SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાના પ્રકારો સ્વપ્ન જો સ્વપ્નમાં વિકરાલદૃષ્ટિવાળી વાંદરી કોઈપણ રીતે આલિંગન કરે, તથા માંસ, 'કેશ અને નખ કપાય તો જલદી મરણ થાય. સ્વપ્નમાં પોતાના શરીરને તેલવાળી રાખથી લેપાયેલો જુએ, કેશોને ફરફર થતા જુએ, વસ્ત્રરહિત જુએ, નાચતો, હસતો કે ગાતો જુએ તો નક્કી કરે. સ્વપ્નમાં ઊંટ કે ગધેડાથી યુક્ત વાહન ઉપર એકલો ચઢે, અથવા તેવા વાહનમાં રહેલો જ જાગે, તો મરણ નજીકમાં છે. જો સ્વપ્નમાં ગુપ્ત રહીને કાળાં વસ્ત્રોવાળી કે કાળા વિલેપનવાળી સ્ત્રીને જુએ, અથવા જાગતો પણ ખરાબ સ્વપ્નને જુએ તો મરે. સ્વપ્નમાં (તેલ વગેરે) સ્નિગ્ધ વસ્તુને, દારૂને કે ચરબીને પીએ, પાણીમાં ડૂબે, સડેલી તલપાપડી ખાય, ચંદ્ર-સૂર્યનું ગ્રહણ થાય, ચંદ્રસૂર્યનું પતન થાય, પિશાચનો, ચંડાલનો કે સ્ત્રીનો સંગ થાય, પથ્થર અને કાંટાવાળી અટવીમાં નેતરની સોટીઓનું ભવન જુએ, ખાડામાં, શ્મશાનમાં, રાખમાં કે ધૂળમાં સુવે કે પડે, પાણીમાં કે કાદવમાં ખૂંપી જાય, લક્ષ્મી, ડોક, અને કાનને જુએ, કોઇ વસ્તુનું હરણ થતું જુએ, લાલ પુષ્પમાળા, વિલેપન, વરને વિભૂષા કરવી, નૃત્ય, ગીત, વાજિંત્ર, વિવાહ કરવો, ખાદ્ય પદાર્થ, પક્વાન્ન વગેરે દ્રવ્યોને ખાય, ઊલટી, ઝાડા, સોનામહોર અને લોઢા આદિની પ્રાપ્તિ, હાથ, પગ અને ચામડીનો છેદ, વેલડીના વિસ્તારથી અને છાલથી સર્વ અંગોમાં વીંટળાવું, કલહ, બંધ, પરાજય, દાંત અને દીપક આદિનું પડવું, વાહનોનો નાશ, માતા-પિતા વગેરે લોકથી તિરસ્કાર, ગાઢ અંધકારમાં પ્રવેશ થાય, પર્વત, વૃક્ષ અને મહેલ ઉપરથી પડવું, માછલાંઓ ગળી જાય, જે સ્વસ્થ હોવા છતાં સ્વપ્નમાં આ બધું જુએ તે મરણ પામે કે કષ્ટને પામે, ગ્લાન હોય તો નક્કી મરે. દષ્ટ (=જોવાથી થયેલું), શ્રત(=સાંભળવાથી થયેલું), અનુભૂત(=અનુભવથી થયેલું), વાયુ વગેરે દોષથી થયેલું, ચિંતિત (=વિચાર કરવાથી થયેલું), દિવ્ય(=દેવના પ્રભાવથી થયેલું), અને કર્મજનિત (=કર્મના ઉદયથી થયેલું) એમ સ્વપ્નના સાત પ્રકાર કહ્યા છે. તેમાં પહેલા પાંચ પ્રકારના સ્વપ્ન નિષ્ફલ કહ્યાં છે. છેલ્લા બે શુભ-અશુભના સૂચક જાણવા. તેમાં જે સ્વપ્ન અતિશય લાંબું હોય, અતિશય ટૂંકુ હોય, જોયા પછી ભૂલાઈ ગયું હોય, અતિશય વહેલી રાતે (ત્રીજા પ્રહરમાં) જોયું હોય, તે સ્વપ્ન લાંબા કાળે ફળ આપે છે, અને તુચ્છ ફળ આપે છે, જે સ્વપ્ન અતિશય પ્રભાતે જોયું હોય તે સ્વપ્ન તે જ દિવસે ફળ આપે છે અને મોટું ફળ આપે છે એમ બીજાઓ કહે છે. રાત્રિના પહેલા, બીજા, ત્રીજા અને છેલ્લા પ્રહરમાં આવેલું સ્વપ્ન અનુક્રમે એક વર્ષ, ત્રણ મહિનામાં, બે મહિનામાં અને તુરત ફળ આપે છે. પહેલાં અશુભ સ્વપ્નને જોઈને પછી શુભ સ્વપ્નને જુએ છે તેને શુભસ્વપ્ન ફળ આપે છે. પહેલાં શુભ સ્વપ્નને જોઇને પછી અશુભ સ્વપ્નને જુએ છે તેને અશુભ સ્વપ્ન ફળ આપે છે. જિનેશ્વરોની પૂજાથી, નમસ્કારમંત્રના સ્મરણથી, તપ, નિયમ અને દાનથી અશુભ પણ સ્વપ્ન મંદફાવાળું થાય છે. ૧. પ્રતમાં ઢોલ શબ્દના સ્થાને છે શબ્દ હોવો જોઈએ એવી સંભાવનાથી કેશ અર્થ કર્યો છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy