SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરગચ્છમાં સંલેખના કરવાનું કારણ સપરાક્રમ અને અપરાક્રમ એ બે પ્રકારના મરણમાં નિર્વાઘાત અને વ્યાઘાત સપરાક્રમ મરણ જીતકલ્પભાષ્યમાં હવે પછી તુરત કહેવાશે તે દ્વારોથી જે રીતે કહેવું છે તે રીતે જાણવું. [૪૭૭]. તે જ કારોને કહે છે– सगणनिसिरणा परगण, सिई संलेह अगीत संविग्गे । एगाभोगण अन्ने, अणपुच्छ परिच्छया लोए ॥ ४७८ ॥ ठाणवसहीपसत्थे, निजवगा दव्वदायणे चरिमे । हाणिपरितन्तनिज्जरसंथारुव्वत्तणाईणि ॥ ४७९॥ सारेऊण य कवयं, निव्वाघाएण चिंधकरणं च । वाघाए जायणया, भत्तपरिणाएँ कायव्वा ॥ ४८०॥ ૧. સ્વગણનિસર્જન, ૨. પરગણ પ્રવેશ, ૩ શ્રેણિ, ૪. સંલેખના, ૫ અગીતાર્થ, ૬ સંવિન, ૭ એક, ૮. આભોગન, ૯ અન્ય, ૧૦ અનાપૃચ્છા ૧૧. પરીક્ષા, ૧૨. આલોચના, ૧૩. પ્રશસ્તસ્થાન, ૧૪. પ્રશસ્તવસતિ ૧૫ નિર્યાપક, ૧૬. દ્રવ્યદાયણા, ૧૭. હાનિ, ૧૮. અપરિતાન્ત, ૧૯. નિર્જરા, ૨૦. સંસારક, ૨૧. ઉદ્વર્તનાદિ, ૨૨. કવચ, ૨૩. ચિહ્નકરણ, ૨૪. યાચના આ પ્રમાણે ૨૪ ધારો છે. ૧-૨. સ્વગણનિસર્જન-પરગણપ્રવેશ- અહીં ભક્તપ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા આચાર્ય વગેરેએ સૂત્રોક્ત ગુણોથી યુક્ત અન્યગણની પ્રાપ્તિ થતી હોય તો સૂત્રોક્ત વિધિથી સ્વગણમાંથી નિર્ગમ કરવો જોઇએ, અર્થાત્ સ્વગણમાંથી નીકળી જવું જોઇએ, અને પરગણમાં વિધિથી સંક્રમણ કરવું જોઈએ, અર્થાત્ પરગણમાં પ્રવેશ કરવો જોઇએ. પ્રશ્ન- અંતિમ આરાધના કરવાની ઇચ્છાવાળાએ શા માટે સ્વગચ્છને છોડી દેવો જોઇએ? અને શા માટે પરગચ્છનો આશ્રય લેવો જોઈએ? ઉત્તર- જો આચાર્ય વગેરે સ્વગચ્છમાં રહીને સંલેખના કરે તો જેમણે શરીરની સંખના કરી છે તેવા અને પરલોકમાં જવા માટે પ્રસ્થાન કરનારા આચાર્ય વગેરેને જોઇને સાધુઓ વગેરે સદન અને આક્રન્દન વગેરે કરે. તેથી તે આચાર્ય વગેરેને કરુણા ઉત્પન્ન થાય, અને તેથી ધ્યાનમાં વિઘ્ન થાય. વળી બીજું- સંલેખના કરનારે જે આચાર્યને સ્વપદે સ્થાપિત કર્યા હોય તે આચાર્ય કેટલાકને સંમત હોય અને કેટલાકને સંમત ન હોય. તેથી તેના સંબંધમાં અને ઉપકરણ આદિના સંબંધમાં કલહ કરતા સાધુઓને જોઈને તેને અસમાધિ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy