SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૪-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત પછી બીજા દિવસે રાજાએ સઘળાય નગરલોકને ભેગો કરીને સુમિત્રને પૂછાવ્યું કે આ વૃત્તાંત શો છે તે કહે. નગરલોકે રાજાને જણાવ્યું હે દેવ! સુમિત્ર કહે છે કે અહીં કંઇપણ પરમાર્થને હું જાણતો નથી. તેથી જે યોગ્ય હોય તે કરો. (૧૨૫) હવે વિસ્મય પામેલા રાજાએ અને નગરલોકોએ પણ ઘણી લાખો યુક્તિઓ વિચારી. પણ પરમાર્થ જાણવામાં ન આવ્યો. પછી બધા પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે નગર વિસ્મય પામ્યું. સુધર્મમાં તત્પર ધનમિત્રનો મનોરથો ન કર્યા હોય તેટલો વૈભવ વૃદ્ધિને પામ્યો. ધનમિત્રના ધર્મદાતા તે જ કેવળી ધર્મમિત્રના ચારિત્રનો સમય જાણીને વિહાર કરતા ત્યાં પધાર્યા. તેથી આખું ય નગર અને પરમ હર્ષને પામેલો રાજા પણ મુનિવરને વંદન કરવા માટે સર્વ આડંબરથી ગયો. આ વૃત્તાંત સાંભળીને ધનમિત્ર પણ કુટુંબ સહિત ઘણી ભક્તિથી ત્યાં આવ્યો. રાજાની આજ્ઞાથી શેઠને પણ અહીં લાવવામાં આવ્યો. કેવળીએ પર્ષદાને વિસ્તારથી ધર્મ કહ્યો. પછી અવસરે જ્ઞાનીને પ્રણામ કરીને રાજાએ પૂછ્યું: હે ભગવન્! સુમિત્ર અને ધનમિત્રના વૃત્તાંતમાં જે આશ્ચર્ય થયું તે આપ જાણો જ છો. કિંતુ તેમાં જે પરમાર્થ હોય તે કહો. તેથી મુનીશ્વરે કહ્યું: હે રાજનું! સંસારમાં કર્મને પરવશ બનેલા જીવોનું કંઇપણ આશ્ચર્ય નથી. તેથી તમે સાવધાન થઈને સાંભળો. ધનમિત્ર પૂર્વભવમાં વિજયપુરમાં ગૃહસ્થનો ગંગદત્ત નામનો પુત્ર હતો. ત્યારે તેની બીજીપણ મગધા નામની પત્ની હતી. મોહથી મૂઢ બનેલી તેણે ઇશ્વરવણિકના ઘરમાં પ્રવેશીને તેની પત્ની સંતોષિકાનું લાખમૂલ્યવાળું શ્રેષ્ઠરત્ન કોઇપણ રીતે ચોરીને લઈ લીધું. સંતોષિકાએ આ જાણ્યું. પછી તે કોઈ સમયે ઝૂરવા લાગી. મગધાની પાસે જઈને રત્ન માગે છે. તે કંઇપણ માનતી નથી, અને મુખરપણાથી વિરસ વચનો બોલીને ઘણું લડે છેeઝગડે છે. તેથી સંતોષિકા ગંગદત્ત ગૃહસ્થને ઠપકો આપે છે. તેથી ગંગદત્ત મગધાને પૂછે છે. તેથી વાચાળ મગધાએ ગંગદત્તને કહ્યું: આ જૂઠી ચાલે છે, અર્થાત્ આ જૂઠું બોલે છે. એના જ ઘરના માણસોએ રત્ન ચોર્યું છે. આ મને નિરર્થક જ આળ આપે છે. આ પ્રમાણે તેણે તેના ઘરના માણસોને ખોટું આળ આપ્યું. તેથી પત્ની ઉપર વિશ્વાસવાળો ગંગદત્તગૃહસ્થ પણ વિચાર્યા વિના સહસા તેમાં સંમતિ આપે છે, અને સંતોષિકાને આ પ્રમાણે કહે છેઆ સાચું કહે છે. રત્ન ઘરના માણસોએ લીધું છે. પછી તે સાંભળીને સંતોષિકાએ પણ રત્ન મળવાની આશા છોડી દીધી. આર્તધ્યાનથી અને પરાધીનતાથી દુઃખી થયેલી તેણે કેટલાક દિવસો પસાર કરીને તે જ ખેદથી કોઈપણ રીતે તાપસવ્રત લીધું. પછી અજ્ઞાનતપ કરીને વ્યંતરપણે ઉત્પન્ન થઈ. મગધા પણ વિવિધ તેવા પ્રકારના કર્મો કરીને આ શેઠ થઈ. ગંગદત્ત પણ મરીને અહીં આ ધનમિત્ર થયો છે. રત્નના તે વૃત્તાંતમાં ગુસ્સે થયેલા તે વ્યંતરે શેઠના આઠપુત્રોને ક્રમશઃ મારી
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy