SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) गोपालमाइएहिं, अहमेहिं उईरिए महाघोरे । जइ सहइ तहा सम्मं, उवसग्गपरीसहे सव्वे ॥ २१९ ॥ अम्हारिसा कहं पुण, न सहंति विसोहिअव्वघणकम्मा । इय भावंतो सम्मं, उवसग्गपरीसहे सहसु ॥२१२॥ ૪૧૨-ચરણશુદ્ધિદ્વાર] [સુભાવનાથી અરતિને દૂર કરવી લઘુકર્મી, ચરમશરી૨ી, અનંતવીર્યયુક્ત, સુરેન્દ્રથી નમાયેલા, સર્વ ઉપાયોની વિધિને જાણનારા, ત્રણ લોકના ગુરુ આવા પણ મહાવીર જો ગોવાળ આદિ અધમ જીવોથી કરાયેલા અતિઘોર સઘળાય ઉપસર્ગ-પરિસહોને આવશ્યકસૂત્ર આદિ શાસ્ત્રમાં જે રીતે બતાવ્યું છે તે રીતે સમ્યક્ સહન કરે છે તો પછી ભારેકર્મી એવા અમારા જેવાઓ કેમ સહન ન કરે એમ વિચારતો તું ઉપસર્ગ-પરીષહોને સમ્યક્ સહન કર. વિશેષાર્થ- જે લઘુકર્મી છે અને નિશ્ચિત ચરમશરીરી છે તેને ઉપસર્ગ વગેરે સહન કરવાની શી જરૂર છે? (છતાં સહન કરે છે.) જે અનંતવીર્યયુક્ત છે અને સર્વ ઉપાયોની વિધિને જાણનારા છે તે ઉપસર્ગ કરનારાઓનો નિગ્રહ કરવા માટે પણ સમર્થ છે. (છતાં નિગ્રહ કરતા નથી.) સુરેન્દ્રોથી પ્રણામ કરાયેલા અને ત્રણલોકના ગુરુને ઉપસર્ગ કરનારાઓને રોકનારા પણ કોઇક મળી જાય. (છતાં રોકનારાને શોધતા નથી.) આવા અભિપ્રાયથી અહીં ઘણાં વિશેષણો કહ્યાં છે. ઉપસર્ગ એટલે તિર્યંચ-મનુષ્ય-દેવોથી ઉત્પન્ન કરાયેલા ઉપદ્રવો. ક્ષુધા-તૃષા વગેરે પરીષહો છે. અહીં ‘ભા૨ેકર્મી' એમ કહીને પૂર્વોક્ત ‘લઘુકર્મી'થી વિપરીત કહ્યું છે. આ (=લઘુકર્મીથી ભારેકર્મી વિપરીત છે એવું કથન) ઉપલક્ષણ હોવાથી ચરમશ૨ી૨ી વગેરેનું પણ વિપરીતપણું આત્મામાં (=પોતાનામાં) વિચારવું. [૨૧૦-૨૧૧-૨૧૨] આ પ્રમાણે પણ વિચારણા કરતા સાધુ પરીષહ-ઉપસર્ગોથી તિરસ્કૃત(=પરાજિત) કરાય અને એથી સાધુને કર્મવશથી ચારિત્રમાં અરતિ ઉત્પન્ન થાય, અર્થાત્ ગૃહવાસ સ્વીકારીને વિષયભોગાદિ સુખની ઇચ્છા થાય, તો શું કરવું? તે કહે છે– एवंपि कम्मवसओ, अरई चरणम्मि होज जइ कहवि । तो भावणाइ सम्मं, इमाए सिग्घं नियत्तिज्जा ॥ २९३ ॥ આ પ્રમાણે પણ જો કર્મની પરાધીનતાથી કોઇ પણ રીતે ચારિત્રમાં અરતિ થાય તો આ (=હમણાં જ કહેવાશે તે) સમ્યભાવનાથી જલદી અતિને દૂર કરે. [૨૧૩]
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy