SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮-વિશિષ્ટકારણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસસ્થા આદિને વંદન આ ગાથાની ભાષ્યસૂર્ણિનો અર્થ આ પ્રમાણે છે- “જે ઘણા ઉત્તરગુણના અપરાધસ્થાનોથી સંકીર્ણ (=ભેળસેળવાળા) હોય, તે અપરાધ સ્થાનોને સેવીને મેં ખોટું કર્યું” એમ પશ્ચાત્તાપ ન કરે, નિઃશંકપણે અને નિર્દયપણે પ્રવર્તે, જ્ઞાનાદિથી આલંબનોથી વર્જિત હોય, અર્થાત્ જ્ઞાનાદિના આલંબન વિના દોષોનું સેવન કરનારો હોય, તેને વંદન ન કરવું.” શિષ્યઃ— આનાથી અર્થાપત્તિથી એ પ્રાપ્ત થયું કે આલંબન સહિત ઉત્તરગુણોને સેવનારો પણ પૂજ્ય છે. આચાર્યઃ– આલંબનસહિત દોષોને સેવનાર માત્ર ઉત્તરગુણપ્રતિસેવી જ પૂજ્ય છે એવું નથી, કિંતુ મૂલગુણપ્રતિસેવી પણ પૂજ્ય છે. આ વિષે ભાષ્યગાથા આ પ્રમાણે છે– हेट्ठाठाणठिओवी, पावयणिगणट्टियाइ अहरे ऊ । कडजोगी उ निसेवइ, आइनियंठोव्व सो पुज्जो ॥ जीत १३२४ ॥ આ ગાથાની ચૂર્ણિનો અર્થ આ પ્રમાણે છે— “નીચેના સંયમ સ્થાનોમાં રહેલો પણ ગીતાર્થ, અર્થાત્ મૂલગુણનું સેવન કરનાર પણ ગીતાર્થ, પ્રવચન (=આચાર્ય) અને ગચ્છ માટે અનિવાર્ય સંયોગમાં જે દોષ સેવે તેનાથી તે સંયમશ્રેણિમાં જ વર્તે છે, અને આદિ નિગ્રંથ=પુલાકની જેમ પૂજ્ય છે.'' લબ્ધિપુલાકમાં ચક્રવર્તીના સૈન્યને રોકવાની અને ચૂરી નાખવાની લબ્ધિ હોય છે. કુલાદિ કાર્યો માટે મૂલગુણનું પ્રતિસેવન કરીને આલોચના-પ્રતિક્રમણ કરનાર લબ્ધિપુલાક શુદ્ધ છે અને મહાનિર્જરા કરે છે. જેથી ભાષ્યકાર કહે છે કે कुणमाणो वि य कडणं, कयकरणो नेव दोसमज्जेइ । अप्पेण बहुं इच्छइ, विसुद्धआलंबणो समणो ॥८४२ ॥ આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે— “સૈન્યનું ચૂર્ણ પણ કરનાર ગીતાર્થ પુલાક દોષને પામતો નથી. વિશુદ્ધ આલંબનવાળો સાધુ અલ્પનુકશાનથી બહુ લાભને ઇચ્છે છે.” વળી બીજું– લાભના ઉપાયોમાં કુશળ કાર્યાર્થીએ ભ્રષ્ટસંયમગુણવાળાને પણ વંદન કરવું જોઇએ. અન્યથા દોષનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે- કોઇક આચાર્યે ગીતાર્થના અભાવમાં ક્ષુલ્લક અગીતાર્થોને પણ નજીકની પલ્લીમાં ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કરવા માટે મોકલ્યા. ભ્રષ્ટચારિત્રવાળો એક વાચક, કે જેને રાજકુલમાં પ્રમાણ કર્યો છે, તે ત્યાં રહે છે. ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કર્યા પછી ક્ષુલ્લક સાધુઓ લોકોને પૂછે છે કે એ (=વાચક) ક્યાં છે. લોકોએ કહ્યું: જંગલમાં છે. તેથી તે સાધુઓ પણ ત્યાં ગયા. બકરીઓનું રક્ષણ કરવામાં પ્રવૃત્ત ૧. ક્ષુલ્લક=નાનો સાધુ.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy