SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ - ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસા આદિને વંદન તે આ પ્રમાણે—‘ગામ- નગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે તો દૂરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ ‘આપને વંદન કરીએ છીએ” એમ બોલે. (૨) જો તે પ્રભાવશાળી કે ઉગ્રસ્વભાવવાળો હોય તો વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથે અંજલિ કરે. (૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિ ઉગ્રકષાયી હોય તો વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજો શીર્ષપ્રણામ કરે. આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ તે તે પુરુષના કાર્યની વિશેષતા અને (લૌકિક) ઉપચારને અનુસરવાપણું સમજવું. (૪) સન્મુખ ઊભા રહીને બાહ્યભક્તિનો દેખાવ કરતો ‘આપને કુશળ છે?” એમ શારીરિક કુશળતા પૂછે. (પ) કુશળતા પૂછીને ક્ષણવાર સેવા કરે (ઊભા રહે), અને (૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તેના ઉપાશ્રયમાં પણ જાય, થોભવંદન કરે, કે સંપૂર્ણ વંદન પણ કરે.” (ગુ.ત.વિ. ઉલ્લાસ ૩ ગાથા-૧૫૧) વધારે શું કહેવું? ‘વંદન ન કરવાથી જે પાર્શ્વસ્થાદિથી સાધુઓને સંયમવિરાધના વગેરે નુકશાન થવાનો સંભવ જણાય તેની સાથે ‘મધુરવાર્તાલાપ’ વગેરે વાણીથી અને ‘મસ્તકથી પ્રણામ' વગેરે ક્રિયાથી પણ તે રીતે વર્તવું કે તેને જરા પણ અપ્રીતિ આદિ ન થાય. જો તેને વંદન ન કરવા છતાં તે સાધુના સંયમનો ઉપઘાત (પરાભવ-નાશ) નહિ કરે એમ જણાય તો તે શીતલવિહારીનો દૂરથી જ ત્યાગ કરે (વંદન ન કરે).” (ગુ. ત. વિ. ઉલ્લાસ ૩ ગાથા-૧૫૪) આ પ્રમાણે જે ગુણોથી તદ્દન રહિત હોય તેના પ્રત્યે ‘વાચિક નમસ્કાર' વગેરે જે કરવા યોગ્ય છે તે કહ્યું. જેમાં સ્વલ્પ પણ ગુણ છે તેના પ્રત્યે શું કરવા યોગ્ય છે? આ વિષે પણ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે-“દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય પૈકી પાસસ્થાદિમાં જે જે ગુણો થોડા કે અધિક જેટલા જણાય, તેની વંદનાદિ પૂજા-ભક્તિ તેના તે તે જિનોક્તગુણોને મનમાં ધારીને તેટલા પ્રમાણમાં કરવી.” (ગુ.ત.વિ.ઉલ્લાસ-૩ ગાથા. ૧૫૯) અહીં બહુ વિસ્તારથી શું? પ્રવચનનો સાર જ કહેવાય છે, અને તે ડિસેદ્દો ય અનુમા ઇત્યાદિ ગાથાથી અહીં જ કહેવાશે. તેથી અતિ પ્રસંગથી સર્યું, અર્થાત્ પ્રાસંગિક અધિક વર્ણન કરવાની જરૂર નથી. વિસ્તારના અર્થીએ નિશીથ (ઉર્દૂ. ૫.) અને બૃહત્કલ્પસૂત્ર (ઉર્દૂ. ૩.) એ બે સૂત્રો જોવા. તેથી ગંભીર જિનપ્રવચનને મધ્યસ્થ બનીને પૂર્વાપરના સંબંધથી વિચારવું, પણ માત્ર વચન સાંભળીને જ ક્યાંય સંમોહ ન કરવો. [૨૦૬] તીર્થંકરોએ સાધુઓને બીજા પણ જેનો નિષેધ કર્યો છે તેને કહે છે पेज्जं भयं पओसो, पेसुन्नं मच्छरो रई हासो । अरई कलहो सोगो, जिणेहिं साहूण पडिकुट्ठो ॥ २०७ ॥ ૧. અતિજ્રાન્તઃ પ્રસઙ્ગમ્-પ્રતિપ્રસઙ્ગ:।
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy