SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬-સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મનિષ્ફળ જો એમ છે, તેથી શું કરવું? તે કહે છેतो अवगयपरमत्थो, दुविहे धम्मम्मि होज दढचित्तो । समयम्मि जओ भणिया, दुलहा मणुयाइसामग्गी ॥ ४६५॥ તેથી તારે પરમાર્થને જાણીને સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મમાં દઢ ચિત્તવાળા બનવું. કારણ કે સિદ્ધાંતમાં પુસ્તક પાસ ધ ઇત્યાદિથી મનુષ્યભવ આદિ સામગ્રી દુર્લભ કહી છે. [૪૫] તે અતિદુર્લભ મનુષ્યભવને કોઈપણ રીતે પ્રાપ્ત કરીને જે ધર્મમાં પ્રમાદ કરે છે તે મરણકાળે શોક કરે છે એમ બતાવે છે– अइदुल्लहपि लद्धं, कहमवि मणुयत्तणं पमायपरो । जो न कुणइ जिणधम्मं, सो झूरइ मरणकालम्मि ॥ ४६६॥ અતિદુર્લભ મનુષ્યભવને કોઇપણ રીતે પ્રાપ્ત કરીને પ્રમાદમાં તત્પર બનેલો જે જીવ જિનધર્મ કરતો નથી તે મરણકાળે શોક કરે છે. [૪૬૬]. કેવી રીતે શોક કરે છે તે દર્ણત બતાવવા પૂર્વક કહે છેजह वारिमज्झछूढो, गयवरो मच्छउ व्व गलगहिओ । ગુરપવિશ્વ મો, સંવકુમો રદ = પવળી ૪૬૭ વારિમાં મૂકેલો ( નાખેલો) હાથી, ગલથી ગ્રહણ કરાયેલ માછલું, જાળમાં પડેલો મૃગ અને પાંજરામાં મૂકેલો પક્ષી શોક કરે છે, તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે શોક=પશ્ચાત્તાપ કરે છે. વિશેષાર્થ– વિંધ્ય અટવી વગેરેમાં હાથીને બાંધવાના (=પકડવાના) ઉપાય રૂપે જે કૃત્રિમ ખાડો કરવામાં આવે તેને વારિ કહેવામાં આવે છે. તેની મધ્યમાં નાખેલ હાથી શોક= પશ્ચાત્તાપ કરે છે. ગલ એટલે વાંસના અગ્રભાગે બાંધેલા દોરાના અંતે રહેલી, પરોવેલા માંસના ટુકડાવાળી લોઢાની વક્ર ખીલી (હુકો. હુકથી ગ્રહણ કરાયેલું માછલું શોક કરે છે. ૧. જુન ઇત્યાદિ ગાથાનો ભાવ એ છે કે મનુષ્યભવ ભોજન વગેરે દશ દષ્ટાંતોથી દુર્લભ છે. આ દશ દેસંતો આ ગ્રંથમાં ત્રીજી ગાથામાં જણાવ્યાં છે. ૨. વૃત્તિ શબ્દનો દોરો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. આમ છતાં અહીં પ્રકરણાનુસારે વૃત્તિ શબ્દનો દોરો અર્થ કર્યો છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy