેવી) યોગ્ય છે. આ પ્રમાણે સંવેગક્રમથી તેને ચારિત્ર ભાવથી પરિણમ્યું, અર્થાત્ ભાવથી તે ચારિત્રના પરિણામવાળો થયો. ક્ષપકશ્રેણિ કરી, અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. હવે પિતા, બંધુ અને લોકને ઉત્તમ દેશના આપે છે. પછી વૈરાગ્યને પામેલો પ્રસન્નચંદ્ર પોતાના ઘરે ગયો. વલ્કલચીરિ પિતાને શ્રી વીરનાથની પાસે લઈ જાય છે. પિતા ત્યાં દીક્ષા લે છે. વલ્કલચીરિ સિદ્ધ થયા. ક્યારેક ભગવાન વીરનાથ પોતનપુરમાં પધાર્યા. વલ્કલચીરિના વચનોથી વૈરાગ્યને પામેલા પ્રસન્નચંદ્રરાજાને મહાવીર ભગવાન દેશનાથી દીક્ષા લેવા માટે ઉત્સાહિત કરે છે. તેથી પ્રસન્નચંદ્રરાજા બાલ પણ પુત્રને રાજ્યપદ ઉપર સ્થાપીને દીક્ષા લે છે. અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. ક્રમે કરીને તે ગીતાર્થ થયા. એકવાર તે મુનિ શ્રી વીરજિનની સાથે રાજગૃહ નગરમાં પધાર્યા. સમવસરણની બાજુમાં એક જ પગ ઉપર ઊભા રહીને, સૂર્ય તરફ મુખ રાખીને, બે હાથ ઊંચા કરીને, કાઉસ્સગ્નમાં રહે છે. પ્રભુજીને વંદન કરવા માટે આવતા શ્રેણિકરાજાના સૈન્યના મોખરે રહેલા સુમુખ નામના એક પુરુષે કહ્યું. આ મુનિ ધન્ય છે કે જેનું આવું ધ્યાન છે. એણે મોક્ષ કે સ્વર્ગને હાથમાં નથી કર્યો એવું નથી. અર્થાત્ હાથમાં કર્યો છે. પછી બીજા દુર્મુખ નામના પુરુષે કહ્યું તું આ ન કહે. ૧. જેનાથી માણસ આંખોથી જોઇ ન શકે તેવો આંખનો રોગ. ૨. આશ્રમપદ એટલે આશ્રમ.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy